Book Title: Jain Dharm Vikas Book 01 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 6
________________ જેનધર્મ વિકાસ. MEHNDERDEEDEMUEHUEHUEBEEA તિથિનિર્ણય પ્રકાશ. લેખક. આચાર્યશ્રી વિજયહર્ષ સુરિશ્વરજી મહારાજ. LCHEMWEZIDLEIDUEHRUBDUEDGEZOBEBE Illfill ill જોધપુર મારવાડથી બહાર પડતા પંચાંગ ચંડાશુ ચંડને માન્ય કરનારા પણ પૂર્ણ રીતે તેને માન્ય કરતા નથી જેમકે તેર દિવસના ચૌદ દિવસના તેમ સોળ દિવસના પખવાડિયાને કર્મવર્ષ પ્રમાણે “પનરરાઈ દિયાણું માસ પાંચના ચાતુર્માસના કાળને “ચાર માસાણું અને તેર માસના વર્ષને બાર માસાણ આવા આપણા આ વ્યવહારમાં વપરાતા કર્મ વર્ષનું વહન ચંડાશુ ચંડુની રીતીથી ઉલટી રીતે વહે છે.-આપણે એને માત્ર અનુકુળતા પ્રમાણે માન આપીએ છીએ. દા. ત. આસો વદ ૧૪ ને ક્ષય આચાર્યશ્રી વિજયહરસુરિશ્વરજી જોધપુરી પંચાંગમાં છે. એટલે વદ ૧૪ નું આખુંયે કાર્ય. વદ ૧૩ ના દિવસે કરવાનો પ્રસંગ આપણી સમક્ષ રજુ થયેલ છે. પંચાંગનું સમગ્રપણે અવલંબન લેવામાં આવે તો, ચૌદશની તપશ્ચર્યા આદી થઈ શકે નહિ. અને વદ ૧૩ ઉપર પરભારી અમાસ થઈ જાય. આમ પર્વતથિને ઉછેદ ન થાય એ ખાતર જ આપણે પંચાંગને વદ ૧૪ ને ક્ષય બાજુ પર રાખી વદ ૧૩ ને વદ ૧૪ સ્થાપી તપશ્ચર્યા કરીએ છીએ. | ચંડાશુ ચંડુ પ્રમાણે તિથિની પ્રરૂપણાનો રિવાજ એટલા જ માટે રાખેલ છે કે આખા દેશમાં એક જ દિવસે પર્વની આરાધના થઈ શકે. આચાર્ય આનંદવિમલસૂરિ મહારાજાએ તેમજ એમની પહેલાંના ગચછનાયએ પર્વતિથિને ક્ષય માનેલ નથી. પર્વ તિથિ પહેલાંની તિથિ બે માનેલી છે. અને ક્ષય પણ પ્રથમની તિથિને જ માનેલ છે. દા. ત. ચૌદશને ક્ષય હોય તો તેરસને ક્ષય સ્વીકારાય છે. ધુલીયાથી બહાર પડેલ અર્જુનપતાકામાં ગચ્છનાયક વિજયપ્રભસૂરિ શિષ્ય મહાપાધ્યાય મેઘવિજયજીગણએ આઠમના ક્ષયે-સાતમને ક્ષય માની-સાતમને જ આઠમ માની આઠમનું જ કાર્ય કરવાનું બતાવેલું છે. .

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42