________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન હતું, જેથી તે માઠા પરિણામે મરીને નરકમાં ગયે હતું. ત્યાં (નરકમાં) મહા કદર્થના સહન કરવી પડે છે તેથી તેને પોતાના સ્વછંદ આચરણ માટે બહુજ બેદ ઉપજવા લાગ્યો પણ એથી વળે શું? ઝરી ખુરીને પણ નરકની શિક્ષા ભેગવવી તે પડે, એમાં કશું ચાલે જ નહિ. આ વાત સહુ કોઈને એક સરખી રીતે લાગુ પડે એવી છે. તેથી પાણી પહેલાંજ પાળ બાંધવા જેવી અગમચેતી વાપરી સ્વ પર હિત સાધન વડે શાસ્ત્રોક્ત દશ દૃષ્ટાંત દુર્લભ માનવભવ સફળ કરી લેવા ચૂકવું નહિ, જેથી પાછળથી પસ્તાવો કરે પડે નહિ.
- રાગ દ્વેષ અને મહાદિક સર્વ વિકારોથી સર્વથા રહિત વીતરાગ પરમાત્મા હોય છે. તેમનાં પરમ હિતકર વચન એજ આગમ વચન છે. એ આગમ આપણને સત્ય માર્ગ બતાવે છે. એ મુજબ ચાલવાથી આપણે માનવ ભવ સફળ જ થાય છે.
ઇતિમ
चंदराजाना रास उपरथी नीकळतो सार.
અનુસંધાન પૃષ્ઠ ૨૮૯ થી.
પ્રકરણ ૧૩ મું. પ્રેમલાલી તેના પિતાને કહે છે કે “હે પિતાજી ! પ્રથમ અસંભવિત વાર્તા છે અને વળી આપ સરખા વડીલની પાસે મારા જેવી બાળાએ કહેવી તે લાજ આવે તેવી છે, પરંતુ અત્યારે લજજાથી કાર્યનો વિનાશ થાય તેમ હોવાથી કહેવી પડે છે. હે તાત ! આપે મને જે વર સાથે પરણાવી છે તે આ વર નથી. તે તે આભા નગરીને ધણી ચંદ નામે રાજા છે. આ દુષ્ટ તે તેની પાસે તૃણ તુલ્ય છે. મારા પતિ વીરસેન રાજાના પુત્ર છે. આ વાત આપ એક્સ ધ્યાનમાં છે. એમાં કોઈ પણ સંદેહ કરવા યોગ્ય નથી. આ હકીકત જે ખોટી પડે તે ચોરના ચાય પ્રમાણે મારે ન્યાય કરજે. હું પ્રતિજ્ઞાથી બંધાઉં છું.”
સુબુદ્ધિ મંત્રીએ પૂછયું કે-“હે રાજપુત્રી ! તે શી રીતે જાણ્યું કે તારા પતિ આભા ધણી ચંદ નરેશ છે? તે હકીકત સ્પષ્ટ રીતે તારા પિતા પાસે પ્રકટ કર.”
પ્રેમલા બલી કે-“હે પિતાજી ! પણ ગ્રહણ કિયા થઈ રહ્યા પછી અમે સોગઠાબાજી રમવા બેઠા ત્યારે તે બેલ્યા કે-“બાજી રમવાના સુંદર પાસા તે આભાપુરીને પતિ ચંદરાજાને ત્યાં છે તે જે અહીં કોઈ લાવી આપે તે રમવામાં આનંદ આવે.” મારા પતિના આવા અસંબંધ વચન સાંભળી મેં વિચાર્યું કે- આ શું કહે છે ? આભાનગરી તે પૂર્વ દિશાએ છે ને તે પશ્ચિમ દિશાથી
For Private And Personal Use Only