Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 27
________________ જેન ચિત્ર-ક૯૫લતા પંદરમા સૈકાના ધાતુના બે પંચતીર્થના પટોમાંની જિનર્તિના કપાળમાં પણ આવા એ પ્રકારનું તિલક મળી આવતું હોવાથી આપણે સહેજે અનુમાન કરી શકીએ કે પંદરમી સોળમી સદી સુધી તો ગુજરાતનાં પુસ્તપત્રો, પછી તે જૈન હો કે વૈષ્ણવ, પિતાના કપાળમાં આવા એ પ્રકારનું તિલક કરતાં હોવાં જોઈએ. તે પ્રથા કયારે નાબુદ થઈ તેનું ખરેખરૂં મૂળ શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ એટલું તો ચોક્કસ છે કે મિ. મહેતા કહે છે તેમ, પ્રાચીન ચિમાં મળી આવતાં આવા U પ્રકારનાં તિલક કોઈ સંપ્રદાયનાં દ્યોતક નહોતાં. તીર્થકરોનાં ચિત્રોમાં બંને પ્રકારનાં તિલક મળી આવે છે. સાધુ અગર સાધ્વીના કપાળમાં કોઈ પણ જાતનું તિલક જોવામાં આવતું નથી. સાધુઓ અને સાધ્વીએનાં કપડાં પહેરવાની રીત તદન જુદી જ દેખાઈ આવે છે, કારણકે સાધુઓનો એક ખભા અને માથાનો ભાગ તદ્દન ખુલ્લો – વસ્ત્ર વગરનો હોય છે; જ્યારે સાધ્વીઓને પણ માથાને ભાગ ખુલ્લો હોવા છતાં તેઓનું ગરદનની પાછળ અને આખું શરીર કાયમ કપડાંથી આચ્છાદિત થએલું હોય છે. પ્રાચીન ચિત્રોમાં રાજમાન્ય વિદ્વાન સાધુઓ સુવર્ણ સિહાસન ઉપર બેઠેલા દેખાય છે, તે એ સમયની પ્રથાની રજુઆત ચિત્રકારે ચિત્રમાં કરી બતાવ્યાની સાબિતી છે.' | મોગલ સમય પહેલાંના એક પણ જૂના ચિત્રમાં સ્ત્રીઓના માથા ઉપર ઓઢણું અગર સાડી ઓઢેલી જણાતી નથી. સ્ત્રીઓ ચોળી પહેરે છે, પણ તેના માથાનો ભાગ તદ્દન ખુલ્લે હોય છે. આ ઉપરથી ગુજરાતમાં સ્ત્રીઓએ માથે ઓઢવાને ચાલ મેગલ રાજય પછીથી શરૂ થએલો હોય એમ લાગે છે. મોગલ સમય પહેલાંના દરેક ચિત્રમાં સ્ત્રીઓની માફક પુરુષોને પણ લાંબા વાળ હોય છે અને તેઓએ અંડા વાળેલા જૂનાં ચિત્રોમાં દેખાઈ આવે છે. વળી પુ દાઢી રાખતા અને કાનમાં આભૂષણો પણ પહેરતા. સ્ત્રીઓએ માથે ઓઢવાને અને પુરષોએ ચોટલા તથા દાદી કાઢી નખાવવાનો રિવાજ મોગલ રાજ્ય અમલ પછીથી જ ગુજરાતમાં પડેલો હોય એમ લાગે છે. ૧ “એક દિવસ પ્રાત:કાળને વિષે કુમારપાળ ૭૨ સામંતો, ૩૬ રાજકુળો અને બીજા અનેક કવિ, વ્યાસ, પુરાહત, રાજગુરુ, મંત્રી વગેરે પરિજન સહિત રાજસભામાં સુવર્ણના પુષપ્રમાણ આસન ઉપર બેઠેલું હતું, તેવામાં તેણે કાંચનમય આસન ઉપર બેઠેલા હેમચંદ્રાચાર્યને કહ્યું. . . .?-કુમારપાલ પ્રબંધ ભાષાંતર, પૃષ્ઠ ૧૦૯, ૨ “આ પુરુષને માથું તો છે નહિ અને આ બ વીઓ એનાં કેશાદિ લક્ષણ કહે છે એ મેટું આશ્ચર્ય છે, એમ વિચારી કુમારપાળે તેમને પૂછે, એટલે તેમણે તેમને કહ્યું કે હે નરોત્તમ સાંભળે. . . પૃષ્ઠ ઘસારે છે તેથી વણીનું અનુમાન થાય છે, કંધે ઘસારા છે તેથી કૌંભારણની લક્ષ્મી પ્રકટ થાય છે, છાતી બધી ગીર છે, તે ઉપરથી લાંબી દાઢી હશે એમ જણાય છે.” –ચારિત્રદરણિકૃત કુમારપાળ ચરિત્ર ભાષાંતર પા. ૪૧ (પંદરમી સદી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84