Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 41
________________ ૧૪ જૈન ચિત્ર-કલ્પલતા આચાર્ય મહારાજ (શ્રી હેમચંદ્રસૂરિ) બાલ્યા કે “એ ભેજ વ્યાકરણ શખુશાસ્ત્ર તરીકે પ્રવર્તમાન છે. વિદ્વાનોમાં શિરોમણિ એવા માલવાધિપતિએ શદશાસ્ત્ર, અલંકાર, નિમિત્ત અને તર્કશાસ્ત્ર રચેલાં છે, તેમજ ચિકિત્સા, રાજસિદ્ધાંત, વૃક્ષ, વાસ્તુ-ઉદય, અંક, શકુન, અધ્યાત્મ અને સ્વમ તથા સામુદ્રિક શાસ્ત્રો પણ અહીં છે, ઉપરાંત નિમિત્તશાસ્ત્ર, વ્યાખ્યાન અને પ્રશ્ન ચૂડામણિ ગ્રંથ છે. વળી મેઘમાળા અર્થશાસ્ત્ર પણ છે અને એ બધા ગ્રંથો તે રાજાએ બનાવેલા છે.'' આ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ બોલી ઉઠ્યો કે “આપણા ભંડારમાં શું એ શાસ્ત્રો નથી ? સમસ્ત ગુર્જર દેશમાં શું કોઈ વિદ્વાન નથી?” ત્યારે બધા વિદ્વાનો મળીને શ્રી હેમચંદ્રસૂરિને જોવા લાગ્યા, એટલે મહાભક્તિથી રાજાએ નમ્રતાપૂર્વક વિનતિ કરી કે “હે ભગવન! એક વ્યાકરણશાસ્ત્ર બનાવીને અમારા મનોરથ પૂરા કરે.”૯ ચિત્ર નં. ૨૫ માં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆત પહેલા ચિત્રથી થાય છે. જમણી બાજુએ ભદ્રાસન ઉપર શ્રી હેમચંદ્રસૂરિ બેઠા છે. તેઓના જમણા હાથમાં મુહપત્તિ છે તથા ડાબો હાથ તેઓશ્રીએ વરદ મુદ્રાએ રાખેલો છે. તેઓની સન્મુખ સ્થાપનાચાર્યું છે. જમણો ખભો ઉઘાડો છે. બગલમાં ઓઘ (જન સાધુઓનું જીવરક્ષાને ઉપયોગમાં આવતું એક ગરમ ઉનનું ઉપકરણ) છે. સામે એક શિષ્ય બે હાથે તાડપત્રનું એક પત્ર ઝાલીને બેઠા છે, જેના ઉપર ‘સિદ્ધહેમ'નું પહેલું સૂત્ર કે કમ્ નમ: સ્પષ્ટ લખેલું છે. શિષ્યની પાછળ બે હાથની અંજલિ જેડી નમ્ર વદને ગુરશ્રીના વચનામૃતનું પાન કરતા એ રાજવંશી પુરષોખેલા છે. જેમાં એક વ્યક્તિનાં ચિત્ર ઉપર શ્રીનચરિત્ર અને બીજી વ્યક્તિના ચિત્ર ઉપર શ્રીકુમારપાત્ર આ પ્રમાણેના અક્ષરોથી નામે લખેલાં છે. ચિત્રની ઉપરના ભાગમાં શ્રીહેમચન્દ્રસૂરિ શ્રી ત્રસદવરાજ્ઞાખ્યર્થગા સિમવચારનિમાર્યાત આ પ્રમાણેના સ્પષ્ટ અક્ષરો લખેલા છે. જે સમયે સિદ્ધરાજ જયસિહદેવ તથા કુમારપાલદેવ બે મહાન ગૂર્જરેશ્વર જૈન ધર્મનું તથા જૈનાચાર્યોનું આ પ્રમાણે બહુમાન કરતા હશે તે સમયે ગુજરાતની પુણ્યભૂમિ ઉપર અહિસાનું કેટલું બધું પ્રાબલ્ય પ્રવર્તતું હશે તેનો ખ્યાલ સુદ્ધાં આજ પરતંત્ર વાતાવરણમાં આવવો મુશ્કેલ છે. ચિત્રમાં સિદ્ધરાજ જયસિંહદેવ તથા કુમારપાલદેવની એકી સાથે જ રજુઆત કરેલી હોવાથી આ પ્રત બંનેની હયાતી બાદ લખાઈ હશે તેમ સાબિતી આપે છે. જોકે ચિત્રમાં વપરાએલા રંગો તથા લિપિ પણ એ વાતની સાબિતી આપે છે જ. આ ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં વર્ણવેલી ‘સિદ્ધહૈમ’ વ્યાકરણના પ્રચારને લગતી ઘટનાનો પ્રસંગ જોવાનો છે. પોતાના કુળને શોભાવનાર એવો કાલ નામે એક કાયસ્થ હતો જે આઠ વ્યાકરણને અભ્યાસ અને પ્રજ્ઞાવાન હતો. તેને જોતાં જ આચાર્યશ્રીએ વ્યાકરણશાસ્ત્રને તરવાર્થને જાણનાર એવા તને તરત જ અધ્યાપક બનાવ્યા. પછી પ્રતિમાસે જ્ઞાનપંચમી (શુકલ પંચમીના દિવસે તે પ્રશ્નો પૂછી લે અને ત્યાં અભ્યાસમાં પ્રવૃત્ત થએલા વિદ્યાર્થીઓને રાજા કંકણુદિથી વિભૂષિત કરતો. એમ એ શાસ્ત્રમાં નિષ્ણાત થએલા જનોને રાજા રેશમી વસ્ત્રો, કનકાભૂષણો, સુખાસન અને આતપત્રથી અલંકૃત કરતો'.૧૦ ચિત્રમાં ઉપરના ભાગમાં બ્સિતરછાત્રાન ચાકરાં પાયતિ એમ સ્પષ્ટ લખેલું છે. જમણી બાજુએ લાકડાના ઊંચા આસન પર જમણા હાથમાં સેટી લઈ (વિદ્યાર્થીઓને શિક્ષા કરવા) અને ડાબા હાથની તર્જની આંગળી ઊંચી કરીને પંડિત સામે બેઠેલા વિદ્યાર્થીઓને તર્જના કરતો અને અભ્યાસ કરાવતો બેઠેલો છે. તેના ગળામાં ઉપવીત–જોઈ-નાખેલી છે. તેનો ચહેરો પ્રૌદ, પ્રતિભાવાન અને બુદ્ધિશાળી હોવાની ખાત્રી આપે છે. ઉપરની છતના ભાગમાં ચંદરો બાંધેલો છે, વચ્ચે સ્થાપનાચાર્ય ૯ જાઓ “શ્રીકમાવરિતે શ્રોમ વન્દ્રમૂરિપ્રવર: લો. ૭૪ થી ૮૧ સુધી. ૧૦ જુઓ છીદ્રમાવરિતે નવટૂરિઝવધે લે. ૧૧૨ થી ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84