________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
જે ધર્મ પ્રકાશ.
વિચારીને કરવું એ ગ્ય છે કે જેથી આપનો યશ વધે અને પાછળ પશ્ચાત્તાપ ન થાય. આથી વધારે હવે મારે કાંઈ કહેવાનું નથી. ”
પ્રેમલાલછી આ પ્રમાણે કહી રહી એટલે સુબુદ્ધિ મંત્રીએ રાજા પ્રત્યે કહ્યું કે “હે સ્વામી ! રાજપુત્રીની હકીકત બધી મને તે સાચી લાગે છે. આ કેઢી તે તેને વર નથી એ નિશ્ચય છે. માટે હવે આપ પ્રેમલાને આપણે ત્યાં રાખે અને આભાનગરીએ શોધ કરવા માણસ મોકલે. ત્યાં ચંદરાજા છે? અને તે પરણી ગયેલ છે કે શી રીતે છે? આ વાતની તજવીજ કરાવતાં ખરી હકીકત જાહેરમાં આવશે અને પ્રભુ કરશે તે બધાં સારાં વાનાં થશે. હવે આ પુત્રીને હવી તે તે ઘટિતજ નથી, કેમકે પછી સત્ય જાહેરમાં આવે તે પણ નકામું છે માટે હાલ એની શિક્ષા મુલતવી રખાવે.”
રાજા બોલે કે-“મને પણ પુત્રીની વાત સાંભળતાં કાંઈક તર્કટ થયું હોય એમ ભાસ થાય છે, તે હમ એને તમારે ત્યાં રખો. આપણે પાકી તજવીજ કરશું એટલે સત્ય હશે તે તરી આવશે.”
મંત્રીએ રાજાનું વચન કબુલ કર્યું અને રાજપુત્રીને પિતાને ત્યાં લઈ ગયે. જેને દૈવ રાખે તેને વાંકે વાળ કરવાને કેાઈ સમર્થ નથી. મંત્રીએ રાજપુત્રીને બેસાડી જમાડીને શાંત કરી. પછી કહ્યું કે-“ તું લગારે ચિંતા કરીશ નહી, હવે અશુભ પળ ગઈ છે; હું પ્રયાસ કરીને તારા પતિને મેળવી આપીશ, નળી તારા પિતા પણ કાલે તારા પર પ્રસન્ન થશે. તે તરફની ચિંતા પણ કરીશ નહીં.” આ પ્રમાણે ધીરજ આપવાથી રાજપુત્રી મંત્રીને ત્યાં શાંત થઈને રહી.
સાધ્યા સમયે સૂર્ય અસ્ત થયે, સંધ્યા ખીલી. તે અવસરે દરરોજના નિયમ પ્રમાણે રાજા રાજસભા ભરીને બેઠે. મંત્રી પણ હાજર થા. પછી અવસર જોઈ સભા સમક્ષ ઉભા થઈને તેણે મકરવજ રાજને અરજ કરી કે- “હું સવામી ! આપણે જે ચાર સચિને સિંહલપુર મેકલ્યા હતા તેને તેડાવીને પુછે. તેમણે સિંહલ રાજાના પુત્રને જોયેલ હશે. તેઓ જે વાત ખરી હશે તે કહેશે. હાથમાં રહેલા કંકણને જોવા માટે આદર્શની શી જરૂર છે?”
રાજાને યુક્તિ પસંદ આવી એટલે કહ્યું કે–ખરી વાત છે, તેઓને જલદી લાવી મંગાવે, તેનાથી આપણને સાચી હકીકતની ખબર પડી શકશે.” રાજાને હુકમ થતાંજ મંત્રીએ તે ચારેને બોલાવી મંગાવ્યા. તેઓ પણ તરતજ હાજર થયા એટલે રાજાએ તેમને કહ્યું કે-“ અરે સચિવે ! તમે સિંહલપુરી જે પુત્રીને રિવાન્ડ મેળવવા ગયા હતા, તે ત્યાં જઈને વરને જે ને કે છેરાજુ મરી હેય તેજ કહે, કિ ચિત્ પણ અસત્ય ન કહેશે. અને
For Private And Personal Use Only