________________
સાહિત્યને માંડવે.
૨૧
-
4
સાહિત્યને માંડવે.
સેન પ્રશ્ન સારસંગ્રહ અનુશ્રીવિજયકુમુદ સુરિશ્વરજી. પ્ર. માસ્તર ન્હાલચંદ ઠાકરસી. જેવજ્ઞાન મંદિર લીંચ મૂલ્ય રૂા. ૨-૦૦
ભગવાન મહાવીર દેવની ૫૯ મી પાટે થયેલા. શ્રીવિજ્યસેન સૂરિશ્વરજીએ આપેલા પ્રશ્નોત્તરના ૫. સુભવિજયજી ગણુએ સંસ્કૃતમાં કરેલા સંપાદનને આચાર્યશ્રીએ ગુજ૨ ભાષામાં ઉતારી પ્રકાશિત કરેલ છે. અભ્યાસીઓ તેમજ આવા પ્રશ્નોમાં રસ ધરાવતી જનતાને એ માર્ગદર્શક થઈ પડશે એવી આશા રાખવામાં આવે છે.
આ ગ્રંથમાં ઉપઘાત લખી શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે ૭૭ પૃષ્ઠની લાંબી દિશા સુચના જૈન સમાજ સામે રજુ કરી છે શબ્દ શબ્દ સ્વમાનસ રજુ કર્યું છે. લેખકને લાગ્યું છે–વિચાર આવ્યા છે એ બધું ચટચટ જૈન સમાજ સામે ધરી દીધું છે. વાસ્તવિક પરિસ્થિતિને લેખકે અભ્યાસ અનુભવ લીધે નથી. ખરું તો એ છે કે પંડિતાઈની ખુરશીઓથી જગતને ફેસલે અપાતો નથી. શબ્દ શબ્દને વિચાર કરવાનું જનતા પર રહેવા દઈ થોડીક જ નેધ અહીં આપીએ.
લેખકને પરદેશી માલ અને મિલના ઉત્પાદન સામે વધે છે. અને સાથે સાથે ચરખાસંઘના શુદ્ધ સ્વદેશી પ્રચાર સામે સુગ છે. એ સુગની વાસ્તવતા લેખકે સારી રીતે સ્કુટ કરવી જોઈએ જનતા એથી જાણે તે ખરીને કે પંડિતેના વિચારગમાં શી સંવાદિતા હોય છે?
વેઠમાં સહકાર, સહાનુભુતિ, સેવા અને મદદને સુર લેખકને સંભળાય છે. ગામડાંનું દર્શન લેખકે કર્યું નથી. ત્યાં વેઠમાં સહકાર આદિ નહિ પણ માલીકી અને ગુલામીનું છે.
દારૂનિષેધની હિલચાલમાં ન દેરાવા પ્રજાને લેખક ભલામણ કરે છે. ત્યારે . ખરે જ લેખકની અર્થહિન સુચનાઓના થડાથી નિરાશા ઉપજે છે. હિંદી ભાષાના પ્રચારમાંયે લેખકને વાંધો છે.
કેસનેતાઓકે સામાજિક નેતાઓની ખબર લીધે ઇતિક્તવ્યતા નથી. માગસુચનના શબ્દ સાથીયા પુરવાને આજે કાંઈ અર્થ નથી. આગળ આવે. કાર્ય કરે અને સમાજની વિષમ અને વાસ્તવ સ્થિતિને અનુભવ થશે.