________________
જૈન ચિત્ર-કલ્પલતા શ્રાવકોએ શ્રી વજૂવામીજીના મામા શ્રી આર્યસમિતસૂરિને બોલાવ્યા અને ઉપયુક્ત તાપમ સંબંધી હકીકત કહી સંભળાવી. આર્યસમિસુરિજીએ કહ્યું કે “એમાં પ્રભાવ કે પ્રતાપ જેવું કાંઈ જ નથી, એ કેવળ પારલેપ શક્તિનો જ પ્રતાપ છે.'
તે પછી શ્રાવકોએ પિલા તાપસને જમવાનું આમંત્રણ મોકલ્યું. તાપસ જમવા ઊડ્યો એટલે તેનાં પગ અને પાવડી ખૂબ સારી રીતે ધોવડાવ્યાં. ભોજનક્રિયા પણ પૂરી થઈ. પછી તાપસની સાથે શ્રાવકો પણ નદીના કિનારા સુધી સાથે સાથે ચાલ્યા. જે લેપના પ્રતાપથી તાપસ નદીનાં પાણી ઉપર થઈને ચાલી શકતો હતો તે લેપ ધેવાઈ ગએલો હતો, છતાં જાણે કાંઈ બન્યું જ નથી એવી ધષ્ટતા સાથે તાપસે નદીમાં ઝુકાવ્યું. નદીમાં પગ મૂકતાં જ તે ડૂબવા લાગ્યો અને સૌકોઈ તેની મશ્કરી કરવા લાગ્યા.
એટલામાં આર્યસમિતસૂરિજી ત્યાં પધાર્યા. તેમણે લોકોને કેવળ ખરી વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માટે પોતાના હાથમાંનું એવચૂર્ણ (વાસક્ષેપ) નદીમાં નાખ્યું અને કહ્યું કે “હે બેન્ના! મને પેલે પાર જવા દે.” એટલું કહેતાં જ નદીના બને કાંઠા મળી ગયા ! સૂરિજીની આવી અદ્ભુત શક્તિ જોઈ લોકો ભારે આશ્ચર્ય પામ્યા. પછી તેમણે તાપસના આશ્રમમાં જઈ તેમને પ્રતિબોધ્યા અને દીક્ષા આપી.
ચિત્રમાં જમણી બાજુએ ઊભેલા નાના સાધુ તે વજીસ્વામીજી છે અને તેમની સાથે જમણા બગલમાં એથે રાખીને હાથમાંનું યોગચૂર્ણ નાખતા તથા ડાબા હાથમાં મુહપત્તિ રાખીને ઊભા રહેલા શ્રી આર્યસમિતસૂરિજી છે. સામે બે તાપસો પૈકી એક જમણા હાથની તર્જની આંગળી તથા અંગુઠાને ભેગા કરીને તથા બીને જમણો હાથ ઊંચે રાખીને સુરિજીની આવી અદ્દભુત શક્તિ જોઈ વિમિત–આશ્ચર્યમુગ્ધ થએલા દેખાય છે. તાપસોના માથે જટા તથા કપાળમાં ત્રિપુંડ-તિલક પણ સ્પષ્ટ દેખાય છે. બાજુમાં બેના નદીનું પાણી વહેતું ચિત્રકારે બતાવીને ચિત્ર મધ્યેની બધી આકૃતિઓ નદીના તટ પર જ ઊભી છે એમ બતાવવા પ્રયત્ન કર્યો છે. ચિત્ર ૪૮ કોશાનૃત્ય–આ પ્રસંગના વર્ણન માટે પણ જુઓ ચિત્ર ૨૨૩નું આ પ્રસંગને લગતું વિસ્તૃત વર્ણન. આ ચિત્ર “જૈનચત્ર–કલ્પકમ'ના ચિત્ર ૧૯૬ અને ૨૨૨ બંને કરતાં જુદી જ નવીનતા રજૂ કરે છે. ચિત્ર ૨૨૨ માં રથકારના પગ આગળ કળાનો તથા વસંતઋતુનો પ્રસંગ દર્શાવવા એક મોર જ ચીતરેલો છે, જ્યારે પ્રસ્તુત ચિત્રમાં રથકારના મસ્તકના ઉપરના ભાગમાં વસંતના આગમનને સુચવતી પંચમ સ્વરે ગાતી કોયલ તથા તેની ધોતીમાં પણ કયલાની ડીઝાઈન ચીતરેલી છે. વળી આ ચિત્રમાં સરસવના ઢગલા અને સેયને બદલે એકલું ફૂલ જ રજૂ કરેલું છે. કોશી નર્તકીને અભિય તથા પગના ઠમકે કોઈ અલૌકિક પ્રકારનો છે. બંનેના મસ્તક ઉપરના મુકુટો વળી ગુજરાતના કોઈપણ પ્રાચીન ચિત્રમાં નહિ જોવામાં આવતા જુદા જ પ્રકારના જણાય છે. કદાચ આ ચિત્રવાળી પ્રત, ગુજરાતના સાહસિક વ્યાપારીઓ જાવા વગેરે ટાપુઓમાં વ્યાપારાર્થે જતા તે સમયે ત્યાંના કોઈ ચિત્રકાર પાસે ચીતરાવી લાવ્યા હોય એમ લાગે છે, કારણકે ચિત્ર ચીતરવાની ઢબ ગુજરાતના પ્રાચીન ચિત્રકારોની જ છે છતાં પહેરવેશ તે બાજુના કોઈ પ્રદેશનો છે. વળી આમ્રવૃક્ષનાં પાંદડાં પણ આ ચિત્રમાં વધુ સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૪૯ આર્યસ્થૂલભદ્ર અને યક્ષાદિ સાત સાધી બહેનો-આ ચિત્રમાં સાધુ તથા સાવીઓનો પહેરવેશ બીજાં ચિત્રો કરતાં તદન જુદી જ રીતનો છે. બંનેનો પહેરવેશ બૌદ્ધ સાધુઓના પહેરવેશને મળતો આવે છે. આખું યે ચિત્ર મૂળ સુવર્ણની શાહીથી ચીતરેલું છે. આ પ્રસંગને વિસ્તૃત વર્ણન માટે જુઓ જન ચિત્ર-કપદુમમાં ચિત્ર ૨૨૩ નું વર્ણન. બંનેમાં ફેરફાર માત્ર જૂજ છે. ચિત્ર ૨૨૩માં સામાન્ય સિહ ચીતરેલો છે, જયારે આ ચિત્રમાં બે દાંતવાળા અને પરાક્રમી વેગવાન સિંહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org