Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ હદયદ્રાવક સ થા. થાય એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. એટલા માટે અધ્યાત્મજ્ઞાનીઓએ અને યોગીઓએ અનુભવ જ્ઞાનની બહ કીર્તિ ગાઈ છે અને તેને પ્રાપ્ત કરવા વારંવાર જુદાજુદા શબ્દમાં ભલામણ કરી છે. એવા પ્રકારની ભલામણ કરવાને આશય એજ છે કે આ પ્રાણી ઘણી ખરી વાર ઉપર ઉપરના ખ્યાલથી લેવાઈ જઈ પિતાના નિશ્ચયને અવિસ્મૃત માની ઘણી ખલનાઓ કરે છે અને પછી જ્યારે પિતાની ભૂલે થયેલી અથવા થતી જુએ છે, ત્યારે એટલું મોડું થઈ ગયું હોય છે કે પિતે તે સુધારી શકતું નથી, સુધારી શકે એવી સ્થિતિમાં પિતાની જાતને મૂકવાની તેનામાં કામના અથવા શકિત રહેતી નથી અને આવી દુર્બળતાને લીધે તે અનિવાર્ય અધઃ પાત ખમી સંસાર સરણીમાં અતિ નીચે ઉતરી જાય છે. આ સ્થિતિ દૂર કરવા માટે અથવા તેને સારૂ પ્રથમથી ઉપાય કરી રાખવા માટે ઉન્નતિકમમાં આગળ વધી ગયેલા મહાત્મા પુરૂ આ જીવને અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરવા વારંવાર ઉપદેશ આપે છે. અહીં ચિદાનંદજી મહારાજ તેટલા માટે ભલામણ કરે છે કે સંસાર ચકમાં માર્ગ બ્રણ મુસાફરની માફક ભમવાને બદલે તું આળપંપાળ છેડી દઈ અનુભવ રસનું પાન કર એટલે પે દૃગલિક સંબંધની સ્થિતિ અને તેનાં કારણે સમજી વિચારી, ધ્યાનમાં લાવી તેવા સંબંધને ત્યાગ કર, અને ઉપર ઉપરના બધથી અટકી નહિ જતાં વસ્તુના આંતર હાર્દમાં પ્રવેશ કર, જેથી તારી આ ભવયાત્રા નકામા ફેરા જેવી ન થતાં કાંઈક સફળ થાય. આ ભવની યાત્રા સફળ કરવાનું સાધન અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ છે અને તેમાં જેટલે અંશે પ્રાણી પછાત પડે છે તેટલે અંશે તેની સંસર યાત્રા નિષ્ફળ થાય છે. સંસાર યાત્રા એ શબ્દોને અહીં વર્તમાન ભવને અંગે ઉલ્લેખ કરીએ તે સ્પષ્ટ જણાશે કે આ ભવયાત્રાને નિષ્ફળ કરવાનાં ભાવમાં એક વિશેષ ભાવ પણ રહે છે અને તે એ છે કે આ ભવમાં કરેલાં કર્મથી વિશેષ અધપાત થાય એવું કાર્ય અથવા એવાં કાર્યો થવા ન જોઈએ, કારણ કે ભયાત્રા તેથી નિષ્ફળ થવા ઉપરાંત વધારે નીચે ઉતારનારી થઈ પડે છે. આટલા ઉપરથી અનુભવ જ્ઞાનની ઉપગીતા પષ્ટ રીતે વ્યક્ત થઈ હશે. તે ભયાત્રાને નિષ્ફળ ન થવા દેવા ઉપરાંત વધારે નીચે ઉતારવાના અતિ અધમ માર્ગથી બચાવી લઈ ચેતનાને ઉન્નત દશામાં લાવી મૂકી તેની સારી રીતે પ્રગતિ કરાવે છે અને અંતિમ સાધ્ય સર્વ દુઃખથી નિવૃત્તિ રૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્તિના માર્ગ પર લાવી મૂકી તેમાં ચેતનજીને સારી રીતે આગળ વધારે છે. આ પ્રમાણે અનું નવ રસનું પાન કરવાની આકર્ષક લલામણ કરવા હું ' રાંત તે બાબત જરા પણ સુલતવી ન રાખવાનું શી મહારાજ જણાવે છે, તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36