________________
પર્વતિથિ આરાધન નિર્ણય અત્ર ઉત્તર–જેણે સુદી પંચમી ઉચ્ચારી હોય તેણે મુખ્ય વૃત્તિથી ભાદરવા સુદ ૩ થી અઠ્ઠમ કરે. કદાચિત બીજથી અમ કરે તે પંચમીના દિવસે એકાસણું કરવાને પ્રતિબંધ નથી, કરે તે શ્રેષ્ઠ છે.
આ પાઠમાં જગદ્દગુરૂ મહારાજ પંચમીનું આરાધન થાય, તેમજ ફરમાન કરે છે. અઠ્ઠમ તપ પણ મુખ્ય વૃત્તિથી ત્રીજથી જ કરવા કહે છે તે દિવસે લીલેવરી અવસ્ય વર્જવા યોગ્ય છે. તેમજ મહાનશીથ સૂત્રમાં પણ, પર્યુષણ પંચમી અને જ્ઞાન પંચમી પર્વમાં ગણેલી છે. માટે શાસ્ત્રની શૈલી પ્રમાણે કઈ પણુ પંચમીને ક્ષય કે વૃદ્ધિ થાય નહિ. જે સત્ય છે. અને એથી એ આરાધવા ગ્ય છે. આજ લગી એજ પ્રમાણે વર્તન થાય છે.
મળેલો જેસરને પત્ર. સ્વતિ શ્રી રાધનપુર, શાન્ત, દાન્ત, મહંત, ત્યાગી, વૈરાગી, પં. મા. શ્રી. લાભ વિજયજી ગ્ય, શ્રી જેસરથી લી. મુનિ ચંદ્રવિજયજી આદિઠાણાની
ગ્ય વંદના વાંચશે. વિશેષ લખવાનું છે. તમારે પત્ર પહોંચે છે. વાંચી બીના જાણું છે. બીજું અને સુખસાતા છે. તમેને સુખસાતા વર્તો. તમારા પત્રના જવાબમાં લખવાનું કે પાલીતાણું ફાગણ માસમાં સિદ્ધિસુરિજી આવેલા ત્યારે, ઉ. જંબુવિજયજી પણ અહી હાજર હતા. આચાર્ય શ્રી. કનકસૂરિજી પણ હતા. તે વખતે આચાર્યશ્રી સાગરાનંદસૂરિએ તિથિની ચર્ચા માટે મોતી સુખીયા ધર્મશાળામાં વિજયસિદ્ધિસૂરિજી ઉ. જંબુવિજયજી, કનસૂરિજી, વિજય મોહનસૂરિજી, વગેરે તમામ સાધુ સાધ્વીને આવવાનું આમંત્રણ કરેલ હતું. તેમાં પ્રાથે કરીને ઘણું સાધુ સાધ્વી આદી સંઘ ભેગો થયેલો, પણ સિદ્ધિસૂરિજી, ઉ. જંબુવિજયજી, આ૦ કનકવિજ્યજી તરફથી કઈ નહિ આવેલા. તેથી સાગરાનંદસૂરિજીએ જંબુવિજયજીને બોલાવવા માટે હંસ સાગરજી વગેરે બે સાધુઓને મેકલેલા. તેમણે ત્યાં જઈ આસરે દેઢ બે કલાક સુધી તેમને ચર્ચામાં આવવા કહ્યું. ત્યારે તેમણે એ જવાબ આપે છે. જાહેર ચર્ચામાં મારે આવવું નથી. એટલે હંસસાગરજી પાછા મોતી સુખીયાની ધર્મશાળામાં આવ્યા. આથી જેટલા સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા હતા એટલા સમક્ષ ચર્ચા થઈ. બે અમાવાસ્યા હોય તે બે તેરસો કરવી એવું, નિરાકરણ કરીને બધા વિસર્જન થયા હતા.
બીજું સમીવાલા ભક્તિસૂરિએ પણ માહ માસમાં બે અમાવાસ્યાને સ્થાને બે તેરસો કરી હતી. અને સં. ૧૯૯૭ના કાર્તિક સુદી બે પુનમને સ્થાને બે તેરસે કરવાના છે, એવું તેમનું કહેવું હતું. બીજું, કાઠીયાવાડ ત્થા ઝાલાવાડમાં ઘણું કરીને બધે ઠેકાણે બે અમાસને ઠેકાણે બે તેર થઈ હતી. અને સં.