Book Title: Jain Dharm Prakash 1906 Pustak 022 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાથી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ આ સર્વસ શહેરના મધ્ય ભાગમાં થઈને શ્રી પંચાસરા પાર્શ્વનાથજીના મંદિર સુધી ગયું હતું. ત્યાં પ્રમુખ સાહેબ વિગેરેએ ગાડીમાંથી ઉતરીને દર્શન કર્યા હતા અને ચિત્યવંદન કર્યા બાદ પાછા ઉતારે જવા માટે ગાડીમાં બેઠા હતા. તે વખતે વોલંટીચરોએ ગાડીના ઘોડા છેડી નાખ્યા હતા અને તેઓએ જાતે ગાડી ઘસી હતી, આ વખતને દેખાવ ઓર જ હત; આ કાંઈ ખાસ પ્રમુખ સાહેબને માન અપાતું હતું એમ નહતું પરંતુ શાસન પ્રત્યેની અંત:કરણની ઉછળી રહેલી ભક્તિનું પરિણામ હતું. થોડા વખત સુધી એ પ્રમાણે ચલાવ્યા બાદ પ્રમુખ સાહેબે આગ્રહ કરીને ઘોડા ડાવ્યા હતા. માર્ગમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળામાં અભ્યાસ કરતી કન્યાઓએ પ્રમુખસાહેબને પુષ્પ અક્ષતાદિથી વધાવી તિલક કરીને હાર પહેરાવ્યા હતા. પ્રમુખસાહેબને બાબુ અમીચંદ પનાલાલના બંગલામાં ઉતારે આપવામાં “આ હતો. ત્યાં પહોચ્યા બાદ લોકો વીખરાયા હતા. વદ ૦)) થી દરેક ટ્રેનમાં સંખ્યાબંધ ડેલીગેટ ને વીઝીટ આવવા લાગ્યા હતા. શુદ ૨ સુધીમાં સુમારે ત્રણહજાર ડેલીગેટ ને વીઝીટો આવ્યા હતા. કેન્ફરન્સ મંડપની અંદર એવી રે યુલર બેઠક ગોઠવવામાં આવી હતી કે પિત પિતાની બેઠક લેવાના સંબંધમાં એકપણ સવાલ ઉભે થયો નહોતો; સા શાંતવૃત્તિથી પિતા પોતાને પ્રથમથી મળેલી ટીકીટના નંબર પ્રમાણે બેઠક લેતું હતું. શહેરે-શહેર અને ગામેગામના સંઘ તરફથી ચુંટાઈને આવેલા ડેલીગેટોને પ્રથમથી જ કમસર નંબરવાર ટીકીટે મોકલવામાં આવેલી હોવાથી કોઈ પણ પ્રકારને ગુંચવાડો ઉભો થો નહોતો. ફી પણ પ્રથમથી એકલવાનો નિયમ કરેલ હોવાથી તે વિષયમાં પણ સગવડ થઈ હતી. રેલવે તરફ અરધી ફી લેવાને માટે પ્રથમથી અરજી કરવામાં આવી હતી, તેને બી. જી. જે. પી. તથા મોરબી રેલવે તરફથી રવીકાર કરવામાં આવ્યો હતો, તેટલા ઉપરથી ચીફ સેક્રેટરીની સહીવાળા છાપેલા કન્સેશન પાસ દરેક ડેલીગેટને તેમજ વીઝીટરને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38