________________
આરાધ્ય તિથિ અંગે સ્પષ્ટીકરણ
વીરશાસન પુ. ૧૧, અં. ૪૧ તા. ૨૧-૭-૩૩
સં. ૧૯૮૯ અશાડ વદ ૧૪ શુક્રવાર પર્વાધિરાજેને અંગે.
ક્ષય પાંચમનો કે છઠ્ઠનો? - પુજ્યપાદ પરમગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરિશ્વરજી મહારાજે આપેલા ખુલાસા.
પ્રશ્ન–સં. ૧૯૮૯ ના ભાદરવા સુદ ૫ નો ક્ષય થાય છે. તે સંવત્સરી કયી તિથિએ કરવી ?
ઉત્તર–ભાદરવા સુદ ૫ ને ક્ષય ચંડુપંચાંગમાં છે. પણ બીજાં ઘણાં પંચાંગમાં ભાદરવા સુદ ૬ નો ક્ષય થાય છે. તેથી સુદ ૬ નો ક્ષય માનવાથી પર્યુષણમાં તિથિની વધઘટ કરવા જરૂર રહેશે નહિ. સં. ૧૯૫ર ની સાલમાં પણ આ પ્રમાણે હતું અને શ્રી તપગચ્છના મોટા ભાગે ભાદરવા સુદ ૬ને ક્ષય માની ભાદરવા સુદ ૪ની સંવત્સરી કરી હતી. સં. ૧૯૬૧માં પણ ભાદરવા સુદ ૫ને ક્ષય ચંડપંચાંગમાં હતો પણ પ્રાયઃ સર્વ સંઘે છઠ્ઠનેજ ક્ષય માન્યો હતો. માટે અઠ્ઠાઈધર શ્રાવણ વદ ૧૨ શુક્રવાર અને સંવત્સરી ભાદરવા સુદ ૪ શુક્રવારે કરવી એજ શ્રેયકારી લાગે છે.
ઉપરના ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે, જૈન સમાજે સં. ૧૯૫૨–૧૯૬૧ અને ૧૯૮૯માં ભાદરવા સુદ ૫ નો ક્ષય કર્યો નથી. પણ ભાદરવા સુદ ૬નો કર્યો છે.
વળી “વીરશાસન પત્રમાં પાક્ષિક જૈન પંચાંગનો કોઠો આપેલ છે જે શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૧૧ ના કોઠામાં ૭૧૭ મે પાને ભાદરવા સુદ્ધ ૪ શુક્રવાર. ભાદરવા સુદ ૫ શનીવાર, અને ભાદરવા સુદ ૬ નો ક્ષય લખેલ છે. જુએ પુ૧૧. અંક ૪૫ તા. ૧૮-૮-૧૯૩૩.
ઉપરની બધી હકીક્ત ધ્યાનમાં લેવાથી સમજાશે કે જન સમાજે આરાધ્ધ તિથિઓની કોઈ વખત ક્ષય વૃદ્ધિ કરી (માની) નથી અને જે આરાધ્ધ તિથિએની ક્ષય વૃદ્ધિ કરવામાં આવે તે બહુ મેટે વિરોધ આવે. અને શાસ્ત્રમર્યાદા સચવાય નહિ. જે નીચે બતાવવામાં આવે છે.
વૃદ્ધિ માનવામાં આવે તે કારતક સુદ ૧૫ની વૃદ્ધિ માનવામાં આવે તે ચૌમાસી આલોચનાને છઠ્ઠ, પાણીને કાળ, સુખડીને કાળ, આદી એકેય મર્યાદા સચવાશે નહિ. કારણ કે ચૌદશ બુધવારે થાય ત્યારે પુનમ શુકવારે થાય.
એજ પ્રમાણે ફાગણ સુદ ૧૫, અશાડ સુદ ૧૫ ની વૃદ્ધિ માનવામાં આવે ત્યારે પણ આવાજ વિરોધ આવે.
આસો વદ ૦))ની વૃદ્ધિ માનવામાં આવે તે પ્રભુશ્રી મહાવીર સ્વામીની દેશનાને કાળ તેમજ છઠ્ઠ આદિની કઈ મર્યાદા સચવાશે નહિ.