________________
જૈન ધર્મ વિકાસ जहा पुणिमा ख्खये तेरसीख्खओ तहा पुण्णिमा वुड्डीरावी।
तेरसी बुड्ढि जायइ इ इ वयणं पुन्य सूरिहिं भणियं ।। એમ “વૃદ્ધ સમાચારી” બોલે છે. વળી સં. ૧૬૨ ની સાલમાં શ્રી વિજય પ્રભસૂરિજીના શિષ્ય પં. શ્રી રિદ્ધિવિજયજીએ “રત્નસંચય” આદી ગ્રંથની રચના કરી છે. તેમણે પણ બે પૂર્ણિમાની બે તેરસ કરવાનો અભિપ્રાય જણાવેલ છે. પ્રતિક્રમણ વિધિ પ્રકાશ” ગ્રંથ કથે છે–
आसाढ कत्तिय फग्गुण, मासाण जाण पुण्णिमा होइ । तासां खओ तेरसीआ, भणिओ जिणवरिंदेहि ॥१॥ जइ पचतिहि खओ, तह कायव्वो पुवतिहिए। एवमागम वयणं, कहियं तिलुक्कनायेहिं ॥२॥ चउमासीय वरिसे, बुडि भवेजा पव्यतिहिए । ठवियाण पुन्वदिणे, मिल्लि गेवि तस्थदिणे ॥३॥
| રતિ સેવવાવાજોપાધ્યાયઃ | ભાવાર્થ...આષાઢ, કાર્તિક અને ફલ્યુનની પૂર્ણિમાને ક્ષય હોય તે, તે ક્ષય તેરસે કરે. તેમજ પખવાડિયા યા માસને અંતે પૂર્ણિમા યા અમાસનો ક્ષય હોય તો, તે ક્ષય પણ તેરસને કરે. આ પ્રમાણે જિનેશ્વર દેવ આગમાં ફરમાવે છે. પર્વતિથિને ક્ષય હોય તે તેની અગાડીની અપર્વ તિથિનો ક્ષય કરે. પૂર્ણિમાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવી, તે પ્રમાણે ત્રણ જગતના નાથે કહ્યું છે. જે પર્વતિથિના ક્ષયમાં, પર્વતિથિનો ક્ષય માનીએ તે, તે તિથિ ઉદયમાં તો છેજ નહિ. એટલે તેનું આરાધન શી રીતે થાય? મુળમાં છેકરે જ નથી ત્યાં જન્મ મહોત્સવ અને લગ્નાદિકની ક્રિયાઓ કયાંથી હોઈ શકે? “મુલં નાસ્તિ કૃત: શાખા” કયાંથી હોય?
પર્વતિથિઓને ક્ષય કરીએ તે ચેથ-પાંચમ, સાતમ-આઠમ, દસ– અગ્યારસ, અને છેરસ ચૌદશ બધી તિથિઓ એક સરખી જ ગણાય. તો પછી પર્વ તિથિઓનું આરાધન કઈ તિથિઓમાં કરવું, તે સુજ્ઞ પુરૂષ જણાવશે કે ?
જ્યારે પર્વતિથિ ઉદયમાં જ નથી તેમ તેનો ક્ષય માનવામાં આવે, પછી તે તે દિવસની પૌષધ, ઉપવાસ આદી તપશ્ચર્યાએ કેવી રીતે થઈ શકે?
વિવિધ પ્રશ્નોત્તર ભા. ૧ લા માં વિજયદાનસૂરિશ્વરજી લખે છે કે, પર્યુષણ પર્વમાં જેણે શુકલપંચમી ઉચરી હોય તેને પર્યુષણમાં સુદી બીજથી અદ્રુમ કરે તે પાંચમને દિવસે એકાંતે એકાસણું કરે છે, જેમ ઈચ્છા હોય તેમ કરે. ઈતિ પ્રશ્ન.