Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 5
________________ આત્માદગાર અનેક સ્ત્રોતોના સંગમસમી અને જીવંતતાની આગવી લાક્ષણિકતા માટે સુવિખ્યાત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી દષ્ટિગોચર થતી બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાઓમાંથી આ ગ્રંથ શ્રમણ પરંપરાની અંતર્ગત જૈનદર્શનને પરિચય આપવાનો નમ્ર પ્રયાસ છે. આ ગ્રંથના છે વિભાગ–પ્રકરણો જૈન ઈતિહાસ, તત્ત્વવિજ્ઞાન, તર્કશાસ્ત્ર, જ્ઞાનમીમાંસા, મને વિજ્ઞાન અને નીતિશાસ્ત્ર હેઠળ જૈનદર્શનના વિવિધ વિષયોને આવરી લે છે અને અન્ય ભારતીય દર્શનના પરિપ્રેક્ષમાં તેમની ચર્ચાવિચારણા કરે છે. આથી આ ગ્રંથ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકમિત્રો ઉપરાંત જિજ્ઞાસુ જૈન-જૈનેતર સામાન્ય જનસમુદાય માટે પણ રસપ્રદ અને ઉપયોગી નીવડશે એવી આશા છે–શ્રદ્ધા છે. જૈનદર્શન” લેખન સંદર્ભમાં એક વાતનો ઉલ્લેખને પ્રસ્તુત માનું છું. વર્ષો પૂર્વે મદ્રાસ યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને પ્રાધ્યાપક ડે. ટી. એમ. પી. મહાદેવન હેઠળ તેમના દ્વારા સૂચવાયેલ “Jaina Theory of Reality” વિષય પર રિસર્ચ સ્કોલર તરીકે કાર્ય કરતાં કરતાં જૈન પરિવારનાં સંસ્કારમાં ઉછરેલ એવા મારામાં જૈનદર્શન પ્રતિ સવિશેષ અભિરુચિ કેળવાઈ અને તેના પરિપાકરૂ છે ગુજરાત યુનિવર્સિટી જર્નલ વિદ્યા'માં : (?) Jaina Metaphysics(1961),(2) Syadvada and Relativity (1961), 247 (3) The Jaina Doctrine of Karına and Omniscience (1978) HiH 2494124 44491 2407 All India Philosophical Conferenceril જુદીજુદી Sessionsમાં જૈનદર્શનના “પેપર્સ’ વાંચવા પ્રેરાયા. તદુપરાંત ગુજરાત તત્વજ્ઞાન પરિષદના રાજકોટ ખાતેના ૧૯૮૧ના દ્વિતીય અધિવેશનમાં “Either Omniscience Or Freedom' નામક પેપર-વાંચન કરવા પ્રેરાયો જે આ પરિષદના અભ્યાસલેખોના સંગ્રહ “ચિંતનમાં પ્રસિદ્ધ થયેલ છે. ઉપરોક્ત સંદર્ભમાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું જૈનદર્શન” લેખન માટે આમંત્રણ મળતાં મને અત્યંત ખુશી થઈ અને મેં તેને ઊલટભેર પીકાર કર્યો. જૈનદર્શન” લેખન માટે પાઠવેલ આમંત્રણ માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડને આભાર માનું છું. જૈનદર્શનના ખ્યાતનામ વિદ્વાન, અનેક જૈન ગ્રંથના લેખક અને પુના યુનિવર્સિટીના જૈનદર્શનના પ્રાધ્યાપક ડૉ. મોહનલાલ મહેતાની જૈનદર્શનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 202