Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક હદયદ્રાવક સંધ્યા. સ્ત્રીને રાગ કે સ્ત્રી ઉપર પતિને રાગ કેવી અભિલાષાથી ઉત્પન્ન થાય છે, તે અભિલાષા તૃપ્ત થવાના પ્રસંગ કે વય ન રહે ત્યારે શું સ્થિતિ થાય છે અને ચાવના દરમ્યાન પણ અંદર કેટલા ગેટ વળે છે તે સર્વને અનુભવમાં આવે તેવી બાબત છે. એવી જ રીતે પિતામાતાના નેહમાં પણ સ્વાર્થને અંશ કેટલે રહે છે તે તેઓ તરફથી કમાઉ અથવા હિનકમા કરાઓ તરફ વર્તણુકમાં રહેતા તફાવતથી સ્પષ્ટ જોવામાં આવે છે. આ તે વ્યવહારૂ વાત થઈ અને તેમાં કદાચ અપવાદ પણ જોવામાં આવે છે; પરંતુ જીવનનું સાધ્ય પરમ સુખ પ્રાપ્ત કરવાનું આપણે ઉપર જોઈ ગયા તેને અંગે તે તેના તરફથી આપણને કોઈ પણ પ્રકારની સગવડ મળે એમ સમજવું નહિ. આત્મોદ્ધાર કરવાની ઇચ્છાના માર્ગમાં તેઓ તરફથી અડચણ નાંખવામાં આવે છે, આભ સાધન કરવા ઇરછનાર છોકરાને તિરસ્કાર કરવામાં આવે છે અને તેને સમજાવી ફોસલાવી સંસરમાં ખેંચી લાવવા પ્રયત્ન સર્વત્ર જોવામાં આવે છે. તેથી સાધ્ય પ્રાપ્તિના માર્ગગમનમાં તેઓ મદદગાર થઈ પડે એવું બનવું બહુધા-લગભગ એ. નવાણુ ટકા અશક્ય છે. આથી સાંસારિક સગાસ્નેહીઓની ખાતર સંસાયાત્રા વધારવાને નિર્ણય કરે એ ભૂલભરેલું છે અને બરાબર વિચાર કરતાં જણાશે કે આ જીવ ધન પ્રાપ્તિ વિગેરે પગળિક વસ્તુઓમાં લલચાઈ જઈ તેની ખાતર જીંદગી પૂરી કરવાના કારણમાં પોતાને સગાસ્નેહીઓ તરફની ફરજની વાત કરે છે તે અસત્ય છે, સાચી વાત તે તેને ધન ઉપર અનાદિ કાનથી એવી મૂછ લાગી છે, તેની પ્રાપ્તિ સાચવણ અને વિચારમાં તેને એટલે આનંદ આવે છે કે તે ધનની ખાતરજ ધન પછવાડે મંડ્યા રહે છે. પુત્ર થયો ન હેય, થવાની આશા ન હોય તે પણ ધનની ખાતર એટલીજ તીવ્ર ઈચ્છાથી અને બહુ જોર સાથે પ્રીતિથી બાથ ભીડી તેને ન ખરચનારના દષ્ટાંત ઘણી વખતે અનુભવ્યા છે, તેથી ધન ઉપર ને પુત્રાદિ ખાતર છે એ વિચાર ભૂલ ભરેલા છે. અનાદિ કાળથી પડેલી ટેવને લીધે આ પ્રાણી ધન વિગેરે સ્થલ પદાર્થો ઉપર તેની ખાતરજ મંડ્યા રહે છે અને આગળ પાછળનો વિચાર કર્યા વગર એમાં આસક્ત રહે છે, સાધ્ય અને હેતુના ખ્યાલ વગર તેને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરે છે અને તેથી ધન પ્રાપ્ત થતાં તેમાં આનંદ માને છે અને તેની સાથે એવા જોરથી ગાંઠ બાંધે છે કે જાણે તેને કદિ વિગ જ થવાનું નથી. આ આખી માન્યતા ભૂલ ભરેલી હેવાથી પરિણામ વિપરીત થાય એમાં જરાપણું આશ્ચર્ય થતું નથી. છેવટે તેટલા માટે રોગી મહારાજ કહે છે કે હે સજજને ! તમે આ અમારૂં વચન બરાબર કાનમાં ધારણ કરી રાખો, એ વચન કાનમાં ધારણ કરે વાથી તમને સંસારને પણ ખ્યાલ આવશે અને કાંઈક એગ્ય નિશ્ચય તેને અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36