Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 22
________________ ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળા १९ રાજપુત અને મુગલકળાની જન્મદાત્રી છે. ત્રીજી બાજુએ કેટલાક દાખલાઓમાં તેની સાથે ઇરાની કળાનું મિશ્રણ થએલું છે. | ગુજરાતની જૈનાશિત કળાનાં નાનાં છબિચિત્રોની આટલી બધી ઉપયોગિતા હોવા છતાં તેના તરફ બહુ જ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે તેથી તેમજ તેના ઉપરનાં બહુ જ થોડાં લખાણ પ્રસિદ્ધિમાં આવેલાં હોવાથી હજુ સુધી કેટલાક વિદ્વાનોને આ કળા તદ્દન અજ્ઞાત છે. અજાણ રહેવાનું એક કારણ એ પણ છે કે જૈન ગ્રંથભંડારો સિવાય ભારતનાં મ્યુઝિયમોમાં તેમજ પાશ્ચાત્ય પ્રદેશમાં તેની જે પ્રતો જોવામાં આવે છે તે, મળી આવતી પ્રતોના સમા ભાગની પણ નથી. ભારતના જૈન ગ્રંથભંડારોમાં તેમજ જૈન સાધુઓ તથા જૈન ધનાઢયોને ખાનગી સંગ્રહમાં બધી મળીને હજારો હસ્તપ્રતો હજુ અણુધી પડી છે. બીજું કારણ વસ્તુના અજ્ઞાતપણાને લીધે તેના વહીવટદારની તે નહિ બતાવવાની સંકુચિતતા છે. કેટલાક દાખલાઓમાં આ સંકુચિતતા વ્યાજબી પણ છે. | ગુજરાતની આ જૈનાશ્રિત કળાના નમૂનાઓ પરદેશમાં મુખ્યત્વે કરીને નીચેનાં સ્થળોએ આવેલા છેઃ ઈગ્લેંડમાં બ્રિટિશ મ્યુઝિયમમાં, દડિયા ઑફિસની લાયબ્રેરીમાં, રોયલ એશિયાટિક સોસીએટીની લાયબ્રેરીમાં, બેડલીઅન લાયબ્રેરીમાં, કૅબ્રિજ યુનિવર્સિટીનો લાયબ્રેરીમાં; જર્મનીમાં Staats Bibliothek અને મ્યુઝિયમ fur Volkerakunde બંને બર્લિનમાં, ઑસ્ટ્રિયામાં વીએનાની યુનિવર્સિટીની લાયબ્રેરીમાં; અને ફ્રાન્સમાં Strasbourgની લાયબ્રેરીમાં. કદાચ ડીઘણી ઈટાલીના ફૉરેન્સની લાયબ્રેરીમાં પણ હોય. અરિકાના યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાસ કરીને બેસ્ટન મ્યુઝિયમમાં કે જ્યાં (ભારતીય જૈન ગ્રંથભંડારો બાદ કરીએ તો) પરદેશમાંનો આ કળાને સારામાં સારે સંગ્રહ છે; વૈશિગ્ટમાં કીઅર ગેલેરી ઍફ આર્ટમાં, ન્યૂ યોર્કમાં મેટ્રોપોલિટને યુઝિયમમાં, ડેઈટના આર્ટ મ્યુઝિયમમાં તથા ધણું અમેરિકન ધનકુબેરેને ખાનગી સંગ્રહોમાં આ ચિત્રો આવેલાં છે. આ પ્રમાણે પશ્ચિમના પ્રદેશોમાં બહુ જ થોડી જગ્યાઓએ પ્રતો ગએલી હાવાથી પણ ઘણું પાશ્ચાત્ય વિદ્વાનો આ ગુજરાતની જૈશ્રિત ચિત્રકળાથી અજાણ્યા હોવાનું સંભવી શકે છે. પરંતુ હવે એવો સમય આવી લાગ્યો છે કે ભારતીય ચિત્રકળાના અભ્યાસીઓને આ કળાથી અજ્ઞાત રહેવાનું પાલવી શકે જ નહિ. ગુજરાતની આ જેનાશિત કળા જે મુખ્યત્વે નાનાં છબિચિત્રાની કળા છે તેને, જેના ઉપર તે ચીતરવામાં આવી છે તેના પ્રકાર પ્રમાણે જે વહેંચી નાખવામાં આવે તો તે ચાર વિભાગમાં વહેંચાઈ જાય છે. આ ચાર વિભાગમાં પહેલા વિભાગની કળાનાં બધાં ચિત્રો તાડપત્રી હસ્તલિખિત પ્રત ઉપર ચીતરેલાં કાયમ છે, જે ચિત્રોને આપણે ઉપર બે વિભાગમાં વહેંચી નાખ્યાં છે. બીજા વિભાગમાં ચિત્રા તાડપત્રની પ્રતોની ઉપર નીચે બાંધવામાં આવતી લાકડાની પાટલીઓ ઉપર ચીતરેલાં જોવામાં આવે છે. ત્રીજા વિભાગનાં ચિત્રો કપડાં ઉપર અને ચોથા વિભાગનાં કાગળ ઉપર ચીતરાએલાં મળી આવે છે. પાછળના ત્રણ વિભાગનાં ચિત્રાને આપણે ઉપર ત્રીજા વિભાગમાં સમાવી દીધાં છે, તેનું કારણું લાકડા તથા કપડાં ઉપરનાં ચિત્રો માત્ર ગણ્યાગાંઠયાં મળી આવ્યાં છે તે છે. તાડપત્રની કળાને આપણે “પ્રાચીન કળા’ને નામથી સંબોધન કર્યું છે. ઈ.સ. ચૌદસો પચાસમું વર્ષ તાડપત્રની કળા તથા કાગળની કળાના ભાગલા વહેંચવા માટે યોગ્ય હોય એમ મને લાગે છે. પ્રાચીન તાડપત્ર ઉપરની નાનાં છબિચિત્રોની કળા ઇ.સ.ના પંદરમા સૈકાના ઉત્તરાર્ધ પછી તદ્દન લુપ્ત થઈ ગઈ હોય એમ દેખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84