________________
જૈન ચિત્ર-કપલતા
૧૫ ઉપર પુસ્તક મૂકેલું છે જે ઘણું કરીને “સિદ્ધહેમ' વ્યાકરણની પ્રત હશે એમ લાગે છે. પંડિતની સામી બાજુએ ચારે વિદ્યાર્થીઓ બંને હાથમાં “સિદ્ધહેમ'નું પહેલું સુત્ર કે અન્ નમ: અક્ષરો લખેલું પત્ર લઈને અભ્યાસમાં પ્રવૃત્તિ કરતા હોય એમ લાગે છે. આ ચિત્ર પ્રત બીજ પત્ર ઉપરથી લીધેલું છે. ચિત્ર રર સિદ્ધહૈમ વ્યાકરણની હસ્તિ ઉપર સ્થાપના–ઉપર્યુક્ત મનના પત્ર ૨ ઉપર ચિત્રપ્રસંગ.
આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપર - ને જિનમંદિરના ચિત્રથી થાય છે. ડાબી બાજુએ સિદ્ધરાજ જયસિંહદેવ પોતે બંધાવેલા રાયવિહાર નામના ચૈત્યમાં શ્રી જિનેશ્વરદેવની બે હાથની અંજલિ જોડીને રસ્તુતિ કરતા દેખાય છે. જમણી બાજુએ રાજસ્તિ ઉપર મહારાજાધિરાજ ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિહદેવની સવારી હોય એમ લાગે છે. તેના ડાબા હાથમાં ખુલી તલવાર છે અને જમણું હાથમાં ‘સિદ્ધહેમ'ના પ્રતિનું એક પત્ર પકડયું હોય એમ લાગે છે. હાથીના કુંભસ્થળ ઉપર માવત જમણા હાથમાં અંકુશ લઈને બેઠેલો છે. માવતના મસ્તકની ઉપરના ભાગમાં વેત છત્રના દંડનો ભાગ દેખાય છે. હાથીની પાછળ ચામર ધરનારી એક સ્ત્રી જમણા હાથથી ચાર વીંઝતી ઊભેલી છે. હાથીની જમણી બાજુએ એક પુરુષ ઢોલ વગાડતો દેખાય છે. આ પ્રસંગને લગતો ઉલ્લેખ “પ્રબંધ ચિંતામણિમાં શ્રીમેરૂતુંગસૂરિએ કરેલો છેઃ | ‘શ્રી હેમચંદ્રસૂરિએ સમસ્ત વ્યાકરણને અવગાહન કરી એક જ વર્ષમાં સવાલાખ કલેકપ્રમાણ એવું પંચાંગપૂર્ણ વ્યાકરણ રચ્યું અને રાજા તથા પોતાની સ્મૃતિ-યાદગીરીમાં તેનું નામ “સિદ્ધહેમ' રાખ્યું. વળી આ ગ્રંથ રાજાની સવારીના હાથી ઉપર રાખી રાજાના દરબારમાં લાવવામાં આવ્યો. હાથી પર છે ચામર ધરનારી સ્ત્રીઓ બંને બાજુ ચામર ઢાળતી હતી અને ગંથ પર છત છત્ર ધર્યું હતું ત્યાર પછી તેનું પઠન રાજસભાના વિદ્વાનો પાસે કરવામાં આવ્યું અને રાજાએ સમૃચિત પૂજોપચાર કર્યા પછી તેને રાજકીય સરસ્વતી કપમાં સ્થાપિત કરવામાં આવ્યું....૧૨
આ પછી ચિત્રના અનુસંધાને, તેને પ્રચારને અંગે તેના વિદ્યાર્થીઓને પારિતોષિકાદિ આપવાનો નીચેના ભાગમાં વર્ણવેલો પ્રસંગ જોવાનો છે.ડાબી બાજુએ શ્રીવીરામનો રાજ્યાધિકારી સિહાસન ઉપર વસ્ત્રાભૂષણોથી સુસજજ થઈને બેઠો છે તેણે જમણા ખભા ઉપર ઉઘાડી તલવાર જમણા હાથે મૂઠમાંથી પકડીને રાખેલી છે અને ડાબા હાથની તર્જની આંગળી ઊંચી કરીને હાથની મૂઠીમાં કાંઈક – ઘણું કરીને સામે બે હાથની અંજલિ જેડીને બેઠેલા વિદ્યાર્થીઓને પારિતોષિક આપવાની વસ્તુ–રાખીને બોલતો દેખાય છે. વિદ્યાર્થીની પાછળ, ગળામાં જનોઇ સહિત, કાળા ખભા ઉપર સેટી રાખીને જમણા હાથની તર્જની આંગળી અને અંગુઠાને ભેગા રાખીને ઊભેલા કાકલ કાયસ્થ પંડિતે આ વિદ્યાર્થી ઘણું જ સારું ભણ્યો છે એમ સંતોષ બતાવતો અને વીર કુમારને પારિતોષિક આપવાનું કહેતા હોય એમ લાગે છે. વિદ્યાર્થીની યુવાન વય બતાવવા ચિત્રકારે દાઢી અગર મૂછના વાળની રજુઆત કરી નથી. મારી માન્યતા પ્રમાણે જેવી રીતે કાકલ કાયસ્થને પંડિત તરીકે આ વ્યાકરણના અધ્યાપક નીમવામાં આવ્યો હતો તેવી જ રીતે ચિત્રમાં વર્ણવેલા શ્રી વીરકુમારને તેના પ્રચારના અને તેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પારિતોષિકાદિ આપવાના અધિકારપદે નીમવામાં આવ્યો હશે. આ ચિત્રમાં આપણને તેને પ્રચાર કરનાર અધિકારીનું નામ મળી આવે છે જે ગુજરાતના ઇતિહાસને માટે મહત્ત્વનું છે.
૧૧ જુએ શ્રીમદ્રાજ્ઞવસાવા વાયુસેન્નતા !
दृष्टाहतं द्वितियञ्च पदं प्रणिजगाद सः ।। २२६ ।। -श्रीप्रभावकचरिते श्रीहेमचन्द्रसूरिप्रबन्धे ૧૨ નએ શ્રીવ્રવત્તિનામો તૃતીયારા: કૃણ ૬૦-૬૨. સંપાદક: જિનવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org