________________
જૈન ધર્મ વિકાસ.
શાહીબાગમાં ઉપધાન.
આચાર્યશ્રી વિજયનીતિ સૂરિશ્વરજીના આજ્ઞાધારી પં. શાંતિવિજયજી, અને આચાર્યદેવના પ્રશિષ્ય. પં. કલ્યાણવિજયજી, પં. મનહરવિજયજીના સદુપદેશથી શેઠ મગનલાલ ઠાકરસીભાઈએ પોતાના શાહીબાગના બંગલે ઉપધાન કરાવવાનું નકકી કરે. આસો વદ ૨ અને આસો વદ ૫ એમ બે મુહૂર્તથી નાણુ માંડી આરાધના શરૂ કરાવી છે. . .
શેઠશ્રીના સ્વ. પુત્ર કેશવલાલભાઈનાં વિધવા પત્ની બહેન સમરથે સાત વર્ષ પહેલાં ઉપધાન કરવાનો અભિગ્રહ કરેલ છતાં આજસુધી બે ત્રણ વખત ઉપધાન કરાવવા વિચાર કરેલ પરંતુ અણધારી અગવડને લઈને થઈ શકેલ નહિ. જે લાંબા અંતરે પાણે પરિપૂર્ણ થવાથી તેઓ એક બહેને અને ભાઈઓ સાથે ઉપરોક્ત મુહૂર્તોએ પ્રવેશ કરી આનંદ પૂર્વક તપ આરાધના કરી રહ્યાં છે.'
દરજ પં. કલ્યાણવિજયજી ઉપધાનતપના સમર્થન ઉપર વ્યાખ્યાન આપે છે. આ ઉપધાન તપમાં ૬૦ માળ પહેરનાર ભાઈ બહેને છે.
બંગલાને ધ્વજ પતાકા અને વ્યાખ્યાન મંડપથી સણગારવામાં આવ્યા છે.
-
જે ઉપધાનનો ફાલ.
અમદાવાદ–ડેલાના ઉપાશ્રયના સંઘ તરફથી અનુગાચાર્ય પંન્યાસજી મહારાજશ્રી ધર્મવિજયજીના શિષ્ય ૫. શ્રી સુરેન્દ્રવિજ્યજીના સદુપદેશથી શ્રી કેશવલાલ મનસુખલાલ સતીયા, શેઠ ચુનીલાલ આણંદજીનાં સૌ ધર્મપત્ની બહેન સુભદ્રા તથા એક સગ્ગહસ્થની આર્થિક સહાય વડે ઉપધાન તપની ક્રિયા ભગુભાઈને વડે શરૂ કરાવવામાં આવી છે.
– જૈન વિદ્યાશાલાના ટ્રસ્ટીઓ તરફથી વયોવૃદ્ધ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરિશ્વરજી મહારાજ તથા તેમના શિષ્યરત્ન જેનાચાર્ય વિજય મેઘ સૂરિશ્વરજી તથા આચાર્યશ્રીના આજ્ઞાવતી જૈનાચાર્ય શ્રી વિજ્યકનકસૂરિની દેશનાથી શેઠ હઠીભાઇની બહારની વાડીએ ઉપધાન તપની ક્રિયાને પ્રારંભ થયેલ છે.
–લવારની પિળના શ્રેષ્ઠી શ્રી મગનલાલ ઠાકરસીને પ્રેરણા આપીને તીર્થો દ્વારક બાલ બ્રહ્મચારી જૈનાચાર્ય શ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજના આજ્ઞાધારક પ. શાંતિવિજ્યજી તથા આચાર્યદેવના શિષ્યરત્ન જેનાચાર્ય શ્રી વિજયહર્ષ સૂરિશ્વરજીના શિષ્ય ૫. કલ્યાણુવિજ્યજી તથા પ. મનોહરવિજયજી આદિએ શેઠશ્રીના બંગલે શાહીબાગ-ચતુર્થ જ્ઞાનાચાર ઉપધાન તપની આરાધના શરૂ કરાવી છે. "