Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવા પ્રકારની વસ્તુસ્થિતિ એઇનેજ ચિદ્યાનદજી મહારાજ ગાઇ ગયા છે ૐ એક દિવસ ફર કૃતન્ત આવીને તને અચાનક ગળેથી પકડશે અને તારી વસ્તુએ છેાડી દઇને તારે ચાલ્યા જવું પડશે. જેમ પાકેલ પાંદડુ વૃક્ષપરથી ખરી પડે છે તેમ તુ જીવનવૃક્ષથી ખરી પડીશ. આ પ્રમાણે મરણુ ગમે ત્યારે વહેલુ મેડુ' જરૂર આવનાર છે એ વાત નિર્ણયાત્મક હોવાથી આ જીવનયાત્રા સફળ થાય તાજ વ્યાજબી ગણાય, અનેક પ્રકારની ઉત્તમ જોગવાદથી ભરપૂર મનુષ્ય. જીવન નકામું ચાલ્યું જાય તે ઘણું ખોટું થયું ગણાય. એ જીવન સફળ કરવા માટે જીવનનું લક્ષ્યાન શું છે તે નિર્ણય કરવો જોઇએ અને એને પ્રાપ્ત કર વાનાં સાધનો સ્મેકડાં કરવાં જોઇએ અને સાધના મળ્યા પછી તેની પછવાડે પૂરતા પ્રયાસથી મડ્યા રહેવુ જોઈએ. ત્યારે આ જીવનનું સાધ્ય શું છે ? તે વિચારીએ. ‘અજાન' પ્રાણીએને તે ખાવા પીવાની વસ્તુએ મેળવવી, ધન સંચય કરવા, પુત્ર પુત્રાદ્ધિ પરિવાર વધારવા અને સાચી ખેટી રીતે પેાતાના નાના વર્તુળમાં પે!તાની માન પ્રતિષ્ઠા વધારવી એમાં જીવનનું સાધ્ય હું ય છે. આપણે ઉપર જોઇ ગયા છીએ કે એ ગલિક વસ્તુએ સગાસ્નેહિએ પરવાર અને કી સર્વ ક્ષણુસ્થાયી છે અને એવા પ્રકારનુ સાધ્ય કરનારને-તેની ખાતર જીવન પ્રવાહને નકામે વહાવી દેનારને ચિદ્યાનદજી મહારાજ ‘અજાણ' ની સંજ્ઞાથી વાસ્તવિક રીતે એલાવે છે, આવા સાધ્યની શોધમાં ફરનારને ભૂલ પડી ભમના૨ની સાથે તેમણે બહુ યોગ્ય રીતે સરખાવેલ છે અને એવા સાધ્યને ‘ આળપ’ પાળ ’ તરીકે બહુ સ્પષ્ટ રીતે તેએએ વ્યપદેશેલ છે. ત્યારે આપણુ સાધ્ય શું હાવુ જોઇએ ? આ વિચારણામાં એટલું તે સ્પષ્ટ જણાઈ આવે છે કે પ્રાણી ગમે તે પ્રકારે સુખ મેળવવા પ્રયત્ન કરેછે, એ ધન ધન્યાદિ મેળવવા વડે અથવા પ્રજા વધારવા વડે સ્થૂળ સુખ મેળવવા ઈચ્છા રાખે છે, પણ એને વાસ્તવિક સુખને ખ્યાલ નહાવાથી ક્ષણિક સુખ અને તે પણ માત્ર તેની માન્યતામાં રહેલા સુખની શેષમાં અને તેની પ્રાપ્તિમાં આનંદ માને છે અને તેને પરિણામે થાય છે એમ કે જ્યારે તેને અપ્રાપ્ત વિષયે પ્રાપ્ત થાય છે ત્યારે તેને સુખ થવાને બદલે ઉપાધિ થાય છે. છતાં એથી વિશિષ્ટ સુખ હોઇ શકે છે એવે! પણ તેને ખ્યાલ ન હેાવાથી ચેડા ધન સંચયથી. પુત્ર પરિવારથી કે સ્થૂળ માન પ્રતિષ્ઠાથી તે પેાતાની જાતને સુખી સમજે છે અને ઉંધા પાયા ઉપર મ`ડાયેલા વ્યવહારમાં વર્તનારા લેાકેા પણ તેને સુખી માને છે, પરંતુ આ વ્યવહારથી સુખી લાગતા માણુસેનાં અંતઃકરણે જઈને તપાસ્યા હોય તે ત્યાં કેવુ' અધકારમય ધમાધમનું સરૂપ જણાય છે તે અવલે!કન કરવા લાયક ખાખત થઈ પડે. તેના મનમાં વનક અતૃપ્ત ઇચ્છાએ, તૃપ્ત ઈચ્છાઓને અગે થયેલી ઉપાધિએ અને ગભંડ ગોટા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36