________________
જેન ચિત્ર-કલ્પલતા ચિત્ર ૫ પુર' દત્તા (નરદત્તા)-વિદ્યાદેવી ૬; મંત્ર:૩ ઘાં પુત્રના નમ: I ; મનુષ્યને વરદાન વગેરે ઈચ્છિત વસ્તુ આપનાર હોવાથી પુરૂદત્તા; પ્રતના પાના ૮૭ ઉપરથી; ચિત્રનું કદ ૧૪૨ ઇચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ખેટક (ઢાલ), તથા નીચેની જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં માતુલિંગ (બિજોરા)નું ફળ; શરીર તથા મુકુટને રંગ સુવર્ણ, કંચુકીનો રંગ લીલો; ઉત્તરીય વસ્ત્ર ધેળાં ટપકાંની ભાતવાળું લાલ રંગનું; મહિલી (એસ)ના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૬ બ્રહ્મશાંતિ યક્ષપ્રતનું પાનું ૨૨૭; ચિત્રનું કદ ૨૪૨ ઈચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગ); દેખાવથી વિકરાલ; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં છત્ર તથા ડાબા હાથમાં દંડ, અને નીચેના જમણા હાથમાં પુસ્તક તથા ડાબે હાથ વરદ મુદ્રાએ; શરીરનો વર્ણ પાળે; હંસના વાહન ઉપર ભદ્રાસને બેઠક; મુકુટમતિ જટા. બ્રહ્મશાંતિ યક્ષની માન્યતા ઘણી જ પ્રાચીન છે. એક માન્યતા એવી છે કે મહાવીરને વર્ધમાનપુર (હાલના વઢવાણુ)ની પાસે યક્ષના મંદિરમાં જે શલપાણિ યક્ષે મિથ્યાદષ્ટિ અવસ્થામાં ઉપસર્ગ કર્યો હતો, તે જ લપાણિ યક્ષ પછીથી સમકિત પામ્યા અને તે જ બ્રહ્મશાંતિ યક્ષ તરીકે ઓળખાવા લાગે. ચિત્ર છ અંબાઈ (અંબિકા)–પ્રતના પાના ૨૨૭ ઉપરથી. વિ. સં. ૧૨૪૧ (ઇ. સ. ૧૧૮૪)માં પ્રાચીન ગુજરાતી ભાષામાં ભરતેશ્વર બાહુબલિ રાસની રચના કરનાર શ્રીશાલિભદ્રસૂરિએ રચેલા બુદ્ધિરાસની શરૂઆતના મંગલાચરણમાં અંબિકાનો અંબાઈ નામથી જ ઉલ્લેખ કર્યો છે, જે નીચે પ્રમાણે છે.*
“પણમવિ દેવિ અંબાઈ, પંચાણુણ ગામિણ વરદા', જિણ સાસણિ સાંનિધિ કરઈ સમિણિ
સુર સામણિ તું સદા સેવાગિણિ.” અંબા એટલે માતા–જનની. જેવી રીતે માતા પિતાના સંતાન ઉપર વાત્સલ્યભાવને ધરનારી હોય છે તેમ અંબિકા પણ ભક્તજનોનું વાસય કરવાવાળી હોવાથી તેનું અંબાઈ–અંબિકા નામ સાર્થક છે. આ ચિત્ર ચીતરનાર ચિત્રકારે તેના જમણા હાથમાં પુત્ર રાખીને તેના તરફ વાત્સલ્યભર્યાં નયનોએ નિહાળી રહેલી ચીતરીને અને તેના ડાબા હાથમાં પરમ મંગલરૂપ આમ્રકુંબી આપીને તેના નામની સાર્થકતા સિદ્ધ કરી બતાવી છે. અંબિકાદેવીના પૂર્વભવ વગેરેનું વર્ણન શ્રીજિનપ્રભસૂરિએ ‘વિવિધતીર્થકલ્પ' નામના ગ્રંથમાં “અંબિકાદેવી કપમાં કરેલું છે. અંબિકા દેવીની પણ ભિન્નભિન્ન પ્રકારની સુંદર મૂર્તિઓ, સુંદર ચિત્રો તથા ભિન્નભિન્ન પ્રકારના સ્ત, મંત્ર, યુવા વગેરે મળી આવે છે, પરંતુ વિસ્તાર ભયથી તે અત્રે નહિ આપતાં મારા તરફથી અન્યત્ર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.* ચિત્ર ૮ સરસ્વતી--પ્રતના પાના ૧ ઉપરથી; ચિત્રનું કદ ર૪૨ ઈચ; પૃષ્ઠભૂમિ ઘેરા રાતા રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં કમળ, તથા ઉપરના ડાબા અને એના જમણા હાથમાં વીણ; નીચેને ડાબા હાથમાં પુસ્તક; કમળાના આસન ઉપર ભદ્રાસને બેઠક; વાહન હંસનું; શરીરનો વર્ણ ગીર (સફેદ); કંચુકી લાલ; મુકુટને રંગ લાલ રંગની ભાતવાળો પાળે.. સરસ્વતી વિષે
૪ જે૦ ગૃ૦ ક૭ ભા. ૧, પૃ•ઠ ૨. ૫ ‘અબકાદેવી કપ" નામના આ કપ મૂળ પ્રાકૃત તથા ગુજરાતી ભાષાંતર સાથે બપભકૃિત ‘ચતુર્વિરાતિકા’ નામના ગ્રંથના પાના ૧૪પ થી ૧૪૬ ઉમે આપેલ છે. ૬ જાઓ “શ્રીમરવાવાવની કલ્પ' નામના જૈન મંત્રશાસ્ત્રનો ચંચ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org