Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય જન્મની દુર્લભતા અને તેની અનન્ય ઉપયોગિતા. આ ચાર ગતિરૂપ સંસાર સાયરમાં કર્મવશ અહા પરહા અથડાતાં પછડાતાં તથા પ્રકારની અકામ નિર્જરાદિક ચેપગે અનુકુળ સમયને પામી જીવ ચિન્તામણિ રત્નસમાન અમૂલ્ય માનવ ભવ મેળવી શકે છે. એ અમૂલ્ય-દુર્લભ માનવ ભવ પામીને સર્વર ભગવાને બતાવેલા દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મનું સેવન કરી તેને લેખે કરી લે યુક્ત છે. અહિંસા, સંયમ અને તપ લક્ષણ ધર્મ મહા મંગલકારી કહ્યા છે. એ ધર્મમાં જેનું મન સદાય વત્ય કરે છે તેને મોટા દેવ દાન પણ નમસ્કાર કરે છે. એ ધર્મનું યથાવિધ અખંડ આરાધન કરનાર મુનીશ્વર એક્ષનાં અક્ષય સુખ મેળવી શકે છે અને મુનિયેગ્ય મહાવ્રતને પાળવાને અશક્ત એવા જે ભવ્ય છે તેનું દેશથી (અંશથી પણ) આરાધના કરે છે તે પણ સ્વર્ગાદિક સદ્ગતિનાં ચઢીયાતાં સુખ સંપાદન કરી અંતે અક્ષય સુખ મેળવી શકે છે. એમ સમજી સાચા સુખના અથી ભાઈ બહેનોએ પ્રમાદાચરણથી આ અમૂલ્ય માનવ ભવ વૃથા જવા દે નહિ. સ્વસ્વ સ્થિતિ–સંયોગદિક અનુસારે સહુ કોઈએ યથાશક્તિ ત્રત નિયમનું પાલન કરી આ નરભવને સાર્થક કરે જોઈએ. બુદ્ધિબળને પામી આપણે આપણું હિતાહિત સમજી હિતમાર્ગજ આદરવા ઉજમાળ થવું જોઈએ. પુન્ય જોગે લક્ષમી પામીને વિસર તેને જરૂર જેવા સ્થળમાં સદુપયોગ કરી લે જોઈએ અને વાક્ષટુતા (વચન વદવામાં કુશળતા ) પામીને પ્રાણીઓને પ્રીતિ ઉપજે એવાં નરમાશ ભરેલાં, મીઠાશવાળાં અને હિતરૂપ થાય એવાં વચન વદવાં જોઈએ. આ વિગેરે દુર્લભ સામગ્રી પૂર્વ પુન્યજગે પામી જે ભવ્યાત્માઓ સ્વહિત કરી લેવા સાવધાન રહે છે તેજ પુન્યામાઓ અનુકુળ પ્રસંગને પામી પર જીવેનું પણ હિત હૈડે ધરી કરી શકે છે, અને એ રીતે સ્વમાનવભવને સફળ કરે છે. આ માનવભવને ચિંતામણિ રત્ન સમાન એટલા માટે ગણેલ છે કે એના વગર કેઈજીવ કદાપિ પણ અક્ષય અનંત મોક્ષસુખ મેળવી શકતા નથી. આવા ઉદાર આશયથી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ માનવભવ દશ દૃષ્ટાન્ત દુર્લભ વખાણ્યું છે. તે સાથે આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, ઈન્દ્રિય પટુતા, શરીરે સુખ, ધર્મશ્રદ્ધા-રૂચિ, સદ્ગુગ અને વ્રત-નિયમરૂપ વિરતિના પરિણામ એ સવે ઉત્તરોત્તર પુચવટેજ પ્રાપ્ત થઈ શકે છે. તેવ. દુર્લભ શુભ સામગ્રી મહા પુન્ય જોગે પામ્યા પછી સુજ્ઞ જનોએ સ્વપર હિત સાધી લેવા લગારે આળસ કરવું ન જોઈએ. એમ છતાં આળસ-પ્રમાદથી જે જન આ શુભ સામગ્રીને જોઈ લાભ લેતા નથી, વાયદામાં ને વાયદામાં જ પોતાનો બધે વખત વીતાવી દે છે તે બાપડાને પાછળથી શશિ રાજાની પેરે બહુજ શોચવું-પસ્તાવું પડે છે. શશિ રાજાને તેના વડીલ બંધુએ બહુ સમજાવ્યા હતાં તે વિષયતૃષ્ણાદિકના પરવશ પાથી તેનું કહેવું માનવું For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36