________________
જેન ચિત્ર-કપલતા
ચિત્ર ૪૦ : શ્રી મહાવીર પ્રભુને સંગમના ઉપસર્ગ (પંદરમા સૈકા) થતા ? આપને જે વિશેષ ખાત્રી કરવી હોય તો હું પોતે જ તેને એક ક્ષણવારમાં ગભરાવી દઉં !' | ઇન્ડે વિચાર્યું કે જો હું ધારું તે સંગમને હમણાં જ બોલતો બંધ કરી શકું; પણ જો હું અત્યારે તેને હુકમ કરી જતો અટકાવી દઈશ તો તે દુર્બુદ્ધિ એમ સમજશે કે તીર્થકરો તો પારકાની સહાયથી જ તપ કરે છે, અને પરિણામે એક સંગમના મનમાં નહિ પણ લગભગ બધા દેવોના મનમાં છેટું ભૂત ભરાઈ જશે. માટે અત્યારે તે આ દુષ્ટને તેનું ધાર્યું કરવા દેવામાં જ લાભ છે. | ક્રોધથી ધમધમી રહેલે સંગમદેવ પ્રભુને ચલાયમાન કરવા ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તરત જ સભામાંથી ચાલી નીકળ્યો અને સીધો પ્રભુ પાસે આવી ઊભો રહ્યો. પ્રભુની શાંત મુખમુદ્રામાંથી શાંતિ અને કરુણાની અમીધારા ઝરતી હતી. પણ સંગમને તે તે ઉલટું જ પરિણમ્યું, કારણ કે તેનું હૃદય ક્રોધ અને ઈ.ર્ચાથી ધગધગી રહ્યું હતું. | (૧) સૌથી પ્રથમ તેણે ધૂળના વરસાદ વરસાવ્યો. (૨) તે પછી ધૂળને ખંખેરી નાખી તે દુ:વજી જેવા કઠોર-તી મુખવાળી કીડીઓ પ્રભુના શરીર ઉપર વળગાડી તે કીડીઓએ પ્રભુનું આખું શરીર ચાળણી જેવું કરી નાખ્યું છતાં પ્રભુ અચળ જ રહ્યા. (૩) પછી પ્રચંડ ડાંસ ઉપ +1વ્યા. ડાંસની તીણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું રૂધિર ઝરવા લાગ્યું. (૪) વળી તીર્ણ મુખવાળી ઘીમેલો પ્રભુના શરીરે એવી તો સજજડ ચોંટાડી કે આ ખું શરીર ઘીમેલમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org