Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક હૃદયદ્રાવક સંધ્યા. આ પ્રસંગે વિચાર કરીએ. પદ નીચે પ્રમાણે હતું જે વાંચવાથીજ એમાં રહેલા ગંભિર આશયને ખ્યાલ આવશે. ભૂ ભમત કહા બે અજાન, ભૂ ભમત આલ પંપાલ સકલ તજ મૂરખ, કર અનુભવ રસ પાન, ભૂ ભમત ૧ આય કૃતાંત ગહેગે એક દિન, હરિ મૃગ જેમ અચાનક હેય તન ધનથી તું ત્યારે, જેમ પાકે તરૂ પાન. ભૂ ભમત૮ ૨ માત તાત તરૂણ સુત સેંતી. ગજ ન સરત નિદાન; ચિદાનંદ એ વચન હમારે, ઘર રાખે યારે કાન ભૂ ભમત૩ ચિદાનંદજી મહારાજના આ કાનમાં ધારણ કરી રાખવા એગ્ય વચનપર બહુ બહુ વિચાર આવ્યા અને ખરેખર જે લયથી એ પદને ગાઈ તેના ભાવપર વિચાર કરે છે તેને અનેક રીતે વિચારમાં ગરકાવ કરી દે તેવી તેમાં ભાવના સ્પષ્ટ રીતે માલૂમ પડી આવે છે. સાદી ભાષામાં બધા સામાન્ય પંક્તિના અધિકારીઓ પણું સમજી શકે એવા એ પદને અંતર આશય તે રાત્રિએ કરેલા વિચાર અનુસાર અને ત્યાર પછી તેને અનુસરે વિકસ્વર કરેલા વિચારો પ્રમાણે અહીં વિચારીએ. ચિદાનંદજી મહારાજ આ ચેતનને કહે છે કે, હું પ્રાણી ! તું અજાણ્યા માણસની પઠે ક્યાં રખડતો ફરે છે? જેમ અમુક દેશ કે શહેરમાં આપણે જવું હોય પણ તેને રસ્તે જાણતાં ન ઈએ તે રસ્તામાં ફાં મારવાં પડે છે તેમ અજાણ્યા માણસની પેઠે હે ચેતન ! તું કયાં રખડવા કરે છે? આટલા ઉપરથી જ વિચાર થાય છે કે આપણે ભૂલા ભમીએ છીએ એ વાત ખરી કે નહિ? આપણે સવારથી ઉઠીને રાત સુધી અનેક કાર્યો કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, નિહાર કરીએ છીએ, વ્યાપાર કરીએ છીએ, ધન એકઠું કરીએ છીએ, પહેરીએ છીએ, એકીએ છીએ અને બીજી અનેક અનેક કાર્યો આખો દિવસ કરીએ છીએ. યંત્રની માફક એક મિનિટ પણ નવરા પડતા નથી, અનેક ધમાધમે કરીએ છીએ, એક ધમાધમ જરા ઓછી થવા માંડે તો બીજી ચાર પ્રવૃત્તિ શરૂ કરી દઈએ છીએ. પરંતુ એ કઈ કામ કરતાં આપણે ભૂલા પડયા છીએ, રસ્તે શેધતા હોઈએ અને જડે નહિ ત્યારે ગભરાઈ જતા હોઈએ એવું કદિ લાગતું નથી. આપણે તે જાણે સર્વ કામ એ આપણું પિતાના હોય અને આપણે એ સર્વ સાથે તારા સંબંધ હોય એવું ધારીને જ કરતા હોઇએ તેમ લાગે છે. એમનું કેઇ પણ કાર્ય કરતાં આપણને કદિ એમ તે લાગતું જ નથી કે આપણી કેઈ વસ્તુ એવાઈ ગઈ છે અને તે શોધવાને આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ તે રાડ પણ ન હ ! ની નથી, અથવા આપ દલિત નગરે જ નાગ : For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36