________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ
જનધામ પ્રકાશ. અને તેને તેને ખ્યાલ પણ આવતું નથી, તેને પ્રાપ્ત કરવા ભાવના પણ થતી નથી અને તે મેળવી પિતાની નિપુણ અમાવસ્થા દૂર કરવાને તેને વિચાર પણ થતા નથી. એવા પ્રાણીઓ તે સંસારમાં આસક્ત રહી આડા અવળા ભમ્યા કરે છે અને અનેક પ્રકારની ઉપાધિઓથી વ્યાપ્ત થઈ ભારે થતા જાય છે. એવા પ્રાણીએનાં મન જોયાં હેય તે માટે ખેદ થાય, એવા પ્રાણીઓની પ્રવૃત્તિ જોઈ હોય તે અનેક વિચાર આવે, એવા પ્રાણીઓના વિચારો બરાબર સાંભળ્યા હોય તે અનેક પ્રકારે વ્યાકુળતા આવે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારની મજા નથી. એક પણ પ્રકારને આનંદ નથી, કોઈ પણ પ્રકારનું સુખ નથી, ગીરાજ તેટલા માટે જ કહે છે કે એક દિવસ આ સર્વ સંબંધ છેડી ચાલવા જવાનું છે એ નિર્ણયાત્મક બાબત છે માટે તારે હવે ભૂલ થઈને ભમવું નહિ. આવી સર્વ બાબતનું જ્ઞાન થવું તેને અનુભવ જ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે એ જ્ઞાન થાય છે ત્યારે વસ્તુ સ્થિતિને વાસ્તવિક વિચાર થાય છે અને તેવા વિચારને અંગે સાચા નિશ્ચયે થાય છે. આવી સ્થિતિ હેવાથી અનુભવ જ્ઞાનનું માહાતમ્ય
ગમાં બહુ કહ્યું છે. ઉપર ઉપરને ખ્યાલ ઘણી વખત ઉપદેશકોને અથવા શ્રેતાઓને બહુ સારો આવી જાય છે અને તેથી તેઓ વાત કરે તે સાંભળવા યોગ્ય લાગે છે, પરંતુ જ્યાં સુધી અનુભવ જ્ઞાન થતું નથી ત્યાં સુધી વાસ્તવિક બોધ કદાપિ પણ થતો નથી, ઉપર ઉપરના બોધથી તત્ત્વવિજ્ઞાન થતું નથી અને એવા બધથી વિશિષ્ટ લાભ પણ થશે નથી, તેનું કારણ એ છે કે અનુભવ જ્ઞાન વગર સાધ્યની સ્પષ્ટતા થતી નથી અને અમુક સાધ્ય પ્રાપ્ત કરવા ગ્ય છે એ નિર્ણય યથાર્થ રીતે કદાપિ થત નથી.
કદાચ આ પ્રાણ એમ માનતા હોય કે મને મારા માબાપ, સ્ત્રી કે પુત્ર સુખ આપશે અને તેથી તેઓ ખાતર પ્રયાસ કરી કોઈ પ્રાપ્ત કરી રાખું અથવા તેના ઉપર આધાર રાખી હું સંસારમાં મસ્ત રહું. તેને સ્પષ્ટ રીતે સમજાવવા માટે યેગી કહે છે કે તારી એક પણ પ્રકારની જરૂરીઆતની વસ્તુઓ તેઓ પાસેથી મળે, તરૂં સાધ્ય સાધન તેએાથી થાય એમ તું માનીશ નહિ, તારી કેઈપણ ગજ તેઓથી સવાની નથી એમ તું ચોક્કસ માનજે, સ્વાર્થને નેહ સ્વાર્થમાંજ વિરામ પામે છે, સ્વાર્થને સનેહ સ્વાર્થને સંઘટ્ટ થતા ટ્રેષમાં, અસૂયામાં અપવા વિપરીત વૃત્તિમાં વિરામ પામે છે, એમાં જ્યાં અને સ્વાર્થ એકઠાં થાય ત્યાં સુખ ની આશા કેમ રહે? વ્યવહારૂ રીતે પણ સગાંઓને નેહ ક્ષણિક છે એમ જોયું છે. ધન ખાતર ભાઈઓને લડતાં જોયાં છે અને તે પણ એવા લડે છે કે એક બીજા સાથે પાણી પીવાને વ્યવહાર પણ રહેતું નથી,
ને ? એને માટે ? અને તેને ઉત્તર સમજે છે. પતિ
For Private And Personal Use Only