Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 20
________________ 0000000XSUSSOUS ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળા ગ્રંથસ્થ જે ચિત્રકળા જરાતની જેનાશ્રિત કળા જુદાજુદા વિભાગોમાં વહેચાએલી છે. મુખ્યત્વે કરીને તે જૈન મંદિરના સ્થાપત્યમાં તથા જૈન ધર્મના હસ્તલિખિત ધર્મગ્રંથોમાં મળી આવે છે. આ બે અંગો પૈકી સ્થાપત્યકળાને પ્રદેશ બહુ જ વિસ્તૃત હોવાથી તે વિષય ભવિષ્ય ઉપર રાખીને પ્રસ્તુત ગ્રંથમાં તેનાં એ બે મહત્વનાં અંગે પિકીના એક અંગ તેના ધર્મગ્રંથોની કળાને મળી શકતો ઇતિહાસ આપવાનો મારો ઉદ્દેશ છે. - છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતનાં મુખ્ય મુખ્ય શહેરોમાં આવેલા જૈન ગ્રંથભંડારો મએની ચિત્રવાળી હસ્તપ્રતોના અભ્યાસ અને બારીક અવલોકનના પરિણામે જે મારી જાણમાં આવ્યું છે તેનું ટૂંક વર્ણન અત્રે રજુ કર્યું છે. મારી પહેલાંના કામ કરનારાઓએ તેમને મળેલી અથવા જ્ઞાત થએલી એવી થોડી પ્રતોમાં જ પોતાનું ક્ષેત્ર સંકુચિત કર્યું છે. ભારતની રાજપુત અને મોગલ કળાની પહેલાં, એટલેકે સોળમી સદીના છેલ્લા સમય પહેલાં લધુ પ્રમાણનાં છબિચિત્રોની બે જાતની ચિત્રકળા મળી આવે છે. આ બે માંથી એક નત નેપાળ અને ઉત્તર બંગાલ તરફની અગિયારમી સદીના સમયની મળી આવે છે, અને બીજી ગુજરાત કાઠિયાવાડ અને રાજપુતાના બાજુની અગિયારમી સદીના અંત સમયથી મળી આવે છે. આ બંને જાતની કળાઓમાં એકબીજીનું અનુકરણ કઈ રીતે થયું હોય, એટલે કે એકબીજી કળાને સીધે સંબંધ હોય એમ લાગતું નથી, પરંતુ તે બંને કળાએ પ્રાચીન ભારતવાસીઓએ પોતાની મેળે –સ્વતંત્રરીતે ઉપજાવી કાઢેલી છે. પૂર્વ ભારતની ચિત્રકળા મુખ્યત્વે બૌદ્ધધર્મના ગ્રંથોમાં અને પશ્ચિમ ભારતની ચિત્રકળા મુખ્યત્વે તાંબર જૈનાના હસ્તલિખિત ધર્મગ્રંથોમાં મળી આવે છે. આ ચિત્રકળાને ત્રણ વિભાગમાં વહેંચી નાખવી જોઈએ. પ્રાચીન સમયની આ ચિત્રકળા તાડપત્રની હસ્તપ્રતોમાં મળી આવે છે અને તાડપત્રની એ ચિત્રકળા બે વિભાગમાં વહેંચાયેલી છે. પહેલા વિભાગની શરૂઆત સેલંકી રાજ્યના ઉદયથી થાય છે. મહારાજધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના રાજ્યકાળની શરૂઆતમાં જ વિ.સં. ૧૧૫૭ (ઇ.સ ૧૧૦ ૦ ) માં ગુજરાતના પ્રાચીન બંદર ભંગુકચ્છ (ભરૂચ)માં લખાયેલી નિશીથગૃણિની પ્રત હજી વિદ્યમાન છે, જે પાટણના સંઘવીને પાડાના ભંડારમાં આવેલી છે. જે ઉપર તારીખ લખેલી છે તેની આજ દિન સુધીમાં મળી આવેલી ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળાની સૌથી જૂનામાં જૂની ચિત્રવાળી પ્રત આ એક જ છે. પહેલા વિભાગને અંત પણ એ જ ભંડારની વિ.સં. ૧૭૪૫ (ઈ.સ.૧ર૮૮)ની સાલમાં લખાએલી જુદીજુદી પ્રાકૃત કથાઓની તાડપત્રની પ્રતિમાંનાં ચિત્રોથી આવે છે; કારણ કે વિ. સં. ૧૯૫૬ (ઈ.સ. ૧૨૯૯)ની સાલ પછીનાં ચિત્રોની ચિત્રકળામાં બહારની બીજી કળાઓનું મિશ્રણ થોડેઘણે અંશે જણાઈ આવે છે. તાડપત્ર ઉપરનાં ચિત્રોના બીજા વિભાગની શરૂઆત વિ.સં. ૧૭પ૭ (ઈ. સ. ૧૩૦૦)થી થાય છે અને તેને અંત લગભગ વિ.સં. ૧૫૦૦ (ઇ.સ. ૧૪૪૩)ની આસપાસમાં આવે છે. આ બીજા વિભાગના સમય દરમ્યાનની ત્રણ હસ્તલિખિત પ્રતો મારા જાણવામાં આવેલી છે, જેમાંની એક પ્રત ઉપર વિ.સં. ૧૪૨૩ (ઈ.સ. ૧ ૩૭૦)ની તારીખ નાંધાએલી છે અને તે અમદાવાદની ઉજમફઈની ધર્મશાળાની ગ્રંથભંડારમાં આવેલી છે. આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં કેટલાંક ચિત્રો તે લાકડાની પાટલીઓ કે જે તાડપત્રની ઉપર નીચે બાંધવામાં આવતી હતી તેના ઉપર તથા કપડાં ઉપર પણ મળી આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84