________________
- ૨૭
પર્વતિથિ ચર્ચા વિષે. આવે છે ત્યારે એકપક્ષ આગામી કાર્તિક ચતુર્દશી બુધવાર તા. ૧૩-૧૧-૪૦ ના રોજ ચાતુર્માસિક પ્રતિકમણ કરવાનું કહે છે. એ પછી બે પૂર્ણિમા કરી પ્રથમ પૂર્ણિમાને અનારાધ્ય (ફલ્સ) કહી દ્વિતિય પૂર્ણિમાનું પર્વરાધન કરવાનું કહે છે. આ રીતે કરતાં ચાદશ-પૂર્ણિમાની આરાધના જોડલી ખંડિત થાય છે.
તાજેતરમાં ભગવાન મહાવીરદેવની પાટપરંપરાએ ઓગણસાઠમી પાટે થયેલા પ્રાતઃસ્મરણીય આચાર્યદેવ શ્રીમદ્ વિજયસેનસૂરીશ્વરજી, પ્રસાદિત સેનપ્રશ્ન નામને ગ્રંથ આચાર્યશ્રી વિજયકુમદસુરિશ્વરજીએ, ગુર્જર ભાષાંતરમાં પ્રગટ કરીવેલ છે. તે ગ્રંથ પૃ. ૩૨૫–૨૭, પ્રશ્ન નં. ૮૮૮–૯૪ માં ચિદશ પુનમની આરાધના જોડલે કરવાને સ્પષ્ટ ભાવ તરી આવે છે. તો પછી એ આરાધના જોડલી વચ્ચે, ફગુતિથિની ફાંસને વિસંવાદ કઈ રીતે સમાવી શકાય? આ ગુર્જર ભાષાંતર ‘સેનપ્રશ્નના પ્રસ્તાવના લેખક જૈનવિદ્વાન છે. એટલે આચાર્યશ્રીએ ભાષાંતરમાં દેષ નહિ કર્યો હોય એ સાબીત છે. તેથી કરીને બે તેરસ કરી ચાતુર્માસિક પ્રતિકમણ, કાર્તિક શુકલ ચતુર્દશી ગુરૂવાર તા. ૧૪-૧૧-૪૦ ના રેજ કરવું. અને પૂર્ણિમાએ મુનિગણનો વિહાર ફરતો થાય તે જ શાસ્ત્રોક્ત સિદ્ધ છે. બે પર્ણિમાના દ્યોતક વર્ગને આ પરસ્પર વિરોધ ટાળવા વિનંતિ કરૂં છું.
ફરી ફરીને એટલું કહીશું કે દરેક પ્રયત્ન કલેશને ઝેરી ફાલ મીટાવવા કરે. સમાજના આચાર્યો, વિદ્વાને તેમજ લેખકને પ્રજવલતા હૃદયે મારી નમ્ર આરજુ છે કે સમાજના ભાગલા પડતા અટકાવો.
આશા ચામાસી પ્રતિક્રમણ ક્યારે કરવું, એવો અમને પ્રશ્ન કરનાર સંખ્યાબંધ સાધુ, સાધ્વી, અને શ્રાવકગણને વ્યક્તિગત જવાબ આપવા પહોંચી વળવું અશકય હતાં, આ માસિક દ્વારા જણાવીએ છીએ કે, અમે–ડેલોવાળા–ચમાસી પ્રતિકમણ કાતિક સુદ ૧૪ ગુરૂવારે, અને કાર્તિક સુદ ૧૫ શુક્રવારે ચાતુર્માસ બદલી સિદ્ધાચળ પટયાત્રા કરવાના છીએ. હરએક પૃચ્છકેને એમજ વર્તવા અમે સુચવીએ છીએ.
૫. શાંતિવિજયજી, કે sssssssssss