________________
જૈન ચિત્ર-કપલના બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદા જે જાલંધરની છે, તેની કક્ષમાં ગર્ભ પે ઉન્ન થયા. આપાઢ સુદ ૬ ના દિવસની મધ્યરાત્રિના સમયે અને ઉત્તરાફાગુની નક્ષત્રને રદ્રને યોગ થયો હતો તે વખતે પ્રભુ દિવ્ય આહાર, iદવ્ય ભવ અને દિવ્ય શરીરનો ત્યાગ કરી ગર્ભમાં આવ્યા.
ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. આજે જેવી રીતે જિનમંદિરમાં મૂર્તિને આભૂષણોથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મૂર્તિને માથે મુકુટ, બે કાનમાં કુંડલ, ગરદનમાં કંઠે, હૃદય ઉપર મોતીને અગર હીરાનો હાર, બંને હાથની કાણીના ઉપરના ભાગમાં બાજુબંધ અને બંને કાંડાં ઉપર બે કાં છે; હાથની હથેળીઓ પલાંઠી ઉપર મૂકીને ભેગી કરી છે અને તેના ઉપર સેનાનું શ્રીફળ વગેરે ચીતરવામાં આવ્યું છે; મૂર્તિ 'પદ્માસને બિરાજમાન છે; મૂર્તિની આજુબાજુ પરિકર છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જ્યારે તીર્થંકરનું ચ્યવન થાય છે ત્યારે શરીરની કોઈપણ જતની આકૃતિ તો હોતી નથી અને તીર્થકર નામ કર્મને ઉદય તો તેઓએ શ્રમણપણે અંગીકાર કર્યા પછી કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સત્તામાં આવે છે, તે તેઓના ચ્યવનનો પ્રસંગ દર્શાવવા તેઓની મૂર્તિ મૂકવાનું કારણ શું?
જૈન સંપ્રદાયના અનુયાયીઓ દરેક તીર્થકરનાં પ કલ્યાણુકા એક સરખા જ મહત્વનાં માને છે. પછી તે વ્યવન, જન્મ, દીક્ષા, કેવલ્ય કે નિર્વાણુ હોય; અને તે સઘળાં સરખા જ પવિત્ર હોવાથી ગુજરાતના પ્રાચીન ચિત્રકારોએ પાંચે કલ્યાણક દર્શાવવા માટે જુદી જુદી કલ્પનાઓ કરી અમુક પ્રકારની આકૃતિઓ નક્કી કરેલી હોય એમ લાગે છે; કારણકે જેવી રીતે આપણને અહીં ચ્યવન કલ્યાણકને ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉદ્ભવે છે તે જ રીતે નિવાં કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પણ ઉદ્ભવવાને જ, કેમકે પ્રભુ નિર્વાણ પામ્યા પછી તેઓને શરીર કે આકૃતિ વગેરે કાંઈ હોતું નથી. હવે આપણે પાંચે કલ્યાણકામાં પ્રાચીન ચિત્રકારોએ કઈ કઈ કલ્પનાકૃતિઓ નકક્કી કરેલી છે. તે સંબંધી વિચાર કરી લઈએ એટલે આગળના આ પાંચ પ્રસંગોને લગતાં ચિત્રોમાં શંકા ઉભવવાનું કારણ ઉપસ્થિત થાય જ નહિ.
૧ થવન કલ્યાણક- આ પ્રસંગ દર્શાવવા માટે પ્રાચીન ચિત્રકારો હમેશાં જે જે તીર્થકરના ચ્યવન કલ્યાણકને પ્રસંગ હોય તેના લંછન સહિત અને કેટલાંક ચિત્રામાં તો તેઓના શરીરના વર્ણ સહિત તે તે તીર્થકરની મૂર્તિની પરિકર સહિત રજુઆત કરે છે. (જુઓ ચિત્ર ૯).
૨ જન્મ કલ્યાણક–આ પ્રસંગ માટે જે જે તીર્થકરના જન્મ કયાણકને પ્રસંગ દશાવવાનો હોય તે તે તીર્થકરની માતા અને એક નાના બાળકની રજુઆત કરે છે. (જુઓ ચિત્ર ૧૧).
૩ દીક્ષા કલ્યાણક– કે જે તીર્થકરના દીક્ષા કલ્યાણકને પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરોની, ઝાડ નીચે બેસી એક હાથથી ચોટલીનો પંચમુષ્ટિ ભેચ કરતી આકૃતિ અને પાસે બે હાથ પહોળા કરીને કેશને ગ્રહણ કરતા ઇન્દ્રની રજુઆત ચિત્રમાં તેઓ કરે છે. (જૂઓ ચિત્ર ૨૮ ).
૪ કેવ કયાણક–જે જે તીર્થકરને કૈવલ્ય કલ્યાણકનો પ્રસંગ દર્શાવવાનો તેનો આશય હાય તે તે તીર્થકરને સમવસરણની રજુઆત તેઓ કરે છે. (જુઓ ચિત્ર ૧૩).
૫ નિર્વાણ કલ્યાણક --- જે જે તીર્થકરને નિર્વાણ કલ્યાણક પ્રસંગ દર્શાવવાની હોય તે તીર્થકરના શરીરનો વર્ણ તથા લંછન સાથે તેઓની પદ્માસનની બેઠકે વાળેલી પલાંઠી નીચે સિદ્ધશીલાની (બીજના ચંદ્રમાના આકાર જેવી) આકૃતિની તથા બંને બાજુમાં એકેક ઝાડી રજુઆત પ્રાચીન ચિત્રકાર કરતા દેખાય છે. (જૂઓ ચિત્ર ૧૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org