________________
પૂર્વાચાર્યોની તિથિ પરંપરા કેણે તેડી?
ઉપરના શબ્દ “સેનપ્રશ્નના આધારે બતાવેલા છે. હાલ સં. ૧૯૭ ના કાર્તિક માસમાં ચાતુર્માસની અઠ્ઠાઈ આવે છે. તેમાં બે પુનમ ટિપ્પણામાં આવેલી
છે તે અઠ્ઠાઈ કયારથી કરાય? જે સુદ ૭ થી પછી શરૂ થાય તે અઠ્ઠાઈ સુદ - ૧૪ બુધવારના રોજ પૂર્ણ થાય તે બે પુનમને પર્વતિથિઓ તરીકે માનવી પડે.
અને શાસ્ત્રકારે પર્વતિથિ આરાધના તરીકે તો એકજ ગણેલી છે. આથી તે પૂર્વાચાર્યોએ બે પુનમના બદલે બે તેરસ સ્વીકારી સુદ ૮ ગુરૂવારથી અઠ્ઠાઈ શરૂ થાય તેજ સુદ ૧૪ ગુરૂવારના રોજ પૂર્ણ થાય, અને ઉપર સુદ ૧૫ શુક્રવારની આરાધના થાય એજ બંધબેસતું થઈ શકે એમ માન્યું છે. અને તેજ સમાજમાં માનનીય અને પ્રશંસનિય થશે. આ ખુલાસો લખવાની જરૂર એટલા ખાતર ઉભી થઈ છે કે, “વીરશાસન' કાર્યાલય તરફથી બહાર પડેલાં ૨ પંચાંગ જેમાંનું એક શેઠ ઉમેદચંદ ભુરાભાઈ તરફથી ભેટના શેરાવાળું અને એક તા. ૧૧-૧૦-૪૦ હું વીરશાસનના ૫ મા અંક સાથે પહેંચાયેલું. એમ એ બે પંચાંગમાં કાર્તિક સુદ ૮ ગુરૂની અઠ્ઠાઈ છાપેલી છે જ્યારે એ પછીના તા. ૨૫-૧૦-૪૦ના વીરશાસનના અંક ૭ સાથે પહેંચાયેલા પંચાંગમાં સુદ ૭ બુધવારના રોજ અઠ્ઠાઈ બેઠી એમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
–આવી વારંવારની ફેરફારી અને અનિશ્ચિતતા શું સુચવે છે? વળી પુનમની પર્વતિથિ સાથે અઠ્ઠાઈના નવ દિવસ કાયમથી માનવામાં આવે છે અને એ માન્યતાનું પાલન અઠ્ઠાઈ આઠમથી શરૂ કરવામાં આવે તેજ થઈ શકે. જ્યારે સાતમથી શરૂ કરતાં તે પર્વતિથિઓ મળતાં અઠ્ઠઈના દશ દિવશ થઈ જાય. બે પુનમ માનવાના આ બધા વિસંવાદે પર જનતા ખુબ વિચાર કરે એજ અમે ઈચ્છીએ છીએ.
મુનિરાજેને સાર્વત્રિક અભિપ્રાય. માસિકને દિપોત્સવી અંક પ્રગટ કરતાં પહેલાં અમે જૈન સમાજના મોટા ભાગના મુનિરાજોને કાર્તિક સુદ ૧૪ નું ચૌમાસી પ્રતિક્રમણ ક્યારે કરશે તે સંબંધી સમાચાર આપવા વિનંતિ કરેલી. પરિણામે આજસુધી આવેલા સર્વ જવાબ. કાર્તિક સુદ ૧૪ ગુરૂવાર તા. ૧૪-૧૧-૪૭ના રોજ.
માસી પ્રતિક્રમણ કરવાનું અને કાર્તિક સુદ ૧૫ શુક્રવાર તા. ૧૫-૧૧-૪૦ ના રેજ સિદ્ધાચલ પટદર્શન, તેમજ ચેમાસું બદલવાનું જણાવે છે. .
-તંત્રી.