Book Title: Jain Dharm Prakash 1906 Pustak 022 Ank 01 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. તરિકે વિખ્યાત છે. અમદાવાદ શહેર વસતાં પાટણની મંદ સ્થિતિ થઈ હતી પરંતુ તે શહેરના નિવાસી શ્રાવકભાઈઓ મુંબઈ વિગેરે શહેરોમાં જઈ વેપારધંધે વળગવાથી હાલમાં તેની સ્થિતિ ફેરવાઈ ગયેલી છે. ઘણા જૈન બંધુઓ પરદેશથી કમાઈ લાવી ત્યાં શુભ નિમિત્તમાં ઉજમણુ, મહાપૂજા, સંઘ ભક્તિ, સ્વામીવા લ્ય, તીર્થયાત્રા વિગેરેમાં દ્રવ્યને વ્યય કરે છે તેથી જૈનધર્મની ઉન્નતિ દશ્યમાન થયા કરે છે. આ શહેરની પ્રાચીનતાનું વર્ણન રીસેપ્શન કમીટીના પ્રમુખના ભાષણની અંદર બહુ સારી રીતે કરેલું છે. અહીં ઘણા ધુરંધર આચાર્યો અને વિમળશાહ તથા વસ્તુપાળ તેજપાળ વિગેરે મંત્રીઓ અને કુમારપાળ વિગેરે રાજાઓ થઈ ગયા છે કે જેમના કરેલા શુભ કાર્યોથી વાગેલા જય પટનો ગુંદર ધ્વની હજુ પણ કોચર થયા કરે છે. આ શહેરના જૈન વર્ગના આગેવાનો શેઠ પૂનમચંદ કરમચંદ કેટાવાળા અને નગરશેઠ હેમચંદ વસ્તાચંદ વિગેરેએ વડોદરામાં ચાર્ય શ્રી કમળવિજયજી મહારાજની સમક્ષ ત્રીજી કોન્ફરન્સના પ્રસંગ ઉપર આમંત્રણ કરેલું હતું. તદનુસાર: અહીં રોથી કોનફરન્સ મળી હતી. તે મેળાવડા ભાવવાને માટે પાટણના શ્રી સંઘે અત્યંત પ્રયાસ કર્યો છે. તેનું સર્વશ: વર્ણન કરતાં બહુ લંબાણ થઈ જાય તેથી સંક્ષેપમાં જ અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. પાટણ શહેરને બાર દરવાજા છે, તે પૈકી ટેશન તરફના દરવાજાની નજદીકમાં શેઠ પુનમચંદ કરમચંદની જમીનમાં કફ ન્સ માટે મંડપ કરવામાં આવ્યો હતો. તેની લંબાઈ ફુટ ૧૯૦ અને પહોળાઇ yટ ૧૮૦ હતી. અંદર સ્ટેજ વિગેરેની ગોઠવણ બહુ સુંદર કરવામાં આવી હતી. વક્તાઓને માટે મધ્યમાં એક રટેજ કરવામાં આવ્યું હતું. સ્ત્રીવર્ગ માટે મુખ્ય સ્ટેજની ઉપર ડાબી બાજુએ આડા ચક નાખીને બેઠક ગોઠવવામાં આવી હતી. તિમાં સુમારે ૫૦૦ ખુરશીઓ હતી કે જે સીસમુદાયથી ભરાઈ જતી હતી. વક્તાના ટેજની પાસે રીપોર્ટરોને માટે એક ગોઠવવામાં For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38