________________
૯
જૈન ચિત્ર-કલ્પલતા
બાજુએ એકેક ઝાડ વધારામાં ચીતરેલાં છે. આ ચિત્રની પૃભૂમિ સીંદુરિયા રાતા રંગની છે. સિદ્દીલાનો રંગ સફેદ છે. આજુબાજુનાં બંને ઝાડનાં પાંદડાં લીલા રંગનાં છે. આ ઝાડનાં પાંદડાં ચિત્રકારે એટલાં બધાં બારીક અને સુકોમળ ચીતરેલાં છે કે તેને સંપૂર્ણ ખ્યાલ આ લોકોન ચિત્રથી કાપણ રીતે આવી શકે નહિ. અમદાવાદમાં લાલ દરવાજે આવેલી સીદીસૈયદની મસ્જિદની દીવાલમાં કાતરેલી સુંદર સ્થાપત્ય—નળીઆની સુરચના મૂળ આવા કોઇ પ્રાચીન ચિત્રના અનુકરણમાંથી સુરાએલી હોય એમ મારૂં માનવું છે. સ્થાપત્યકામની એ દીર્ધકાય નળી કરતાં બે અગર અઢી ઇંચની ટૂંકી જગ્યામાંથી ફક્ત અરધા ઇંચ જેટલી જગ્યામાં ઝાડની પાંદડીએ પાંદડી ગણી શકાય એવા બારીક ઝાડની કલાનું સર્જન કરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારો આજે પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે.
ચિત્ર ૧૩ પ્રભુ શ્રીમહાવીરનું સમવસરણ—ઉપરોક્ત પ્રતમાંથી જ.
તાર્થંકરને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી દેવે સમવસરણની રચના કરે છે. આ સમવસરણની કે તતની રચના આપણને પ્રાચીન ચિત્રામાં મળી આવે છે. એક તની રચના ગોળાકૃતિમાં હોય છે અને બીજી બનની ચતુષ્કોણ-ચાર ખૂણાવાળી-ચોખંડી હોય છે,
આ ચિત્ર ગાળાકૃતિવાળા સમવસરણનું છે. સમવસરણની મધ્યમાં મહાવીરની મૂર્તિ તથા આજુબાજુ ફરતા ત્રણ ગઢ છે. મસ્તકની પાછળના ભાગમાં અશોક વૃક્ષને બદલે મેં બાજી લટકતાં કમળ જેવી આકૃતિ ચીતરેલી છે. ગઢની ચારે દિશાએ એકેક દરવાળે તથા ગઢની બહાર ચારે ખૂણામાં એકૈક વાષિકા-વાવ ચીતરેલી છે. પ્રસંગેાપાત્ત સમવસરણનું ટ્રેક વર્ણન અત્રે આપવું મને યોગ્ય લાગે છે. ‘પ્રથમ વાયુમાર દેવા યાનપ્રમાણ પૃથ્વી ઉપરથી કચરો, ઘાસ વગેરે દૂર કરી તો શુદ્ધ કરે છે. પછીથી મેઘકુમાર દેવો સુગંધી જળની વૃષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે. તીર્થંકરના ચરણો પોતાના મસ્તકે ચડાવનાર આ પૃથ્વીની ણે પૂજા કરતા હોય તેમ વ્યંતરા છ યે ઋતુના પચરંગી, સુગંધી, અધેામુખ ડીંટવાળાં પુષ્પોની અનૢ પર્યંત વૃષ્ટિ કરે છે. ત્યાર બાદ વાણવ્યંતર દેવા સુવર્ણ, મણિ અને માણેક વડે પૃથ્વીતલ બાંધે છે, અર્થાત્ એક યોજન પર્યંતની આ પૃથ્વી ઉપર પીબંધ કરે છે. ચારે દિશાઓમાં તે મનહર તારણા બાંધે છે. વિશેષમાં ભવ્ય જનને દેશના સાંભળવા માટે થેલાવતો હોય તેમ તેારણાની ઉપર રહેલા ધ્યાના સમૃદ્ધ રચીને તેએ. સમવસરણને શાભાવે–સુશોભિત કરે છે. તારણાની નીચે પૃથ્વીની પીઃ ઉપર આલેખાયેલાં આ મંગળ મંગલ
તામાં ઉમેરા કરે છે.
વૈમાનિક દેવો અંદરનો, જ્યાતિષ્ઠા મધ્યેનો અને ભવનપતિ બહાર ગઢ બનાવે છે, મિના કાંગરાવાળો અને રત્નના બનાવેલો અંદરના ગઢ જાણે સાક્ષાત્ ‘રાહÍગર’ હોય તેમ ગાળે છે. રત્નના કાંગરાવાળા અને સાનાના બનાવેલો મધ્ય ગઢ અનેક દ્વીપામાંથી આવેલા સૂર્યની શ્રેણ જેવા ઝળકી રહે છે. સૌથી બહારના ગઢ સાનાના કાંગરાવાળા અને રૂપાને બોલો હોવાથી તીર્થંકરો વંદન કરવા માટે ણે સાક્ષાત્ વૈતાઢય પર્વત આવ્યો હોય એમ ભાસે છે.’
આ પ્રતમાંના ચિત્રપ્રસંગો જુદીજુદી પ્રોમાં આલેખાએલા હોવા છતાં આ ચિત્રા આલેખનમાં વધુ કોમળતાવાળા તેમજ કાંઇક વધારે સિકતાથી આલેખાએલાં હોય એમ લાગે છે.
૮ વિસ્તૃત વર્ણન માટે ન્યુ-૧ આવશ્યક નિયુક્તિ, ૨ ત્રિષડીશલાકાપુષચરિત્ર, ૩ સમવસરણ પ્રકરણ, ૪ લોકપ્રકાશ સર્ગ ૩૦ આદિ ગ્રંથો, ૫ ‘Jain Iconograply (Il Samavasarana)' by D, R. Bhandarkar M. A in Indian Antiquary, Vol XL pp. 125 to 139 & 153 to 167, 1911
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org