Book Title: Jain Dharm Vikas Book 01 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 14
________________ - જૈન ધર્મ વિકાસ. - * * પૂર્વાચાર્યોની નિયમાવલી” ભવિષ્યમાં ચર્ચા ઉપસ્થીત ન થાય. એ ખાતર નીચે પ્રમાણે આગમ વિધાનથી પૂર્વાચાર્યો નિયમાવલી બતાવી ગયા છે– વહ gવતિહાવો, જયો પુષ્યતિહા रावमागमवयणं, कहिंयं तिलुक्कनायरा ॥१॥ - ભાવાર્થ...જે પર્વતિથિને ક્ષય હેય તે પૂર્વની તિથિને ક્ષય કરે તેવું તિર્થંકરદેવોએ ઉપદિક્યું છે. દા. ત–સં. ૧૯૬ના આસો સુદ પનો ક્ષય ચંડાશુગંડુ પંચાંગમાં છે. અને સુદ પને આ ભેગવટે ચેથ લેગવી લે છે, પિાંચમ ઉદય તિથિ નથી. ઉદયતિથિ ચોથ છે. છતાં તિર્થંકરની આજ્ઞા તેજ ચેકને પાંચમ લેખે સ્વીકારી તે દિવસે તપશ્ચર્યા આદિ અનુષ્ઠાન કરવાનું કહે છે. અને ઉદયતિથિ ચેથ છતાં તેજ ચેથને ક્ષય મનાય છે એજ રીતે આગમ કથે છે– . आगमे-"अहमी चाउदसी उट्टीठा पुणिमाइसु पव्वतिहिसु स्वय वुड्डी न हबइ इह वयणाऊ इति ભાવાર્થ—આઠમ, ચૌદશ, પૂર્ણિમા કે અમાવાસ્યા આદી પર્વતિથિમાં ક્ષયવૃદ્ધિ ન થાય એમ ફરમાવેલું છે. આદી શબ્દથી પર્યુષણ, પંચમી, એકાદશી નાગપંચમીમાં ક્ષયવૃદ્ધિ ન થાય એમ સ્પષ્ટ દેખાડેલું છે. અને કલ્યાણકાદિ પર્વ તિથિઓમાં ભજના બતાવેલી છે. આવું સ્પષ્ટ વિધાન છતાં મારા એ બાંધે પિતાના મંતવ્યને સિદ્ધ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે એ જોઈ ભારી દિલગીરી થાય છે. ઉપરનાં આગમ વચનથી બે પુનમની બે તેરશ, તેમ પુનમના ક્ષયને તેરશને ક્ષય સાબિત થાય છે. છતાં એ વચને જુઠ્ઠાં હોય યા અસ્તિત્વમાં જ ન હોય એવું આચરણ જેઓ બતલાવી રહ્યા છે, છતાં ઉલટાના બીજા પર મિથ્યા વચનને આરેપ મુક એ બાલિશતા સિવાય અન્ય કશું નથી. જૈનાચાર્ય શ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજે રાધનપુર વિજય વિરસૂરિ શ્વરજી જ્ઞાનભંડારમાંથી તિથિવિષયક પાનાં હાથ આવતાં પૂર્વાપરના સંબંધને અનુલક્ષી અર્થાદિ સાથે પ્રગટ કર્યા, તેમને આ ગમ્યું, આ સૂત્રપાઠને સ્વીકારતાં એમનું મંતવ્ય સિદ્ધ થાય એમ હતું એટલે પૂર્વાપરને સંબંધ વિચારમાં લીધા વિના વચ્ચેની ગાથાઓ પર પ્રહાર કરવા માંડ્યા. આ જાતની રીત ભારી શોચનીય અને અશાસ્ત્રિય છે. પૂર્વાપરની સંબંધવાળી ગાથાઓના અર્થ તે ગાથાઓને છુટી પાડી થઈ. શકે નહિ. એમ ગાથાઓ છુટી પાડી અર્થ કરવામાં આવે તે ઘણે અનર્થ વ્યાપે ને !

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42