Book Title: Jain Chitra Kalplata Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 8
________________ નિવેદન શ્રી જૈન પ્રાચીન સાહિત્યાદ્વાર બ્રન્થાવલિના અગિયારમા પુષ્પ તરીકે ‘જૈન ચિત્રકલ્પલતા’ નામની આ પુસ્તિકા જનતા સમક્ષ મૂકતાં મને અનહદ આનંદ થાય છે. ઇ. સ. ૧૯૩૬માં મારા તરફથી ‘જૈન ચિત્રકલ્પદ્રુમ' નામના જે બૃહદ્ ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાતની ગ્રંથસ્થ જૈનાશ્રિત કળાના બની શકતા વિસ્તૃત અને વિપુલ પરિચય આપવાના મેં પ્રયત્ન કર્યો હતો. એ પ્રયત્નને જાહેર જનતા તરફથી કેટલા ઉત્સાહપૂર્વક વધાવી લેવામાં આવ્યા હતા, તેની સાબિતી તા એ જ હકીકત બતાવી આપે છે કે મેઘી કામત હોવા છતાં પ્રસ્તુત ગ્રંથની માત્ર ગણીગાંઠી નકલા જ સિલિકમાં આજે મારી પાસે છે. એ ગ્રંથની કીમત પચીસ રૂપિયા હોવાથી સામાન્ય વર્ગ તેનો લાભ લેવાથી મેટા ભાગે વંચિત રહ્યાની મારા મિત્રા દ્વારા મને જાણ થ, અને તેથી પ્રસ્તુત ગ્રંથનાં સઘળાં જ રંગીન ચિત્રા તથા ઘેડાં ચૂંટી કાઢેલાં એકરંગી ચિત્રા, તેમજ મુખ્ય લેખેામાંથી તારવી કાઢેલા અગત્યના ભાગના રસથાળ બનાવી આ ‘જૈન ચિત્રકલ્પલતા' નામની પુસ્તિકા જાહેરમાં મૂકવા હું પ્રેરાયા છું. ઇચ્છું છું કે મારી દરેકે દરેક સાહિત્યપ્રવૃત્તિને જેવી રીતે જનતાએ અતાવી છે તેવી જ રીતે આ પ્રવૃત્તિને પણ અપનાવશે. આ ગ્રંથમાં આપવામાં આવેલાં તીર્થંકરા તથા દેવદેવીનાં ચિત્રાનો ઉપયોગ લેબલા, પોસ્ટરો અગર સીનેમા-લાઇડ માટે કરીને જે કોમની ધાર્મિક લાગણી નહિં દુખાવવા વાચકોને વિનતિ છે. અષાઢ સુદ્ર ૫ ૧૯૯૬ ૪, પારસીની ચાલ • સાબરમતી Jain Education International For Private & Personal Use Only સારાભાઈ મણિલાલ નવાબ www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 84