________________
પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
આ ચિત્રા ઝડપથી ખેંચી કાઢેલાં દેખાય છે, તેથી ચીતરનારની અનાવડત છે એમ તો કહી શકાય તેવું નથી. જેટલી ઝડપથી આપણે લખાણનો અક્ષર ખેંચીએ એટલી ઝડપથી આ ચિત્રકારે આંખ, નાક, માથું, હાથ, પગ અથવા વસ્તુઓ ચીતરી શકે છે. એમ માની શકાય કે આ ચિત્રકામ માટે ખાસ ચૂંટી કાઢેલા કેટલાક આધારભૂત આકારે નક્કી થઈ ગયા હશે. ચીતરનાર જે કાંઈ ચીતરે છે તેમાં માનવ દેહ વિષે તે સંપૂર્ણ સમજ રજૂ કરી શકે છે. જાતજાતના લોકો, તેમની હીલચાલ તેમજ મુદ્રાઓ તેને સુપરચિત છે. વૃત્તાંત પર સચેટ લક્ષ્ય અને એકધારું ચિત્રાંકન એ તેનાં પ્રધાન લક્ષણ છે. તે વાહવાહ માટે ચિત્રકામ કરતો લાગતો નથી, પણ કોઈ રીતે ચિત્રમાંથી જ હકીકત પ્રકટ કરી શકાય તેની મથામણું તે કરે છે. એટલે કે વાંચતાં ન આવડતું હોય તેને પણ એ પાનામાંથી જાણવાનું અને જોવાનું મળી રહે અને ધર્મપ્રચારની સાર્થકતા સધાય.
ચિત્ર અને લિપિ બંને પવિત્ર આનંદજનક નેત્રવિહાર બની રહે તે માટે પ્રયત્ન કરવામાં આ ગ્રંથો શેભા-સમૃદ્ધિની ટોચ રજુ કરે છે. ઘૂંટેલી કાળી, ભૂરી કે લાલ ભોંય ઉપર અક્ષરો અને ચિત્રોની તકતીઓ યોગ્ય રીતે સાચવીને હાંસીઆમાં જે વેલપટ્ટીઓ અને આકૃતિની વાડીઓ ભરી દીધી છે. તેની તોલે આવે એવી પ્રાચીન પ્રત જાણવામાં નથી. ધર્મના પવિત્ર ગ્રંથ માટે આવો સમાદર કુરાન, બાઈબલ, ગીતા વગેરેના શ્રીમંત માલિક અને ધર્માધીએ બતાવ્યો છે; પણ કલ્પસૂત્રોની આવૃત્તિઓ સાથે હરીફાઈ કરી શકે એવો સમૂહ ભાગ્યે જ મળશે. (આ કથન માત્ર બહાર પડેલાં પુસ્તકોને આધારે છે.)
જૈન કપસૂત્રોના હાંસીઆની ચિત્રસામગ્રી ઉપર તો હિંદના જાણીતા કલાવિવેચકોનું પણ ધ્યાન ખેંચાયું જણાયું નથી. તેનું કારણ આજ સુધી જોઈએ તેટલા પ્રમાણમાં કેટલીક અસલ વસ્તુઓ કેની જાણમાં પણ નહોતી એ કહી શકાય. હાંસીઆની એ અપૂર્વ કલાસમૃદ્ધિને દુનિયા આગળ રજૂ કરવાનું માન જૈન ચિત્રકપ'ના સંપાદક શ્રી સારાભાઈ નવાબને જ છે. જે નમૂના તેમણે પ્રાપ્ત કરી પ્રકટ કર્યા છે તે માટે કળાના ઇતિહાસમાં તેમનું માન અને સ્થાન કાયમને માટે સ્વીકારવું પડશે. આ હાંસીઆની ચિત્રકળા જ એ યુગના માનવીઓની સર્જનશક્તિ અને અપ્રતિમ શોભાશક્તિને સંપૂર્ણ પુરાવા છે. કેવળ બે કે ચાર રંગમાં, આખા યે ગ્રંથના એકએક પાને જુદીજુદી વેલપટ્ટીઓ, અભિનયભય પ્રાણીઓ તથા મનુષ્યોને ચીતરનાર ચિતારો આજના કળાકારને કસોટી આપે એવો છે. તેનું આશ્ચર્યકારક, વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન અજંતાના ભંડારને પડકારે એવું છે. લૂંટાતાં, ચેરાતાં, વેચાતાં વધેલો પણ સંસ્કૃતિનો આ થાળ એટલો બધો સમૃદ્ધ છે કે આજના કપનાકૃતિઓ (designs) માગનારાઓની ભૂખને તે સહજમાં સંતોષે છે.
ઘણી વખત ગ્રંથનાં પાનાંઓમાં હસીઆમાં એક ખૂણા પર લહીએ ચિત્રપ્રસંગની ટકી નોંધ કરેલી જણાય છે. તે ઉપરથી લાગે છે કે અક્ષરો લખનાર પોતાનું કામ પૂરું કરી ચિતારાને ખાલી જગ્યાઓ ભરવા સોંપી દેતો હશે; એટલે ચિતારે કવિતાની પાદપૂતિની પેઠે પ્રસંગના સૂચક આકારવાળી વેલપટ્ટીઓ અને ચિત્રો ઉમેરવાનું કામ કરતા હશે. કવિતાની કડીઓ છંદમાં બંધાતી આવે તેવી રૂ૫ અને આકૃતિમાળાઓની સમતલ વહેંચણી કરતે તે છેવટના પાના સુધી પાઠ અને ચિત્રોને એકસરખો રસ સાચવી લે છે. આવી એકધારી યોજનાવાળાં પ્રકાશનો આજના સાધનસંપન્ન યુગમાં પણ વિરલ છે.
ધાર્મિક ચિત્રોમાં કથાપ્રસંગનાં પાત્રોનાં સ્વરૂપ આદ્ય કુલાગુએ બાંધેલાં તેનાં તે જ સાચવવાનો સંપ્રદાય આગ્રહપૂર્વક પળાતો હોય તેમ લાગે છે, કારણકે તેમાં ભાગ્યે જ નવો પ્રકાર નજરે પડે છે. છતાં કવચિત ચકોર કળાકારો નવી ઊર્મિ અને ટા બતાવ્યા વિના રહેતા નથી; અને જ્યાં જ્યાં કંઈક સામાજિક વાતાવરણ બતાવવાનું હોય છે ત્યાંત્યાં તે તેમણે અવશ્ય ટ લઈને પિતાનો સમાજ ઉતાર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org