________________
કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ કયારે? વિજ્ય નેમી સુરિશ્વરજી, વિજય વહૃભ સુરિશ્વરજી, વિજય મેહન સુરિશ્વરજી શ્રી સાગણનંદ સુરિશ્વરજી, વિજય નીતિ સુરિશ્વરજી બે તેરસ કરવાના છે. | સંવત ૧૯૭૨ની સાલમાં ચંડાશુ ચંડપંચાંગના આધારે અષાઢ વદ ૦)) બે હોવાથી તેમજ સંવત ૧૯૭૩ની સાલમાં મહા સુદ ૧૫ બે હેવાથી તેમજ સંવત ૧૯૭૪ની સાલમાં પૈષ સુદ ૧૫ બે હોવાથી પહેલી અમાવાસ્યા તથા પુનમની બીજી તેરસ સમગ્ર આચાર્ય દેવે વિજયાનંદ સુરિશ્વર પટ્ટધર વિજય કમળ સુરિશ્વરજી મહારાજા, ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીર વિજયજી મહારાજ, વિજય નેમી સુરિશ્વરજી વિગેરે તથા વીજય ધર્મ સુરીશ્વરજી કાશીવાળા, વિજય વીર સુરિશ્વરજી રાધનપુરવાલા વગેરે તમામ તપગચ્છનાં આચાર્યો તેમજ સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાઓએ એક મતે મળીને આરાધન કરેલું છે.
ભગવતી સૂત્ર, સુયગડાંગ સૂત્ર, ઉપાશક દશાંગ, વિપાક સૂત્ર, પંચાશક ટીકા વિગેરેમાં તથા સેનપ્રશ્નમાં સાફ જણાવેલું છે કે પુનમ પર્વ તિથિ છે. માટે પુનમની ક્ષય કે વૃદ્ધિ શાસ્ત્રકારે કરેલી નથી માટે પુનમ એકજ થાય. - જ્યારે ટીપણામાં બે પુર્ણિમા હોય ત્યારે ક્ષય પર્વ વૃદ્ધો ઉત્તરા એ સુત્રના આધારે જે તિથિને ક્ષય કરેલ હોય તેજ તિથિ વધારવી, યસ્ય: ક્ષય સ્તસ્યા વૃદ્ધી ઈતી વચનાત્
શ્રી વીર નિર્વાણથી વીર સં. ૨૪૬૫ ની સાલ સુધીમાં કોઈ પણ તપાગચ્છના આચાર્યોએ બે પુર્ણિમા કરેલી હોય એવું કે મહાશય શાસ્ત્રના આધારે બતાવશે કે?
આશીર્વચન. નુતનવર્ષના મંગલ પ્રભાતે શ્રીમાન આચાર્યદેવ નીતિસૂરિશ્વરજી અને તેમના શિષ્ય પરિવારની પ્રેરણાને અનુસરો શેઠ ભેગીલાલ સાંકળચંદ, લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહના આધિપત્ય નીચે પ્રગટ થતું, “જૈનધર્મ વિકાસ' માસિક જૈન સમાજના અનેક ચર્ચાસ્પદ પ્રશ્નોને નિકાલ પુ. આચાર્યોને અનુલક્ષી લાવતાં જૈનધર્મની દીર્ધકાળ પર્યત સેવા બજાવે એવી શુભેચ્છા.
–દ્ધિસાગર.