Book Title: Jain Dharm Vikas Book 01 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 30
________________ જૈન ધર્મ વિકાસ વીશીના જુના ઝગડાઓને સમયમર્યાદા હતી. પરિસ્થિતિએ ઉભા થયેલા પ્રશ્નો કાળના પ્રવાહમાં સમી ગયા. અને સમી જશે. જ્યારે આ પર્વતિથિ આરાધના વિષયકનો જડ ઝગડે બન્ને પક્ષને કાયમ માટે છુટા પડશે. જે સંબંધવિચ્છેદ ફિરકાઓ અને ગો વચ્ચે છે. તે જ સંબંધ વિચ્છેદ એક તપગચછના બે પક્ષો વચ્ચે ઉભે થશે. હાલમાં તિથિચર્ચા ઘણાજ પ્રમાણમાં વધી ગઈ છે. તેમજ બે પૂર્ણિમા કરનાર પક્ષ અને અન્ય પક્ષ બન્ને તરફથી પાનાને પાના ભરીને લખાણે થઈ રહ્યા છે તેમાં સત્ય બીના શી છે તે વસ્તુ જણાવવા માટે અમે પણ એક નાનકડી બીના લખી મોન લેવા ઈચ્છીશું. વર્તમાનકાલે શ્રી તપગચ્છ જૈનસંઘમાં જે કલહ પરાધ્યતિથિ માટે થયેલા છે. તેનું મુળ કારણ સૌ કોઈ જાણે છે કે ચંડાશુ ચંડુ પંચાંગમાં બે પૂર્ણિમા, બે આઠમ, બે પાંચમો સૂર્યોદયમાં આવતાં ધેરી માર્ગ ભુલી જઈ સ્વયં આપમતિથી એક પક્ષ પિતાનું તેજ સાચું એમ માની બેઠા છે. જ્યારે અન્ય પક્ષ પૂર્વ ગીતાને માન્ય કરી પરંપરાને ઘેરી માર્ગ સાચવી શાસ્ત્રથી પણ અધિક કલ્પવ્યવહારને સાચવ તેજ આ કાળમાં મુક્તિમાર્ગને શ્રેષ્ઠ આધાર છે એમ માને છે. તેથી અત્યાર સુધીના પૂર્વાચાર્યોએ તિથિની ક્ષય કે વૃદ્ધિ હેય નહિ ત્યાં સુધી ધેરી માર્ગ રૂપ ઉદયને માનેલી છે. પણ ક્ષય કે વૃદ્ધિ ષટપવી તિથિઓ થાય ત્યારે પૂર્વ તિથિ , વૃદ્ધો વાઘ તથોત્તર રૂપ અપવાદ વિધિને માનેલ છે. આ તિથિને ઝગડો થયા પહેલાં બે પૂર્ણિમા કરનાર પક્ષ તરફથી નીકળતા પંચાંગમાં બે એકમ, બે ચૂથ, બે સાતમ અને બે તેરસ આદિ કરી પર્વતિથિઓની પુર્વાચાર્યોની માનનીય મર્યાદા સાચવવામાં આવતી, તેવી જ રીતે પરંપરાથી આવતી મર્યાદા જાળવી જાણે છે, કોઈ પણ પ્રકારને ઝઘડા રહે નહિ. એટલે ધોરીમાર્ગ ઉદય અને અપવાદે ક્ષય વૃદ્ધિની પૂર્વ મર્યાદા રૂપ પરંપરા સચવાય તે સમગ્ર તપગચ્છ સંઘને કલ્યાણકારી નીવડે. બે પૂર્ણિમામાંની પહેલી પૂર્ણિમા “ફલ્થને આપમતિ આગ્રહ ભુલી જાય તો જ સંઘમાં શાંતિ થાય. પૂર્વાચાર્યોની પરંપરાગત મર્યાદાને પુષ્ટ કરનારા, શાસ્ત્રિય અભિપ્રાય (૧) પર્વતિથિ ક્ષય હોય ત્યારે, પૂર્વ તિથિ પર્વ કરવી. પર્વ વૃદ્ધિ હોય ત્યારે, ઉત્તર તિથિનેજ પર્વ માનવી. (૨) જ્યારે પર્વ તિથિને ક્ષય સુર્યોદયની ગણત્રીથી આવે ત્યારે પૂર્વ અપર્વ તિથિને ક્ષય કરે. આવું વિતરાગદેવોએ કચ્યું છે. જ્યારે આવા સ્પષ્ટ ભાવ સહિત, સમજી શકાય તેવા શાસ્ત્ર અભિપ્રાય મળી

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42