________________
જૈન ચિત્ર-કપલતા
ભાવાર્થ ગોપીઓના મુખને આસ્વાદ લઇને છૂટો થએલે, અધરપલવનું પાન કરતો (હાય) એવો કેશવ રાત્રિમાં તેણીઓના જ સ્તનાંતરોને વિષે (વક્ષસ્થળ ઉપર) કામી જેમ સુખપૂર્વક સુઈ ગયો.-૮
હે મોરલી ! પ્રાણનાથ (કૃષ્ણ) સ્વરને પરિચય કરવા તત્પર બને તે વખતે, તું મુકુંદના પ્રસન્ન મુખકમળથી, અધરબિષ્ટપુટ પાસે જાય ત્યારે, એકાંતમાં નંદસૂનુ-કુણના કાનમાં મારી દશાનેઅવસ્થાને કહેજે.--
ચિત્રમાં શયનમંદિરમાં હીંચકા ઉપર કૃપણ એક ગોપી સાથે સૂતેલા અને તેના અધરપલવનું પાન કરવા માટે ઉત્સુકતા બતાવતા દેખાય છે. બંને બાજુ એકેક ગોપી હીંચકા ઉપર સૂઈ રહેલા કણું અને ગોપીને હીંચકા નાખતી દેખાય છે. શયનમંદિરની છતમાં ચંદરો બાંધે છે. ચિત્રકારે પ્રસંગને તાદસ્થ ચિત્ર આલેખેલું છે. ચિત્ર ૫૮ કણ અને ગોપીઓની વક્રીડા.––ઉપર્યુકત પ્રતને પાને ૪૩ ઉપરથી–આ ચિત્રનો પ્રસંગ અને લખાણું અને જુદાં પડે છે.
अहं परं वेद्मि न वेत्ति तत्परात्(ग) ___ स्मरोत्सुकानामपि गोपसुध्रुवां अभूदपूर्विक्रया महान् कलि
बैलिद्विषः केशकलापगुम्फने ॥२२६।। भ्रमद्धमर कुंतलारचितलोललीलालिक
कलक्वणितकिठिणी ललितमेखलाबन्धनं । कपोलफलकस्फुरत्कनककुंडलं तन्महे।
मम स्फुरतु मानसे मदनकेलिशय्यो [त्सुकं] । ભાવાર્થ ગોપાલકૃષ્ણને વાળ ઓળવામાં કામથી વિફલ બનેલી ગોપીઓનો આપસમાં હું જ ઉત્કૃષ્ટ–સારીરીતે (વાળ ઓળવાનું) જાણું છું, બીજી જાણતી નથી” આ પ્રમાણે ચડસાચડસીથી ખૂબ ઝગડો જામ્ય.—૨૨૬
ભમતા ભ્રમરો જેવા કેશથી છવાએલા કપાળવાળું, અને મધુર અવાજ કરતી ઘુઘરીઓવાળી કટિમેખલાવાળું અને ગંડસ્થલ ઉપર ઝળક ઝલક થતા કુંડલવાળું શમ્યાવિષે રતિક્રીડામાં તત્પર તે (શ્રીકૃષ્ણ રૂપી) જ્યોતિ મારા હૃદયમાં કુરો.
ચિત્રની મધ્યમાં કૃષ્ણ કમળ ઉપર અદ્ધર નાચતા દેખાય છે. તેમના પગ નીચે કમળ છે. કૃષ્ણની જમણી બાજુ એક ગોપી ડાબા હાથથી ચામર વીંઝતી ઊભી છે. ડાબી બાજુએ બે ગોપીઓ ઊભી છે, તેમાંની પહેલી ગોપી તરફ કૃષ્ણ જુએ છે અને તેની સાથે કાંઈક વાત કરતા હોય એમ લાગે છે. ઘણું કરીને આગળની ગોપી કૃષ્ણની માનીતી ગોપી રાધા હોવી જોઇએ. તેણી જમણા હાથની તર્જની આંગળી અને અંગુઠો ભેગો કરીને કૃણને નાચતા જોઈ તેમની મશ્કરી કરતી હોય એમ લાગે છે. ચિત્રમાં ત્રણ જુદીજુદી તો ઝાડ ચીતરેલાં છે. રાધાની પાછળના ભાગમાં બીજી એક ગોપી જમણો હાથ ઊંચો રાખીને હાથના વાસણમાં કંઈ લઈ જતી હોય એમ લાગે છે. આ પ્રતનાં ચિત્રોમાં તથા “જૈન ચિત્ર-ક૯પમ'ના ચિત્ર ૨૫૨ અને ૨૫૪માં જે જાતનાં ઝાડ છે તે જ તનાં ઝાડ વિ. સં. ૧પ૦૮માં લખાએલા ‘વસંત વિલાસના ચિત્રપટમાં પણ રજૂ કરેલાં છે, તેથી આ પ્રત તેની સમકાલીન હોવાની સંભાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org