________________
૧૮
જૈન ચિત્ર-કપલતા લાકડાની એવી બે પાટલીઓ વિ.સં. ૧૪ર ૫ (ઈ.સ. ૧૯૬૮)માં ચીતરાએલી તારીખની નોંધવાળી મળી આવેલી છે, અને કપડાં ઉપરનાં ચિત્રો વિ.સં. ૧૪૧૦ (ઈસ. ૧૭૫૭)થી મળી આવે છે.
| ગુજરાતની જૈનાશ્રિત કળાના ત્રીજા વિભાગનાં ચિત્રો મુખ્યત્વે કાગળની હસ્તલિખિત પ્રતમાં મળી આવે છે. તેની શરૂઆત ઈ.સ. ની પંદરમી સદીની શરૂઆતથી થઈ હોય એમ મારું માનવું છે, કે રાવ બહાદર 3. હીરાનન્દ શાસ્ત્રી પાસે એક પ્રત વિ.સં. ૧૧૨૫ની સાલની લખાએલી મેં જોએલી છે; પરંતુ મારી માન્યતા પ્રમાણે તે તારીખ નકલ કરનારે જૂની જે પ્રત ઉપરથી નકલ કરી હશે તેની તે કાયમ રાખેલી છે, જે તે પ્રતમાંનાં ચિત્રો માટે ઉપયોગમાં લેવામાં આવેલી સોનેરી શાહી તથા ચિત્રો દોરવાની ચિત્રકારની રીત ઉપરથી નિષ્પક્ષ નિરીક્ષકને સહેજે જણાઈ આવે છે. તેથી તે પ્રત પંદરમી સદી પહેલાંની નથી જ એમ હું માનું છું. આ ત્રીજા વિભાગની કળાને અંત વિક્રમની સોળમી સદીના અંત સમય દરમ્યાન આવે છે, જે વેળા ગુજરાતની જૈનાશ્રિત કળા પ્રથમ મુગલ અને પછી રાજપુત કળાની અસર નીચે આવી ગઈ હતી, અને તે પછી અઢારમાં સૈકામાં તો સમકાલીન રાજપુત કળા જે લગભગ નષ્ટ થવા આવી હતી તેમાં ગુજરાતની આ જૈનાશ્રિત કળા સંપૂર્ણપણે સમાઈ ગઈ.
- આ ત્રીજા વિભાગના સમય દરમ્યાનનાં જૈન સિવાયનાં બીજાં ચિત્રો વૈષ્ણવ સંપ્રદાયના ગણ્યાગાંઠવ્યા ધર્મગ્રંથોમાં મળી આવે છે. પરંતુ પંદરમી સદી પહેલાંનાં ગ્રંથસ્થ ચિત્રો જૈન શ્વેતાંબર કેમના ધર્મગ્રંથોમાં જ મળી આવે છે, અને આ જ કારણથી આ કળાને કેટલીક વખત “જૈન” અપર “વેતાંબર જૈન કળાના નામથી સંબોધવામાં આવેલી છે.
કેટલાક વિદ્વાનો આ કળાને “ગુજરાતી કળા'ના નામથી ઓળખાવે છે. પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં રજુ કરેલા પુરાવાઓ ઉપરથી આપણે જાણી શકીશું કે આ કળાનો વિકાસ એકલા ગુજરાતમાં જ નહિ પણ પશ્ચિમ ભારતના દરેક પ્રદેશમાં થએલો હતો. ઉ.ત. સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રીહંસવિજયના વડોદરાના સંગ્રહમાં આવેલી કપસૂત્રની રસુવર્ણાક્ષરી પ્રત વિ સં. ૧૫૨માં રાજપુતાનામાં આવેલા યવનપુર (જેનપુર)માં લખાએલી છે. બીજી એક સુવર્ણાક્ષરી કપસૂત્રની પ્રત વડોદરામાં વયોવૃદ્ધ ગુરુદેવ પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના સંગ્રહમાં છે, તે માળવામાં આવેલા મંડપદુર્ગ (માંડવગઢ)માં લખાએલી છે, ત્રીજી પ્રત ઉત્તરાધ્યયન સૂત્રની સંવત ૧૫૯માં મંડપદુગમાં લખાએલી અમદાવાદના દેવશીના પાડાને ઉપાશ્રયમાં આવેલા શ્રી દયાવિમલ શાસ્ત્રસંગ્રહમાં આવેલી છે. આ સિવાય બીજી ઘણી પ્રતો માંડવગઢ વગેરેમાં લખાએલી મળી આવે છે. આ તથા બીજા પુરાવાઓ ઉપરથી આ કળાને ગુજરાતી કળા’ને બદલે આપણે અગાઉ જણાવી ગયા તેમ “ગુજરાતની કળા’ (પ્રાચીન વ્યાપક અર્થમાં) તરીકે સંબોધવી વધારે વાસ્તવિક છે. આ કળાનો પ્રચાર આખા પશ્ચિમ ભારતમાં થવાનું એક કારણ એ પણ હોય કે પ્રાચીન ગુજરાતના સ્વતંત્ર હિંદુ રાજવીઓના અજેય બાહુબળના પ્રતાપે તે મુલકે ગુજરાત પ્રદેશની છાયા નીચે હોવાથી સંભવિત છે કે ગુજરાતના ચિત્રકારો ત્યાં જવાને લીધે આ કળાનો પ્રચાર પશ્ચિમ ભારતના સઘળા પ્રદેશોમાં થયો હોય. બીજું કારણ એ છે કે આ કળાના પ્રાચીન સમયના તાડપત્રના જે નમૂનાઓ મળી આવ્યા છે તે સઘળા જ મુખ્યત્વે કરીને ગુજરાતના પ્રાચીન પાટનગર અગુહિલપુર પાટણ તથા તે વખતના પ્રખ્યાત બંદર ભૃગુકચ્છ (ભરૂચ)ના છે.
ગુજરાતની આ જૈનાશ્રિત કળાનો સંપ્રદાય ભારતીય ચિત્રકળાના ઇતિહાસ માટે બહુ જ મહત્ત્વ છે. તેનું એક કારણ તો એ છે કે આ ચિત્રકળાના નાના અગર મોટા દરેક ચિત્રે કેટલા થે સૈકાઓ સુધી અજંતા, બાઘ અને એલોરાની ગુફાઓનાં મિત્તિચિત્રોની પરંપરા જાળવી રાખી છે. બીજું કારણ એ કે તે સ્વચ્છતા અને સુંદરતામાં ઘણી જ આગળ પડતી અને પ્રખ્યાતિમાં આવેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org