________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાના રાસ ઉપરથી નીકળતા સાર.
દેશ તરફ જવા રજા આપી. તેઓ પણ બધા સ્વદેશ તરફ રવાને થઇ ગયા અને પાંચ જ વિમળાપુરીમાં કેરીની સ્થિતિમાં રહ્યા. સતા પોતાના પાપને પસ્તા કરવા લાગ્યા.
- હવે અંદરાજાની શેને માટે રાજાએ તજવીજ કરવા માંડી. એક મોટી દાનશાળા મંડાવી અને ત્યાં બહાર ગામથી જે આવે તેને અન્ન વસ્ત્રાદિ આપવા માટે પ્રેમલાલચ્છીને તેની અધિકારિણી બનાવી. રાજાએ સૂચવ્યું કે-“જે કોઈ પરદેશી ન આવે તેને તારે આભાનગરીની ખબર પુછવી ને જો કઈ ખબર આપે તે તારે મને ખબર કરવા.” ત્યારથી પ્રમલાલચ્છી પિતાની આજ્ઞા પ્રમાણે દાનશાળામાં રહીને દાન આપે છે અને નવા નવા પથિક આવે તેને આભાનગરીનું વૃત્તાંત પુછે છે, પરંતુ કોઈના તરફથી તેના પત્તા મળી શકતું નથી.
હવે કેવી રીતે ચંદનૃપતિના સમાચાર મળે છે અને ત્યાર પછી તેને મેળવવા માટે શું પ્રયત્ન કરવામાં આવે છે ઈત્યાદિ હકીકત હવે પછીના પ્રકરણમાં જોઈશું. હમણા તે આ પ્રકરણમાં રહસ્ય શું છે? તેને વિચાર કરીએ ને તેમાં રહેલે સારા હૃદયમાં ધારણ કરીએ.
પ્રકરણ ૧૩ માને સાર. આ પ્રકરણમાં મુખ્ય હકીકત પ્રમલાલચ્છીને માથેથી કલંક ઉતરે છે અને ખરી વાત પ્રસિદ્ધિમાં આવે છે એટલી છે. પરંતુ તેની અંદર ફર્મની સ્થિતિનું અને તેના ઉદયની વિચિત્રતાનું પ્રકટ દર્શન થાય છે. જીએ, પ્રમલાને અશુભને. ઉદય તીવ્ર થશે ત્યારે તેને પ્રાણ વિનાશ કરવા સુધી સ્થિતિ આવી પહોંચી અને તેવા અશુભને ઉદય સંપૂર્ણ થયે એટલે તે સ્થિતિ બદલાણી. ધીમે ધીમે પાછી રાજાને પ્રિય હતી તેવી જ પ્રિય થઈ પડી અને તે સંપૂર્ણ નિરપરાધી છે એમ રાજાના લક્ષમાં પણ ઉતર્યું. બીજી તરફથી સિંહલ રાજાને પરિવાર જેમાં હિંસક મંત્રી મુખ્ય સૂત્રધાર છે. તેણે પોતાની પ્રપંચબાજી એવી ખલી કે છેવટ સુધી ખરી હકીક્તની કેઈને ખબર પડવા ન દીધી. ચંદરાજાને કાઢી મુક પિતાના કુછી પુત્રને દાખલ કરતાં સુધી પણ ફાવ્યા. પ્રેમને વિષકન્યા ડરાવી અને પોતે જેવા હતા તેવા ચોખા રહ્યા. પરંતુ જ્યારે પાપને ઘડે પૂરે ભરાણા ત્યારે તે બધી વાત એકદમ વિસરાળ થઈ ગઈ. ખરી હકીકત ચોથા સચિવે પ્રગટ કરી અને રાજાને તેઓ બધા પૂરેપૂરા અપરાધી છે એમ ખાત્રી થઈ. જેને પરિણામે તેમને કેદખાનું વેઠવાનો વખત આવ્યા. જાએ પાપનું પરિણામ કેવું આવે છે. એકવાર કદિ પાપી બચી જય, ઉલટે માન સન્માન પામે પરંતુ તેનું પરિણામ તેને વૃધારે મોટી સજામાં પડવાનું ને છે. પહેલીવાર શેડી શિશમાંથી જે
For Private And Personal Use Only