Book Title: Jain Darshan Author(s): Zaverilal V Kothari Publisher: University Granth Nirman Board View full book textPage 6
________________ પરામર્શક તરીકે સેવા ઉપલબ્ધ થઈ એ આ ગ્રંથ માટે ગૌરવની વાત સમજુ છું અને જૈનદર્શન” લેખનમાં મળેલ તેમના ઉપયોગી અને કિંમતી સલાહસૂચને અને માર્ગદર્શન બદલ તેમના પ્રત્યે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદના સંસ્કૃતના રિડર, મારે સહદયી મિત્ર અને વિદ્વાન પ્રાધ્યાપક ડો. નગીન શાહ પ્રતિ મને જોઈતાં પુસ્તકે સુલભ બનાવવા બદલ અને અન્ય રીતે પણ સહાયભૂત થવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવાની તક ઝડપુ છું. તદુપરાંત, હ. કા. આર્ટસ કૉલેજ-અમદાવાદના તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને મારા સહૃદયી મિત્ર શ્રી દામુભાઈ ગાંધીએ આ પુસ્તક-લેખનમાં અંગત રસ દાખવી તેની વાંચન -સામગ્રી ઉપલબ્ધ કરવામાં સહાય કરવા બદલ તેમના પ્રતિ પણ આભારની લાગણું વ્યક્ત કર્યા સિવાય રહી શકતો નથી. અંતમાં, આ પુસ્તકની અંતિમ નકલ તૈયાર કરવામાં સહાયભૂત થનાર મારી જીવનસંગિની શ્રીમતી કનકતારા કોઠારીને શે વિસરાય ? ગૂજરાત કોલેજ-અમદાવાદથી બહાઉદ્દીન કોલેજજૂનાગઢમાં બદલી થવાને લીધે આ ગ્રંથ-લેખન કાર્ય થડા સમય માટે ખોરંભે ૫ડયું અને પરિણામે તેના પ્રાકટયમાં વિલંબ થતાં વિદ્યાર્થીમિત્રો અને પ્રાધ્યાપક -મિત્રોને રાહ જોવી પડી એ બદલ ક્ષમા યાચુ છું. અંતમાં, આ ગ્રંથ વિદ્યાર્થી મિત્રો, પ્રાધ્યાપકમિત્રો અને જૈન તત્વજ્ઞાનના જિજ્ઞાસુ જનસમુદાયને કોઈપણ રીતે ઉપયોગી નીવડશે તો આ ગ્રંથ લેખનને હેતુ સાર્થક થશે એમ માની વિરમું છું. ૨૩-૪-૧૯૮૪ ઝવેરીલાલ વિ. જેઠારી ચિંતન ૫૫/૩૩૨ સરસ્વતીનગર અમદાવાદ-૩૮૦૦૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 202