Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra જઘડીયા માગમ ૧૬ ૫. www.kobatirth.org જૈનધર્મ પ્રકાશ, ૧૨ થશે. તમારે હંમેશાં યાદ રાખવું કે ઉંધી ઇંટ ઉપર મંડાયેલી સસાર રચનામાં આ જીવ તદૃન ઊંધે માર્ગે ચાહ્યા જાય છે, તે ભૂલો પડી ગયેલ છે, તે સત્યમા ઉપર હુન્નુ આવ્યે નથી, તે આળ પ ́પાળમાં રાચે માર્ચ છે, તેને એક દિવસ જરૂર મરી જવાનુ અને મરી વખત સર્વ વસ્તુએ અહીં રહી જવાની છે, અને પુત્ર કલત્ર કે માબાપ વિગેરેથી તેની એક પણ ગરજ સરવાની નથી. આ સાદી ભાષામાં બતાવેલાં સત્ય સ્વરૂપે જેએ કાનમાં ધારણ કરી તેના ભાવ વાર વાર વિચારશે તને બહુ લાભ થશે. આ નાના સરખા પદના પ્રત્યેક વાકયમાં બહુ ઉમદા વાતો કરી છે, એવા અત્યુત્તમ વિચાર કરવા એ પણું એક પ્રકારને અનુભવ છે અને એવા અનુભવ પ્રાપ્ત થાય ત્યારેજ સસાધને છૂટે છે અને ઇંદ્રિયજન્ય વિષયનું વિસત્વ સમજાય છે. ધનાશ્રી રાગમાં ગવાતા આ પદ પર વારંવાર વિચારણા કરવા યોગ્ય છે. સુજ્ઞજનોએ આવા ભાવા વિચારી સંસારનુ સ્વરૂપ જરૂર લક્ષમાં લેવા ચાગ્ય છે. જેએને પોતાની ઉત્ક્રાન્તિ કરવાને-અમે કૃતિમાં પ્રગતિ કરવાનો અને સાધ્ય પ્રાપ્ત કરવાને વિચાર હોય તેમણે આવી અતિ અગત્યની આત્મિક બાબતોમાં બહુ સારી રીતે વિચાર કરવાની ખાસ જરૂર છે. કારણ કે આત્મિક વસ્તુનું જ્ઞાન હમેશાં વિચાર કરવાથી અને વસ્તુના મૂળ સુધી જવાથીજ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી ઉપર ઉપરને વિચાર કરવામાં આવે છે ત્યાં સુધી એધ સ્પષ્ટ થતા નથી અને તત્ત્વબોધ વગરની વિચારણા વિશુદ્ધ ફળ આપનારી થતી નથી. આત્મિક બાબતમાં વિચાર કરવું એ કુદરતી રીતે આ માનુ કાર્ય છે, પણ તેને વિભાવમાં રમ કરવાની એટલી ટેવ પડી ગઈ છે કે શુભ વિચાર કરતી વખતે પણ તે સ્થિર રહેતા નથી અને તેને ડાળી નાંખે છે. પછી પોતાના કાર્યના સાચા ખોટા બચાવા કરી પાપપકથી ઉલટા વધારે ખર રાય છે. આને તેટલા માટે આત્મિક ઉન્નતિ કરવાનો વિચાર હોય તેમણે સારી રીતે વિવેચના પૂર્વક વિચારણા કરવાની ખાસ જરૂર છે. એવી સુંદર વિચારણું! ને પરિણામે આત્મોન્નતિ બહુ સારી રીતે થશે. ચિદાનદજી મહારાજનાં આ અતિ મધુર વચને કાનમાં ધારણું કરી રાખવાની આવશ્યકતા બતાવી આ આત્મિક વિચારડ્ડા હાલ તે અત્ર પૂર્ણ કરવામાં આવે છે. } Acharya Shri Kailassagarsuri Gyanmandir કાપડીયા માતીચંદ્ર ગીરધરલાલ ( સેાલીસીટર ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36