Book Title: Jain Dharm Vikas Book 01 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 36
________________ જૈન ધર્મ વિકાસ. વર્તમાન. તપસ્વીને અંજલી. સમી. આ. શ્રી વિજ્યભદ્રસૂરિ મ. ના તપસ્વી શિષ્ય શ્રી વિશાલવિજયજી મહારાજે ૭૦ ઉપવાસની દીર્ધ તપશ્ચર્યાનું ભા. સુદ ૫ ના રોજ નિર્વિદને પારણું કર્યું હતું, આ પછી તબીયત કાંઈક અસ્વસ્થ રહેતાં એ માંદગી ઘાતક નીવડી, અને આસો સુદ ૭ના રોજ સતાવન વર્ષની વયે કાલધર્મ પામ્યા. તેઓશ્રીને નિર્વાણ મહોત્સવ સ્થાનિક સંઘે આડંબર પૂર્વક ગમગીની સાથે ઉજવી, સદગત પ્રત્યે ભક્તિભાવ દર્શાવતે અષ્ટાન્ડિકા મહત્સવ સુદ ૯ થી વડેચા ઘેલચંદ મગનલાલ તરફથી શરૂ કરવામાં આવ્યો છે. સિદ્ધચક આરાધના મહત્સવ. રતલામ–જૈનાચાર્ય વિજ્યનીતિ સૂરિશ્વરજીના શિષ્ય જેનાચાર્ય શ્રીહર્ષ સૂરિશ્વરજીના શિષ્ય ૫૦ શ્રી મંગળવિજયજીના સદુપદેશથી આયંબિલ તપ, સિદ્ધ ચક્ર આરાધના મહોત્સવ અને તેના અંગે અછાન્ડિકા મહત્સવ વૃજલાલ હરજીવન પડવંજવાળ તથા ચેથબાઈ વગેરે સંગ્રહસ્થા તરફથી ઉજવવામાં આવ્યો હતે પ્રસંગને શેભતું શાંતિસ્નાત્ર અને સ્વામીવાત્સલ્ય પણ થયેલ હતાં. કેન્ફરન્સ અધિવેશન શ્રીમતી જેન વે. મૂ. કેન્ફરન્સનું આગામી અધિવેશન ડિસેમ્બરની આખરમાં નીંગાળા મુકામે (સ્ટે. ભાવનગર) ભરવાની તડામાર તૈયારીઓ ચાલી રહીં છે. સ્વાગત સમિતિ આદી કાર્યકર કમિટીએ નીમાઈ ગઈ છે. સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે શ્રી ભગવાનદાસ હરખચંદ શાહની વરણું થઈ છે. pencrococooooooooooooooooooooooooooooooooooooooooooositions દિશાસુચન. તિથિચર્ચાના ગુંચવાડા અંગે સંખ્યાબંધ પૃછક સાધુ, સાધ્વી શ્રાવકદીને છુટક પત્રોથી ન પહોંચી વળાય એને લીધે આ માસિક દ્વારા જણાવીએ છીએ કે, અમારે સમસ્ત સમુદાય કાર્તિક સુદ ૧૪ ગુરૂવારે ચામાસી પ્રતિકમણું અને કાર્તિક પૂર્ણિમા શુક્રવારે ચાતુર્માસ બદલી સિદ્ધાચળ પટ દર્શન કરશે. અને એ પ્રમાણે સર્વ પ્રશ્ન કર્તાઓને કરવા સુચવીએ છીએ. –૫, સુરેન્દ્રવિજયજી. (ડેલા ઉપાશ્રય. ) ૨૦૦ ૦ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42