________________
જૈન ચિત્રકલ્પલતા ચિત્ર ૧૦ ગુરુ મહારાજ શિષ્યને પાઠ આપે છે—ઉ૦ ફ ધવ ભંડારની પ્રતમાંથી. આ પ્રતમાં ચિત્રકારનો આશય મહાવીરનાં પાંચે કલ્યાણક દર્શાવવાનો છે. તેમાં બાકીના વ્યવન, જન્મ, કેવલ્ય
અને નિર્વાણ કલ્યાણકના પ્રસંગો તો તેણે પ્રાચી. ચિત્રકારની રીતિને અનુસરતાં જ દોરેલા છે, પરંતુ દીક્ષા કલ્યાણકના પ્રસંગમાં પંચમુષ્ટિલોચન પ્રસંગને બદલે આ ચિત્રમાં જૈન સાધુઓનું દીક્ષિત અવસ્થાનું ચિત્ર દોરેલું છે.
ચિત્રની અંદર મધ્યમાં છતમાં બાંધેલા ચંદરવાની નીચે ભદ્રાસન ઉપર બેઠેલી આકૃતિ આચાર્ય મહારાજની છે. ઘણું કરીને તે આ પ્રતિ લખાવવાને ઉપદેશ આપનાર આચાર્ય મહારાજની હશે. તેઓને જમણી બાજુને એક ખભે ઉઘાડો છે. જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા ડાબે હાથ વરદ મુદ્રામાં રાખીને, સામે હાથમાં તાડપત્રનું પાનું પકડીને બેઠેલા શિષ–સાધુને કાંઈ સમજાવતા હોય એમ લાગે છે. ગુરુ અને શિય બંનેની વચમાં સહેજ ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યની રજુઆત ચિત્રકારે કરેલી છે. ભદ્રાસનની પાછળ એક શિષ્ય કપડાના ટુકડાથી ગુરની શુ કરતો દેખાય છે. ચિત્ર ૧૧ પ્રભુ શ્રી મહાવીરનો જન્મ–ઉપરોક્ત પ્રતમાંથી.
જે વખતે ગ્રહ ઉરચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રને ઉત્તમ છે. પ્રાપ્ત થયો હતો, સર્વત્ર સૌમ્યભાવ શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યાં હતાં, દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું. ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદાહ જેવા ઉપદ્રવોને છેક અભાવ વર્તતો હતો, દિશાઓને અંત પર્યત વિદ્ધિ અને નિર્મળતા પથરાએલી હતી, જે વખતે પર્વ પક્ષીએ પિતાને કલરવ વડે જયજય શબ્દને ઉરચાર કરી રહ્યાં હતાં, દક્ષિણ દિશાનો સુધી શીતળ પવન, પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતો, વિશ્વના પ્રાણીઓને સુખ-શાંતિ ઉપવનવી રહ્યો હતો, પૃવી પણ સર્વ પ્રકારના ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી અને તે વખતે સુકાળ આરોગ્ય વગેરે અનુકુળ સંગેથી દેશવાસી લોકોનાં હૈયાં હર્ષના હિંડોળે ઝૂલી રહ્યાં હતાં, તેમજ વસંતોત્સવાદ ક્રીડા દેશભરમાં ચાલી રહી હતી, તે વખતે, મધ્યરાત્રિને વિષે ઉત્તરાફાગુની નક્ષત્ર સાથે ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિતપણે આરોગ્ય પુત્રને જન્મ આપ્યો.
ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી, વિવિધ વનતિનાં ફૂલેથી આરછાદિત કરેલી; સુગંધીદાર શમ્યા ઉપર ત્રિશલા ક્ષત્રિયાણ સૂતાં છે. જમણા હાથે પ્રભુ મહાવીરને બાળક રૂપે પકડીને તેમના તરફ-સન્મુખ જઈ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકીઓ છે. તેમનું સારું શરીર, વસ્ત્રાભૂષણોથી સુસજિત છે. તેમના ઉત્તરીય વસ્ત્ર-સાડીમાં હેસપક્ષીની સુંદર ભાત ચીતરેલી છે, તેમને પિપાક ચાદમા સૈકાનાં શ્રીમંત વૈભવશાળી કુટુંબની સ્ત્રીઓને પહેરવેશને સુંદરમાં સુંદર
ખ્યાલ આપે છે. પલંગની નીચે પાણીની ઝારી તેમજ પલંગમાંથી ઉતરતી વખતે પગ મૂકવા માટે પાદપીઠ-પગ મૂકવાનો બાજોઠ–પણુ ચીતરેલ છે. ઉપરના ભાગની છતમાં દરો પણ બાંધેલો છે. ચિત્ર ૧૨ પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ––ઉપરક્ત પ્રતમાંથી જ,
શ્રમણ ભગવાન મહાવીરે જે વિપકાળમાં મધ્યમ અપાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાને કારકુનોની સભામાં છેલ્લું ચોમાસું વર્ષાઋતુમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાને ચોથે મહિને, વપકાળને સાતમે ૫ખવાળેિ એટલેકે કાર્તિક માસના (ગુજરાતી આસો માસના) કૃષ્ણ પખવાડિયામાં, તેના પંદરમે દિવસે ગુજરાતી આસો માસની અમાસે), પાછલી રાત્રિએ કાળધર્મ પામ્યા. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા.
પ્રભુ મહાવીરની મૂર્તિ, જે પ્રમાણે ચિત્ર ને. ૯માં વર્ણવી ગયા તે પ્રમાણેનાં આભૂષણો સહિત ચીતરેલી છે. નિર્વાણ કલ્યાણકનો પ્રસંગ દર્શાવવા ખાતર સિદ્ધશિલાની આકૃતિ અને બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org