________________
જૈન ચિત્ર-કપલતા
ચિત્ર ૬૬ : કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરી (વીસમા સૈકા) વિ.સં. ૧૯૭૦ (ઇ. સ. ૧૯૧૩)માં જેઓ કાળધર્મ પામેલા તે શિદ્રપ્રશાસ્ત્રપારંગત પાટણનિવાસી યુતિવયે શ્રી હિંમતવિજયજીએ આ ચિત્ર સ્વહતે જ તૈયાર કરીને પ્રવર્તક' શ્રીકાંતિવિજયજીને ભેટ આપેલું છે. - ચિત્રની વચમાં પ્રવચનમુદ્રાએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરાજમાન છે. તેના શાંત, મૃદુ હાસ્ય કરતા દેદીપ્યમાન ચહેરે ભલભલાને માન ઉપજાવ્યા વિના ન રહે. તેમના મસ્તકની પાછળના ભાગમાં ભામંડલ છે અને ગરદનની પાછળના ભાગમાં એધે છે. નીચે જમણી બાજુએ પરમહંત કુમારપાળ તથા ડાબી બાજુએ ઉદ્દયનમંત્રિ બંને હસ્તની અંજલિ જોડી ઊભેલા છે. તેઓના પગ આગળ જમણી તરફ પગ દબાવતા તેઓના મુખ્ય શિષ્ય શ્રી રામચંદ્રસૂરિ અને ડાબી તરફ બીજા શિષ્ય શ્રી બાલચંદ્ર હોય એમ લાગે છે. આજે માંહોમાંહેના કુસંપમાં જૈન યતિઓમાંથી આ કળાને લગભગ લોપ થઈ ગયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org