________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક હૃદયદ્રાવક સંધ્યા.
૩૪૩ ના વિષયમાં આજ માસિકમાં જે વિચારે અગાઉ કર્યા હતા તે તાજા થયા અને ભાસ થયે કે ધનની પ્રવૃત્તિ તે સાધ્ય કે અર્થ વગરની છે. કીર્તિ ખાતર પ્રવૃત્તિ કરવી તે પણ તેટલે અંશે ત્યાજ્ય છે, કારણ કે તે માનકષાયને વિભાગ હોવાથી દિગળિક છે અને નામ તે કોઇનું અમર રહેવાનું નથી અને કહ્યું નથી. ત્યાર પછી આ બધી ધમાધમ શાને માટે? કેમને અર્થે ? એને અંગે બહુ બહુ વિચાર થતાં છેવટે ચિદાનંદજી મહારાજના “ આળ પંપાળ” શબ્દ ઉપર સ્થિરતા થતાં મનમાં નિર્ણય થશે કે ખરેખર વર્તમાન સર્વ પ્રવૃત્તિ ખાલી આળ પંપાળજ છે; ચેતનજીને અનાદિ કાળથી પિગળિક વસ્તુઓ પર પ્રેમ થયો છે તેનો એક વિભાગ છે અને સ્વતઃ વિભાવ દશા હોઈ અધપાત કરાવનાર છે.
આ પ્રમાણે વસ્તુ સ્થિતિ હોવાથી હવે આત્મિક અને પિગલિક વસ્તુઓ વચ્ચેનો સંબંધ વિચારપથમાં આવતે ગયે. વિચારતાં એમ જણાયું કે આ જીવનને સવાલ અતિ વિકટ છે, એને નિર્ણય કરવામાં અનેક વિદ્વાને ગોથાં ખાઈ ગયા છે અને પુદગળ આસક્તિને લીધે તેનું ત્યાજ્ય સ્વરૂપ સમજાયા પછી પણું ઘણું ખરા તેને ત્યાગ કરી શક્યા નથી. તેટલામાટે અધ્યાત્મજ્ઞાની મહારાજ કહે છે, કે હે ચેતન ! તું આમ અજ્ઞાનીની માફક ભૂલા પડીને કયાં રખડ્યા કરે છે? તું જરા વિચાર તે કર અને તારા પિતાના માર્ગનું અવલોકન તે કર. તું સમજુ થઈને આ પ્રમાણે અજાણ્યાની માફક કયાં રખડ્યા કરે છે અને માગભ્રષ્ટ પથિકની પેઠે વિમાગે કયાં ગમન કરે છે? તેઓ આગળ કહે છે કે આ સર્વે આળ પંપાળા છેડી દઈને તું અનુભવ રસનું પાન કરે અને પછી તું તેની મજા જો કે તને એમાં કે આનંદ પડે છે. તું કદાચ કેટલીક ઉપર ઉપરથી ધર્મક્રિયા પણ કરતે હઈશ, પણ તે સાધ્યવગરની અથવા પિદુગલિક હશે તેથી તને કાંઈ ખાસ લાભ થયો નથી. તું તેટલા માટે અનુભવ કરે અને વસ્તુ સ્વરૂપ ઓળખ. અનુભવ શું છે અને વસ્તુ સ્વરૂપ કેવી રીતે ઓળખાય તે વિષે આપણે અહીં બહુ સંક્ષેપમાં વિચાર કરીએ. આ સંબંધમાં વિસ્તારથી વિચાર અન્યત્ર કર્યો છે જે ચેડા વખતમાં છપાઈને બહાર પડશે.
અનુભવ એ જ્ઞાનનું ચર્વણ છે. વસ્તુત વિચાર અને નિદિધ્યાસનથી મનમાં જે વિશ્રાંતિ થાય તે રસાસ્વાદને અનુભવ કહે છે. બનારસીદાસે શ્રી સમયસાર નાટકમાં અનુભવનું આ પ્રમાણે લક્ષણ આપ્યું છે. ઘણી ખરી વખત આપણે વસ્તુ સ્વરૂપ સમજવાનો યત્ન કરતાં ઉપર ઉપરથી જઈ જઈએ છીએ અને સમજીએ છીએ કે આપણને વહુ સ્વરૂપને બોધ થયેઃ આ પ્રતિભાસ જ્ઞાન છે.
૧ આનંદધનજીના પદોની ઉપધાન હાલ છપાય છે. તે બુક છે. વખતમાં બાર
For Private And Personal Use Only