________________
આરાધ્ય તિથિ અંગે સ્પષ્ટીકરણું.
तत्थय सालिवाहणो राया, सो य सावगो, सोय कालगज तं इतं सोउणा निज्झाओ, अभिमुहो, समणसेंघो अ, महाविभूइए पविठ्ठो, कालगजो पविटेहि अभणियं भहवय सुद्ध पंचमीए पजोसविज्जइ समण खंघ पडिवन्नं, ताहे रन्ना भणियं तद्दिवसं मम लोगाणुवत्तिए इंदो अणुजाजयब्धो होहीति, साहुघेहएण प्रज्जुवासिस्सं, तो छट्ठीप पज्जोसवणा किज्जउ, आयरिएहिं भणितं, न पट्टति अतिक्रमितुं ताहे रन्ना भणिय आणागय च उत्थाए पज्जोसविदि, आयरिपहि भणियं एवं भवउ, ताहे चउत्थीए पज्जोसवित, एव जुगपहाणेहि कारणे चउत्थी पवत्तिया, सा चेव अणुमता सव्वसाहणं । • અનુવાદ–ત્યાં શાલિવાહન રાજા તે શ્રાવક છે. તે કાલકાચાર્યને આવતા સાંભળીને સન્મુખ જાય છે. ઘણું મહત્સવથી પ્રવેશ કર્યો. અને પ્રવેશ કર્યા બાદ તેમણે કહ્યું કે ભાદરવા સુદ ૫ ના પર્યુષણું (સંવત્સરી) કરીશું. શ્રમણસંઘે સ્વીકાર કર્યો, તે વખતે રાજાએ કહ્યું કે તે દિવસે મારે કાચાર પ્રમાણે ઈન્દ્રને મહત્સવ કરે જોઈએ તેથી હું સાધુ મંદિર વગેરેની સેવા કરી શકીશ નહિ. એટલે સંવત્સરી ઉજવી શકીશ નહિ, જેથી છઠ્ઠના દિવસે સંવત્સરી કરે. કાલકાચા કહ્યું. પાંચમને ઓળંગી શકાય નહિ, ત્યારે રાજાએ કહ્યું અનાગત થસે દિવસે સંવત્સરી કરે. આર્ય કાલકાચા કહ્યું એ પ્રમાણે થાઓ. ત્યારે ચોથની સંવત્સરી કરી. એ પ્રમાણે યુગપ્રધાને કારણથી ચોથ પ્રવર્તાવી, અને સર્વ સાધુએાએ માન્ય રાખી.
ઉપરના પાઠથી સ્પષ્ટ થાય છે કે શાલિવાહન રાજાને પાંચમના દિવસે ઈંદ્ર મોત્સવ ઉજવવાને હતો તેથી તેણે સંવત્સરી એક દિવસ પાછળ છઠ્ઠના દિવસે કરવા આચાર્યશ્રી કાલકાચાર્યને કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે તે દિવસ ઉલ્લંઘન કરી શકાય નહિ. ત્યારે રાજાએ કહ્યું અનાગત ચોથને દિવસે સંવત્સરી કરે ત્યારે આચાર્યજીએ કહ્યું ભલે. આ પ્રમાણે પાંચમથી આગળના :દિવસે ચોથના દિવસે સંવત્સરી થઈ.
આ પ્રમાણે ભાદરવા સુદ ૫ થી એક દિવસ પહેલાં ભાદરવા સુદ ૪ ના દિવસે સંવત્સરી કરવાની પ્રથા આજ (સં. ૧૯૨) સુધી મોજુદ હતી, પરંતુ આ નવીન મત્પાદકેએ સં. ૧૯૯૨ ની સાલમાં જ્યારે પંચાંગમાં ગાણિતીક રીતે ભાદરવા સુદ ૫ બે આવી ત્યારે આરાધ્ય તિથિઓની પણ ક્ષયવૃદ્ધિ જૈનોમાં થાય છે એ એક નવો શૂર કાઢ્યો અને જેનોમાં આરાધ્ય તિથિ વિષયક જે. એક્તા હતી તેમાં છિન્નભિન્નતા કરી.
જ્યારે જ્યારે કેઈપણ વ્યક્તિઓ પોતાના મતની સ્થાપના કરવા મથે છે ત્યારે સત્યાસત્ય અથવા, સારાસારને વિચાર કર્યા વિના ગમે તેવું, પ્રમાણુ અને યુક્તિઓને નામે લખે જાય છે. તે જ પ્રમાણે તેઓ પોતાના મતના સમર્થનમાં