________________
१३
પ્રાચીન ચિત્રોનું કલાતત્ત્વ
આવો અભિપ્રાય બાંધનાર તે શિપકાને અને તે કલાપક ધનિકને અન્યાય કરે છે, તે ઈતિહાસને પણ કલુષિત કરે છે. પ્રથમ તો પિસાદારોની મરજી પ્રમાણે બધું થવું જોઈએ એ આજના યુગની મહાન શોધ તે દિવસના ધનિકે કરી ન હતી; અને ધનિક ઇચ્છે તે પ્રમાણે પોતાની કલાને નમાવવાની ફરજ તે યુગના શિલ્પીઓએ સ્વીકારી ન હતી ! એટલે ઐતિહાસિક દષ્ટિએ શોધ કરવી હોય તો બળવું એ જોઈએ કે આ શિપીઓનાં એ શાં હતાં અને તેમના ભાવકની કઈ અપેક્ષાઓ હતી ?
ભારતીય ચિત્રકારોને માનવો ચીતરવાની આવડત ન હતી એમ તો કોઈ ખુલાસો નહિ આપે. ગુજરાતના આ ચિત્રકારોને તેની આવડત નહિ હોય તે પણ તેમાં રહેલું રેખાનું પ્રભુત્વ જેનાર માનશે નહિ. ચિત્રમાં “સાદસ્ય’ લાવવાની નિપુણતા તેમને સુસાધ્ય હતી. પણ આ સાદસ્યવાળાં ચિત્રોમાં તેમની ચિત્રકલા સમાપ્ત થતી ન હતી. ચિત્રોનો આ એક પ્રકાર હતો અને તેને ચિત્રસૂત્રકાર સત્ય” એની પારિભાષિક સંજ્ઞા આપે છેઃ ચર્તિવિસાદ ત્રેિ તસચમુચ જેમાં કંઇક લોકસાદસ્ય હોય તે ચિત્ર “સત્ય” કહેવાય છે.
તે તે પદાર્થની પ્રતિકૃતિ સાધી જે ચિત્રો દોરવામાં આવતાં તે બધાંને આમાં સમાવેશ થતો હશે. પણ આ ઉપરાંત ચિત્રકારો બીજી રીતે પણ ચિત્રો દોરતા. આપણે જાણીએ છીએ કે વૃક્ષ, વેલ, પત્ર, પુષ્પ આદિના ચિત્રમાં કેટલાંક ચિત્રોમાં પ્રતિકૃતિ હોય છે તો કેટલાંકમાં કેવળ સુચન લઈ તેમાંથી વિવિધ મનોહર આકૃતિઓ ઉપજાવીને દોરવામાં આવે છે. કોતરકામમાં પણ આવું હોય છે. આમાં ઉદેશ તે તે મૂળ વસ્તુ સૂચવવાને હેત નથી, પણ આકારોની મનોહર રચના કરવાનો હોય છે. પ્રતિકૃતિની લુપતા છોડી દઈ આકારરચનાનો સૌવમાં રાચતી ચિત્રકલા એ કોઈ હલકી પ્રતિની કલા નથી. કેટલાક આધુનિક કલાવિવેચકોને મતે તે પ્રકૃતિમાં રાચતી ચિત્રકલા પ્રાકૃત છે, ખરી ચિત્રકલા તો કેવળ આકારથી ભાવ ઉત્પન્ન કરનાર ચિત્રમાં વસેલી છે. *
પ્રાચીન ચિત્રા નિરીક્ષક જાણે છે કે લગભગ દરેક ચિત્રમાં અમુક મુદ્રા, અમુક કરવર્તન, અમુક દષ્ટિ, અમુક પાદચારી, અમુક અભિનય ઇત્યાદિ જોવામાં આવે છે. પણ નૃત્ય અને અભિયમાં જે “ગતિથી સધાય છે તે ચિત્રમાં ‘સ્થિતિથી સાધવાનું હોય છે. આ સાધવાને માટે
આકારોને જે રીતે રચવા જોઈએ તે રીતે રચવાનો પ્રયત્ન અમુક ચિત્રોમાં દેખાય છે. આવા ચિત્રોની કસોટી એ છે કે તે તે આકારો તે ભાવ સુચવવા સમર્થ છે કે નહિ; નહિ કે તે આપણને
ચતાં માણસની પ્રતિકૃતિ છે કે નહિ. સંભવ છે કે કેટલાંક ચિત્રોમાં આવા આકારો કોઈ પણ ભાવની પ્રતીતિ કરાવી શકતા ન હોય અને તેથી કેવળ બેહુદા જ લાગે. આવાં ચિત્રોમાં શૈલીનો દોષ નથી, તે તે ચિત્રકારનું અસામર્થ્ય દોષપાત્ર છે. વળી કેટલેક ઠેકાણે અમુક આકારના ‘સમય’ આપણે ન જાણતા હોઈએ તેથી પણ ભાવપ્રતીતિ ન થાય. ગમે તેમ હોય, પણ આપણાં પ્રાચીન ચિત્રોમાં એવાં ઘણાં ચિત્રો છે જે પ્રતિકૃતિની મર્યાદાની ઉપેક્ષા કરે છે અને તેમ કરીને કોઈ એવી વેધક રીતે ભાવપ્રતીતિ કરાવે છે કે જે અન્યથા અશક્ય લાગે. આ ગ્રંથમાં એવાં ઘણાં ઉદાહરણ છે.
રસિકલાલ છો. પરીખ
* 'Art' by Clive Bell પ્રકરણ ૧.૩ Significant form and representationી ચર્ચા પૃ. ૨૩ દિખણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org