________________
ઉપધા ને ફાલ.
૨૯
પાલીતાણું–આચાર્ય શ્રી વિજય મેહનસૂરિશ્વરજીના ઉપદેશથી નાગોર વાળા શેઠ ભરૂબક્ષજી કાનમલજી સમદડીઆ તરફથી ઉપધાન તપની આરાધનાને પ્રારંભ કરવામાં આવેલ છે.
–આચાર્યશ્રી સાગરાનંદસૂરિશ્વરજીના આશ્રય તળે શાહ મથરાજી તારાચંદનાં ધર્મપત્ની બેન એજી તરફથી બાબુ પનાલાલની ધર્મશાળામાં ઉપધાન તપ શરૂ કરવામાં આવેલ છે.
નાગપુર–ઉ. સુખસાગરજી મ. ના ઉપદેશથી શ્રી દીપચંદ મોતીલાલ ઓસવાળ સેલવાળા તરફથી ઉપધાન તપની ક્રિયા શરૂ કરાવવામાં આવેલ છે. - રાધનપુર–પ. કૈવલ્યવિજયજી મ. ત્યા જેનાચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિશ્વરજીના શિષ્યો મુનિરાજશ્રી મલયવિજયજી આદિના ઉપદેશથી શેઠ બકેરદાસ ઉજમણી તરફથી જીનશાળાએ ઉપધાન તપની ક્રિયા શરૂ કરવામાં આવી છે..
- ઉદયપુર–આચાર્યશ્રી વિજય ઉમંગસૂરિજી આદિના ઉપદેશથી શા. ચુનીલાલ, હિમતલાલ, રાજમલ, હીરાચંદ ઉત્તરમુંડારાવાળા તરફથી ઉપધાન તપની આરાધના શરૂ કરવામાં આવી છે..
લુણાવાડા–આચાર્યશ્રી વિજ્યકુમુદસૂરિશ્વરજી આદિના ઉપદેશથી જૈન . સંઘ તરફથી ઉપધાન તપની આરાધનાનો પ્રારંભ કરવા આવ્યો છે.
સાયલા–આચાર્યશ્રી મણિયસાગરજીના ઉપદેશથી ગાંધી મેહનલાલ બેચરદાસ તરફથી ઉપધાન તપની ક્રિયા શરૂ થઈ છે.
જામનગર-જૈનાચાર્ય શ્રી વિજયભક્તિસૂરિશ્વરજીના સદુપદેશથી ઝવેરી શાંતિદાસ ખેતસીભાઈ, શેઠ જેઠાભાઈ, ઝવેરી કપુરચંદ, શા. સભાગચંદ આદિ સદ્ગહ તરફથી ઉપધાન તપની આરાધના શરૂ કરાવવામાં આવી છે. . . .
વેજલપુર–મુનિરાજ શ્રી ધર્મસાગરજી મ. ના ઉપદેશથી શ્રી સંઘ તરફથી ઉપધાન તપની આરાધના કરાવાઈ રહી છે. ગોધાવીમાં થયેલ હોસ્પીટાલને ઉદ્દઘાટન મહોત્સવ.
શેઠ દલસુખભાઈ ત્રિભુવનદાસ તરફથી તેમના પુજ્ય પિતાશ્રીના સ્મરણાર્થે આશ્વિન વદ ૮ તા. ૨૪-૧૦-૪૦ના રોજ સાર્વજનિક હોસ્પીટલ ખુલ્લી મુકવાને શેઠ ગીરધરલાલ જેસીંગભાઈના અધ્યક્ષપણે એક મેળાવડો કરવામાં આવ્યો હતો.
પ્રારંભમાં શ્રી. રતિલાલ મુળચંદની દરખાસ્ત અને શ્રી. મણિલાલ મહેકમચંદ Wા વકીલ છોટાલાલ પારેખ વીરમગામવાળાના ટેકાથી શ્રી ગીરધરભાઈ, એ પ્રમુખસ્થાન સ્વીકારી સભાનું કામ આગળ ચલાવવાનું સુચવતાં પ્રાસંગિક સ્તુતિ થયા બાદ ડૉ. કસ્તુરચંદ શાહ વઢવાણવાળા, ડો. અંકલેશ્વરીયા, શ્રી. કેશવલાલ નગીનદાસ માણસાવાળા, લીલચંદ મગનલાલ માંડળવાળા, તાલુકદાર બકરભાઈ આદીએ પ્રસંચિત વક્તવ્ય કરતાં શેઠશ્રીની ઉદારતા માટે પ્રસંશા કરી આવાં પ્રજાહિતનાં વધુ કાર્યો કરવા શેઠશ્રી પ્રેરાય એમ જણાવ્યું હતું.