Book Title: Jain Darshan Paribhasha Kosh Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani Publisher: Ajit Ravani View full book textPage 6
________________ હું જન્મ, કર્મ અને માન્યતાએ જૈન નથી. છતાં જૈન ધર્મતત્ત્વ દર્શનના આ કોશનો ઉપોદ્ઘાત લખવાનું મને નિમંત્રણ આપવા માટે હું શ્રી અજિતભાઇ અને શ્રી અનંતભાઇ રવાણીનો આતઃકરણપૂર્વક આભાર માનું છું. મારા તરફના સ્નેહાદરને વશ થઇને આ કામ માટે મારી અપત્તિતાની વિનંતીઓનો તેમણે અસ્વીકાર કર્યો એ માટે હું એમનો ઋણી છું., આ કાર્યમાં મારી પાત્રતા કરતાં એમનું સૌજન્ય વિશેષ છે. હું વિનીતભાવે આ ગ્રંથના પ્રણયનમાં નિમિત્તરૂપ બનેલા સૌ કોઇને વંદન કરું છું. આ ઉપોદ્યાત લખવા માટે, આ ગ્રંથમાંથી પસાર થતાં હું જે કાંઇ પામ્યો છું તેને સદ્ભાગી લબ્ધિ સમજું છું. સંપાદકનો પરિચય શ્રી તારાચંદભાઇ માણેકચંદભાઇ રવાણીનો જન્મ ૧૯૧૫ માં મોટા આંકડીયામાં (જિ. અમરેલી, ગુજરાત) થયેલ અને દેહવિલય ૨૦૦૩માં સુઅલમાં (ન્યુ જર્સી, યુ.એસ.એ.) થયેલ. તેઓનું જીવન ખુબ સાદગી ભર્યું અને આદર્શવાદી હતું. અમરેલી બોર્ડિગમાં રહી છ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ૧૯૪૦ થી ૧૯૮૨ સુધી પુસ્તક પ્રકાશક અને વિક્રેતા તરીકે કામ કર્યું હતું. ૧૯૫૩માં અમદાવાદમાં રવાણી પ્રકાશન ગૃહની સ્થાપના કરી. ૧૯૮૨માં અમેરિકા આવ્યા પછી પુસ્તક વ્યવસાય બંધ કર્યો. અમેરિકામાં નિવૃતિ સમયે તેમની ધર્મ પ્રત્યેની સહજ આંતરિક પ્રેરણાથી ૨૦ વર્ષ જેટલા સમયમાં જૈનદર્શન જ્ઞાન શબ્દકોશનું (જૈનદર્શન જ્ઞાનકોશનું) સંપાદન કર્યું. પૂજ્ય ગુરૂદેવ શ્રી કાનજીસ્વામીના આધ્યાત્મ ગ્રંથો જેવાકે સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તીકાય, અષ્ટપાહુડ વિ. ઉપરના વિવેચનોનો તથા અન્ય આધ્યાત્મિક ગ્રંથો તેમજ પારિભાષિક શબ્દકોષોનો અભ્યાસ કરેલો. કોઇપણ નવો કે અઘરો શબ્દ આવે તેનો અર્થ શબ્દશઃ ઉતારી લેતા. ડૉ.નરેશ વેદ પૂર્વકુલપતિ, ગુજરાત યુનિવર્સિટી, અને ભાવનગર યુનિવર્સિટી, કદંબ બંગલો, ૩૫, પ્રોફેસર સોસાયટી, મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1117