________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીર પ્રભુની સ્તુતિ દ્વારા શુદ્ધ શ્રદ્ધાને ઉલ્લા, ૨૦ વિવેચન કરવાની હતી પરંતુ તેટલો વખત મળી શક્યો નહોતે.
મંગળવારની રાત્રે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા તરફથી શેઠ વીરચંદભાઈ દીપચંદને માનપત્ર આપવાનો મેળાવડે કરવામાં આવ્યો હતો. તે પ્રસંગે પાટણના સંઘના આગેવાનોએ મળીને રડવા કુટવાના સંબંધમાં કેટલાએક ઠરાવો કર્યા હતા.
ઉપર પ્રમાણેનાં કાર્ય કરીને શ્રી પાટણ પધારેલા પ્રતિનિધિઓ તથા વીઝીટરે પોતપોતાના શેહેરે તરફ અનુકુળતા પ્રમાણે રવાને થયા હતા, જેનો બહોળે ભાગ શ્રી ભાયણી, શંખેશ્વર, આબુજી, તારંગાઇ, કેશરીઆઇ, ગિરનારજી અને સિદ્ધાચળજી વિગેરે તીર્થોની યાત્રાને લાભ લેવા માટે ગયે હતો. કોન્ફરન્સના મેળાવડાને અંગે આ પણ એક લાભનો વિષય છે.
શ્રી વીરપ્રભુની સ્તુતિદ્વામાં શુદ્ધ શ્રદ્ધાના ઉગારે.
લેખક રસન્મિત્ર પરવિજય. વિરજિણુંદ જગત ઉપગારી, મિથ્યા ઘામ નિવારીજી; દેશના અમૃત ધારા વરષી, પર પરિણતિ સવી વારીજી. વીર. ૧
ચરમતીર્થકર શ્રી મહાવીર પ્રભુ પૂર્વ તીર્થંકરની પેરે દેશના (ઉપદેશ) રૂ૫ અમૃતવૃષ્ટિથી ભવ્ય જીવોનો મિથ્યા તાપ નીવારવા પૂર્વક પરિણતિ સુધારવા સમર્થ હોવાથી જગતજતના મહા ઉપગારી નીવડ્યા છે. તે વીર પ્રભુને ત્રિવિધ નમસ્કાર હો! પંચમઆરે જેહનું શાસન, દેય હજારને ચાર; યુગપ્રધાન સૂરીશ્વર વિશે, વિહિત મુનિ આધાર છે. વીર. ૨
ચોથા આરાના ૩ વર્ષ અને ૮ માસ થાકતા શ્રમણભગવંત શ્રી મહાવીર મેશ સધાવ્યા. તેટલો કાળ ગયે છતે પાંચમો આરો પ્રવર્યો. પાંચમે આ ર૧૦૦૦ વર્ષ પ્રમાણ છે. તેના છેડા સુધી શ્રી વીરશાસન જયવંતું કહ્યું છે. તેમાં ૨૦૦૪ સૂરીશ્વર–આચાર્યો યુગપ્રધાન-સર્વોત્તમ-સાતિશય રત્નત્રયી ધારક થશે. તેઓ અનેક સુવિહિત-સુચરિત્ર સંત સુસાધુજનોને આધારભૂત થશે. ઉત્તમ આચારજ મુનિ અો, શ્રાવક શ્રાવિકા અજી;
For Private And Personal Use Only