________________
પ્રાચીન ચિત્રોનું કલાતત્ત્વ
ચીન ચિત્રકળાનું રહસ્ય કઈ રીતે સમજાય? આ પ્રશ્નનો હવે વ્યવસ્થિત વિચાર થવાની
છે જરૂર છે. સમગ્ર પ્રાચીન શિપના પરિશીલન માટે હવે સપષ્ટ પદ્ધતિની શોધ થવી જોઇએ. અત્યાર સુધી તો પ્રાચીન શિપનું નિરૂપણું માત્ર નમૂનાઓનાં અથવા તેમની છબિઓનાં નિરીક્ષણથી થતું આવ્યું છે. શિપ માત્રને સમજવાની આ સહજ પદ્ધતિ છે. શિપની ભાષા આંખ બરાબર ઉકેલતી હોય ત્યાં તો નિરીક્ષણ માત્ર પણ પર્યાપ્ત ગણાય. પણ બીજા યુગ કે દેશની શિ૮૫ભાષા તેને અપરિચયના કારણે ભાવકને ભાવ અર્પવા અસમર્થ થાય ત્યારે એકલું નિરીક્ષણ પર્યાપ્ત નથી. વાણીના કરતાં રેખા, રંગ ઇત્યાદિ વધારે વ્યાપક છે તેથી બીજા દેશકાળની વાણીના જેવું મૌન રંગ-રેખા ધારણ કરતાં નથી, અને તેથી અજાણી વાણીના સાહિત્ય જેટલું તેમનું નિરૂપણ અસંભવિત થતું નથી; તોપણ રંગ-રેખાની ભાષાના જ્ઞાન વિના શિલ્પીના ભાવનો બાધ કરાવવામાં તે અસમર્થ છે.
રંગ-રેખાની પણ ભાષા છે. જગતમાં દેખાતાં રૂપમાં રંગ-રેખા હોય છે, તેનું અનુકરણથી તે તે રૂપ સૂચવે; તે ઉપરાંત શિપીઓના ભાવનું વાહન બનતાં અથવા બનવા તેમનામાં વિશિષ્ટ અર્થભાર આવે છે. શબ્દાર્થના સંબંધ માટે સમયપદ વપરાય છે. તેને અહીં અનિદેશ કરી કહી શકાય કે રંગ-રેખાને પણ “રામ” હેાય છે. આ રંગ-રેખાનો સમય સમજ્યા વિના તેમનાથી સાકાર થતી કલાને ભાવ સમજો, આસ્વાદ લેવો કે વિવેચન કરવું એ આંધળાને ગોળીબાર જેવું છે.
પ્રાચીન શિપીઓનો ‘સમય’ સમજવા તેમની કૃતિઓ જેવી જરૂરની છે; પણ તેનો ઉકેલ કરવા તે શિપીઓનાં થેયે ક્યાં હતાં, તે કેવો આસ્વાદ આપવા ઈચ્છતા હતા, કોની પ્રશંસા ઇરછતા હતા, કોને ખુશ કરવા ઇચ્છતા હતા, તેમનાં સાધનો કેવાં હતાં અને તેને તે કેવી રીતે ઉપયોગ કરતા હતા આદિ જાણવાની જરૂર છે. આવા જ્ઞાનથી સજજ થઈ ચિત્રાનું નિરીક્ષણ કરવામાં આવે ત્યારે જ ચાગ્ય પરીક્ષણ થઈ શકે. આવા જ્ઞાનના અભાવને લઈને આ ક્ષેત્રમાં થએલું ઘણું કામ કરી કરવાની જરૂર જણાય છે, કારણકે પૂરતી સામ્રગીના અભાવે અપાએલા ઘણા અભિપ્રાયો બ્રામક દેખાય છે. સુભાગે આ જાતની થોડીક સામગ્રી આપણને પ્રાચીન શિલ્પગ્રન્થોમાં મળે છે, પણ તેનું સંશોધન કરવાની જરૂર છે. આ કાયૅમાં પ્રાચીન પરંપરા પ્રમાણે કામ કરનારા શિલ્પીએની મદદ મળે તો વિશેષ લાભ થાય.
આ ગ્રંથમાં જે ચિત્ર-છબિ ઉદાહરણરૂપે આપેલી છે તેનું કલાની દષ્ટિએ નિરૂપણ કરતાં પહેલાં ઉપરનું સ્પષ્ટીકરણ આપવાનું કારણ એ છે કે નિપુણ મનાતા ચિત્રવિચને પણ આ ચિત્રકળા સમજવામાં વિદને નડવ્યાં છે. તેમાં મુખ્ય વિન આ ચિત્રકારોનાં લક્ષ્યનું અજ્ઞાન છે.
પ્રથમ દૃષ્ટિપાતે આ ચિત્રો તેમને રંગચમકાર અથવા વર્ણચમત્કાર આપે છે. “શો સરસ રંગ છે ! શી ભભક છે ! કેટલી સભરતા છે! કેટલી શ્રીમંતાઈ છે !' ઈત્યાદિ ઉદ્ગારો એ ચિત્રો જોતાં જ ઉઠે છે. વેલબુદ્દાઓનો શણગાર પણ ધ્યાન ખેંચે છે. પ્રાણીઓ પણ ઠીક લાગે છે. પરંતુ માણસેનાં – સ્ત્રી-પુછોનાં ચિત્રો જોતાં મનમાં છાનો છાનો એવો અભિપ્રાય ઉઠે છે કે આ ચિત્રકારોને કાંઈ આવડતું નથી! આથી આ ચિત્રકલા વિષે અભિપ્રાય ઊતરવા માંડે છે ! “ઠીક છે; સાધારણ છે !” ઇત્યાદિ મત ઉચ્ચારાય છે, કારણો શોધાય છે, ઇતિહાસ તપાસાયા છે ! આ તે ધનિકોએ, વાણી
એ. જેનોએ પિલી કલા ! તેમની ધૂલ કલારુચિને સંતોષનારી કલા ! તેમની શ્રીમંતાઇને આગળ ધરતી સોના-મોતીની કલા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org