________________
३४
જેન ચિત્ર-કપલતા થઈ ગયું. (૫) તે પછી વીંછીઓ વિફર્યા. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા તે વીંછીઓએ ભગવંતના શરીરને ભેદી નાખ્યું. (૬) ત્યાર પછી નેળિયા વિકુવ્ય. તે બી : ખી !” એવા શબ્દો કરતા દોડીદડી નાની ઉગ્ર દાઢા વડે ભગવંતના શરીરનું માંસ તોડવા લાગ્યા. (૭) પછી ભયંકર સપ છોડી મૂક્યા. પરમાત્માન મહાવીરનું આખું શરીર–પગથી માથા સુધી–સથી છવાઈ ગયું. કૃણાઓ ફાટી જાય તેવા જોરથી પ્રભુના શરીર ઉપર કુણાના પ્રહારો થવા લાગ્યા, દાઢો ભાગી જાય તેટલા બળથી તે ડસવા લાગ્યા. (૮) પછી સંગમે ઉંદરો વિકુવ્યો. તે નથી અને દાંતથી પ્રભુને ખણવા લાગ્યા અને તેની ઉપર પેશાબ કરીને પડેલા ઘા ઉપર ભાર છાંટવા જેવું કરવા લાગ્યા. (૯) તે પછી મદોન્મત્ત હરતી વિકુવ્યાં. હસ્તીઓએ પ્રભુના શરીરને ચુંટથી પકડી. અદ્ધર ઉછાળી, તૂરળ ઉપર ઝીલી, દાંત વડે પ્રહાર કર્યો અને પગ નીચે પણ દાગ્યા. (૧૦) હાથીથી ભ થયો એટલે હાથણીઓ આવી. તે હાથણીઓએ પણ તીણ દાંતથી પ્રભુને ઘણા પ્રહાર કર્યા. (૧૧) પછી અધમ સંગમદેવે પિશાચનું રૂપ ધારણ કર્યું. તે પિશાચ અશ્ચિન જવાળાઓથી વિકરાળ બનેલા પોતાના મુખને ફાડી હાથમાં તલવાર પકડી પ્રભુની સન્મુખ ધસી આવ્યો અને અટ્ટહાસ્ય કરી ઘોર ઉપસર્ગ કર્યા. (૧૨) તે પછી નિર્દય સંગમે વાઘનું રૂપ લીધું. પિતાની વા જેવી દાદથી અને ત્રિશલ જેવા તીક્ષ્ણ નડોરથી પ્રભુના આખા શરીરને તેણે વિદારી નાખ્યું. (૧૩). છતાં પણ પ્રભુને ધ્યાનમાં અચળ જોઈ સંગમે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાનું રૂપ લીધું. તેઓ જાણે કરુણાજનક વિલાપ કરીને બોલવા લાગ્યા કે “હે પુત્ર! તું આવી દુકર દીક્ષા શું કરવા લીધી ? અમે ઘણું દુ:ખી થઈ આડા અવળાં નિરાધાર ભિખારીની જેમ રઝળીએ છીએ, તું અમારી સંભાળ કેમ નથી લેતો?” આવા વિલાપથી પણ પ્રભુ ધ્યાનમાં નિશ્ચલ જ રહ્યા. (૧૪) ત્યારે સંગમે એક છાવણી વિફર્યા. તે છાવણીના માણસોએ પ્રભુને પગ વચ્ચે અગ્નિ સળગાવી ભાત રાંધવા પણ ઉપર વાસણ મૂકવું. અગ્નિ એટલો બધો આકરો કર્યો કે પ્રભુના પગ નીચેથી પણ બળવા લાગ્યા. (૧૫) તે પછી એક ચાંડાલ વિ . તે ચાંડાલે પ્રભુની ડોકમાં, બે કાનમાં, બે ભુજામાં અને બે જંધા વગેરે અવયવો ઉપર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહારો એટલા બધા કર્યા કે પ્રભુનું શરીર પાંજરા જેવા છિદ્રવાળું થઈ ગયું. (૧૬) તે પછી પ્રચંડ પવન વિકુ. એ પવનથી પર્વત પણ કંપવા લાગ્યા. પ્રભુને ઉપાડીને નીચે પટકી દીધા. (૧૭) વળી એક ભયંકર વંટોળીઓ કોપજાવી, કુંભારના ચાકડાની ઉપર રહેલા માટીના પિંડની પિઠે પ્રભુને ખૂબ ભાવ્યા. (૧૮) તે પછી સંગમે #ધે ભરાઈને હજારભાર જેટલું વજનદાર એક કાળચક્ર વિકુવ્યું. તે કાળચક ઉપાડી જોરથી પ્રભુના શરીર ઉપર નાખ્યું. તે ચક્ર પ્રભુના શરીર ઉપર પડવાથી તેઓ હીંચણ સુધી જમીનમાં પરણી ગયા. (૧૯) તે પછી કંટાળીને છેલ્લામાં છેલ્લા અનુકુળ ઉપર્ગો અજમાયશ કરવાનો વિચાર કરીને, રાત્રિ હોવા છતાં પ્રભાત વિકુવ્યું. માણસો આમતેમ કરવા લાગ્યા અને તએ પ્રભુને કહેવા લાગ્યા કે “હે દેવાર્ય! પ્રભાત થઈ ગયું છતાં આમ ધ્યાનમાં ને ધ્યાનમાં ક્યાં સુધી રહેશો? ઊઠે, આપનો ધ્યાનનો સમય તો કયારનો એ પુરે થઈ ગયો.” પણ પ્રભુ તે પોતાના ધ્યાનમાં રાત્રિ ભાળી રહ્યા હતા, તેથી જરા પણ ન ડગ્યા. (૨૦) આખરે તેણે દેવઋદ્ધિ વિમુર્થી, અને વિમાનમાં બોરની પ્રભુને લલચાવવા લાગ્યો કે “હે મહર્ષિ ! હું આપનું આવું ઉગ્ર તપ અને પવિત્ર સર્વ નિહાળી ભારે પ્રસન્ન થયો છું, તો આપને જે જોઈએ તે માગી લો. કહો તે આપને વર્ગમાં લઈ જાઉં, કહે તે મોઢામાં લઈ જાઉં.” એ મીઠા શબ્દોથી પણ પ્રભુ ન લોભાયા. એટલે તેણે તત્કાળ કામદેવની સેના જેવી દેવાંગનાઓ વિકુ. તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા ઉપસર્ગ કર્યા, પણ પ્રભુનું એક રૂંવાડું ચે ન ફરકયું તે ન કરાયું. એવી રીતે દુષ્ટ સંગમે એક રાત્રિમાં મોટામોટા વીસ ઉપસર્ગો કર્યા, છતાં પ્રભુએ તો તેને તરફ દયાદષ્ટિ જ વધી. ધન્ય છે મહાવીરની અસીમ કરણાને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org